Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉકાઈ ડેમમાંથી ફરી 1500 ક્યુસેક પાણી છોડવા પત્ર લખાયો:અડાજણમાં 5 દિવસથી દૂષિત પાણી, હોસ્પિટલમાં દાખલ ભાજપની મહિલા કાર્યકરે કહ્યું ‘નિવેડો લાવો’

    1 day ago

    પાલ-અડાજણની સોસાયટીઓમાં ડહોળા અને ગંદા પાણીની સમસ્યા હજુ સંપૂર્ણ અંકુશમાં આવી નથી, ત્યાં હવે પીપલોદ અને અઠવાની સોસાયટીઓમાં પણ પીળાશ પડતું પાણી આવવાની ફરિયાદો આવી છે. આ પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે 167-પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના વોર્ડ નં-11ના IT સેલના વોટ્સએપ ગ્રૂપમાં દૂષિત પાણીની અસર થતાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ભાજપની એક મહિલા કાર્યકરે લાચારી અને આક્રોશ સાથે મેસેજ કર્યો હતો કે, ‘જનતા વચ્ચે જતા પહેલાં ગંદા પાણી બંધ કરાવો.’ આ મેસેજનો સ્ક્રીનશોટ વાયરલ થઈ જતાં સંગઠનમાં પણ ખળભળાટ મચી ગયો હતો અને શાસકોએ કમિશનર સમક્ષ તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી. પીળા રંગનું પાણી આવે છે ઉકાઈ ડેમમાંથી ફરી 1500 ક્યુસેક પાણી છોડવા પત્ર લખાયો રાંદેર ઝોનના અડાજણથી જહાંગીરપુરા સુધી 1 સપ્તાહથી પીળા પાણીની સમસ્યા વકરી હોવાથી શાસક પક્ષ નેતા અલ્પાબહેન મહેતાએ કમિશનરને રજૂઆત કરી યુદ્ધના ધોરણે ઉકેલ લાવવા માંગ કરી હતી. કમિશનરે ઉપરવાસમાં ગેરકાયદે આઉટલેટ્સ શોધવા આદેશ આપ્યા છે. આ સાથે ‘રો-વોટર’ની ક્વોલિટી સુધારવા ડેમમાંથી 1500 ક્યુસેક પાણી છોડવા જળસંપત્તિ વિભાગને પત્ર લખાયો છે. વરિયાવથી વૈકલ્પિક સપ્લાય શરૂ, પાણીના 200 સેમ્પલ લીધા હાઈડ્રોલિક વિભાગે સ્પષ્ટતા કરી હતી કે પાણી શુદ્ધિકરણ માટેનો ટ્રીટમેન્ટ સમય વધારી દેવાયો છે. જો કે, પ્લાન્ટમાંથી નીકળતી વખતે સ્વચ્છ દેખાતું પાણી ઘરો સુધી પહોંચ્યાના કલાક બાદ પીળાશ પકડતું હતું. વરિયાવથી વૈકલ્પિક સપ્લાય શરૂ કરાયો છે. રાંદેર ઝોનમાંથી પાણીના 200 સેમ્પલ પણ તપાસ માટે લેવામાં આવ્યા છે. ફરિયાદો વધતાં ટીમે હોડીમાં બેસીને નિરીક્ષણ કરી ફ્લડગેટ બંધ કરાવ્યા ચોમાસું વીત્યા બાદ પણ તંત્ર વરિયાવ, રાંદેર અને છાપરાભાઠાના ફ્લડગેટ બંધ કરવાનું ભૂલી ગયું હતું. સ્ટોર્મ ડ્રેનેજના ગેરકાયદે જોડાણોનું ગંદું પાણી સીધું તાપીમાં ઠલવાતાં પાણી પીળું બન્યું હતું. ફરિયાદો વધતાં ટીમે હોડીમાં તાપીમાં નિરીક્ષણ કરી ફ્લડગેટ બંધ કરાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લૂઝિવ:જરીવાલાના પ્રમોશન મુદ્દે ઓર્ડરના 11 દિવસે દરખાસ્ત ન લવાતાં વિવાદ
    Next Article
    દિલ્હીગેટ, ભાગળ રાજમાર્ગ માટે પાલિકામાં રજૂઆત:ઉત્સવના કેન્દ્ર ભાગળ ચારરસ્તાને ‘હેરિટેજ સ્ક્વેર’ તરીકે વિકસાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment