Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીગેટ, ભાગળ રાજમાર્ગ માટે પાલિકામાં રજૂઆત:ઉત્સવના કેન્દ્ર ભાગળ ચારરસ્તાને ‘હેરિટેજ સ્ક્વેર’ તરીકે વિકસાવો

    1 day ago

    પાલિકા બજેટમાં ક્લોક ટાવરના રિસ્ટોરેશન અને રિનોવેશન માટે જોગવાઈ કરવામાં આવી છે, જેને લઈને સુરતીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જો કે, તેની સાથે દિલ્હીગેટથી ભાગળ ચોક સુધીના રાજમાર્ગને એકરૂપ હેરિટેજ લુકમાં ડેવલપ કરવા સ્થાનિક નગરસેવક સંદિપ ચલકવાલાએ મનપા કમિશનરને રજૂઆત કરી છે જેમાં રેલવે સ્ટેશનથી દિલ્હીગેટ થઈ ભાગળ અને ચોકબજાર સુધીના રાજમાર્ગને એકરૂપ હેરિટેજ લાઈટિંગ અને સુશોભન સાથે વિકસાવવા સંકલિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે જ્યારે ઉત્સવો અને વિજયની ઉજવણીનું કેન્દ્ર બનેલા ભાગળ ચાર રસ્તાને ‘હેરિટેજ સ્ક્વેર’ તરીકે વિકસાવવામાં આવે. ટાવર અને ભાગળ માત્ર ઐતિહાસિક સ્થળો નથી પરંતુ લોકોની બાળપણની યાદો અને લાગણીનો અમૂલ્ય હિસ્સો છે. વિકાસની સાથે ધરોહર જીવંત રહે અને આવનારી પેઢી ઇતિહાસ પર ગર્વ કરે તે માટે સમયબદ્ધ આયોજન જરૂરી છે. ઘણી જાહેરાતો કાગળ પર પૂર્વ સ્થાયી ચેરમેને રાજમાર્ગની ઓળખ માટે રેલવે સ્ટેશનથી ચોક સુધીના રાજમાર્ગની બંને તરફની બિલ્ડિંગને જયપુર પિંક સિટીની જેમ એક રંગ કરવાની જાહેરાત કરી હતી. જો કે, તે કાગળ પર જ છે.
    Click here to Read More
    Previous Article
    ઉકાઈ ડેમમાંથી ફરી 1500 ક્યુસેક પાણી છોડવા પત્ર લખાયો:અડાજણમાં 5 દિવસથી દૂષિત પાણી, હોસ્પિટલમાં દાખલ ભાજપની મહિલા કાર્યકરે કહ્યું ‘નિવેડો લાવો’
    Next Article
    ગ્લોબલ, બોમ્બે, રિંગ રોડ માર્કેટના વેપારીઓના સંગઠનને સફળતા:70 ટેક્સટાઈલ વેપારીના ફસાયેલા 6 કરોડ મર્કન્ટાઈલ એસો.એ અપાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment