Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે રાજકોટનાં રેસકોર્ષમાં ઇતિહાસ રચાશે:1500 છાત્રો 40,000 ચોરસ ફૂટમાં ભારતના નકશાની માનવસાંકળ અને 80 ફૂટ અનાજ-બાંધણીની પ્રાકૃતિક રંગોળી બનાવાશે, ફૂલ, માટી, રેતી, અનાજ-કઠોળ, પાંદડાની રંગોળી સ્પર્ધા યોજાશે

    2 days ago

    રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં આવતીકાલે નવો ઇતિહાસ રચાશે. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વનાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રેસકોર્ષ ખાતે 1500 છાત્રો 40,000 ચોરસ ફૂટ (330 x 300 ફૂટ)ના વિસ્તારમાં ભારતના નકશા જેવા આકારની વિશાળ માનવસાંકળ બનાવશે. આ સાથે જ સૌરાષ્ટ્રની આગવી કલા અને સંસ્કૃતિ ઉજાગર કરવા અનાજ તેમજ બાંધણીથી 80 ફૂટના વિશાળ વર્તુળમાં પ્રાકૃતિક રંગોળી તૈયાર કરાશે, જ્યારે કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલમાં ફૂલ, માટી, રેતી, અનાજ-કઠોળ અને પાંદડા જેવી પ્રાકૃતિક સામગ્રીની મદદથી તૈયાર કરાયેલી વિશિષ્ટ રંગોળી સ્પર્ધા યોજાશે. “સેવાના રંગ, રાષ્ટ્રને સંગ” થીમ હેઠળ રેસકોર્ષ ખાતે યોજાનારી આ માનવ સાંકળમાં 06 ઓક્ટોબરના રોજ સવારે 9 કલાકે 1500થી વધુ છાત્રો એકસાથે જોડાઈને સ્વચ્છતા, એકતા અને સ્વચ્છ ભારતનો સશક્ત સંદેશ આપશે. અનાજ, બાંધણી અને સાડીઓથી સજ્જ 80 ફૂટની આ અનોખી રંગોળી સૌરાષ્ટ્રના સમૃદ્ધ વારસાની ઝલક રજૂ કરશે. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજા, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહેશે. નાગરિકોને આ માનવ સાંકળ અને પ્રાકૃતિક રંગોળી તા. 6 અને 7 ઓક્ટોબરના રોજ પણ નિહાળી શકશે. રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 7 ઓક્ટોબરે 25 વર્ષ પૂર્ણ થવાના અતિ મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી માટે એક ભવ્ય અને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે સવારે 9 વાગે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે છાત્રો દ્વારા 40,000 ફૂટ જેટલા વિશાળ ગ્રાઉન્ડ વિસ્તારમાં માનવ સાંકળ રચીને ભારતના નકશાનાં આકારની એક અનોખી અને આકર્ષક રંગોલી બનાવવામાં આવશે. આ ઐતિહાસિક અને પ્રેરણાદાયી ક્ષણના સાક્ષી બનવા તથા માનવ સાંકળ દ્વારા રચાનારા દેશના નકશામાં સહભાગી થવા મારી અપીલ છે. બીજીતરફ આકાશવાણી ચોક પાસે આવેલા કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યક્તિગત કેટેગરીમાં 104 અને ગ્રુપ કેટેગરીમાં 11 એન્ટ્રી નોંધાઈ છે. આ સ્પર્ધાની ખાસ બાબત એ છે કે તમામ રંગોળી માત્ર ફૂલ, માટી, રેતી, અનાજ, કઠોળ, બીજ, પાંદડા અને પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને બનાવાઈ રહી છે. આ કૃતિઓ તા.6 ઓક્ટોબરના રોજ બપોરે 04:00 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે. આ રંગોળી સ્પર્ધા માટે જનકલ્યાણકારી યોજનાઓ, પ્રધાનમંત્રીના 25 વર્ષના કાર્યો, રાષ્ટ્રીય પ્રતીકો અને વિકસિત ભારત 2047નું વિઝન - આ ચાર થીમ નક્કી કરવામાં આવી છે. સ્પર્ધામાંથી પસંદ થનારી શ્રેષ્ઠ રંગોળીઓને 7 ઓક્ટોબરે યોજાનાર “સેવા જ્યોતિ યાત્રા”માં પણ પ્રદર્શિત કરવામાં આવનાર છે. રાજકોટ મહાપાલિકાના મેયર ડૉ. નેહલ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે અને સ્પર્ધાના નોડલ દેવાંગભાઈ માંકડના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર આયોજનને સફળ બનાવવા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વનરક્ષક-વનપાલ કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી વિરોધ કર્યો:વાઇલ્ડલાઇફ વીક દરમિયાન પડતર માંગણીઓ માટે સુરેન્દ્રનગરમાં સફાઈ અભિયાન પણ ચલાવ્યું
    Next Article
    સુરેન્દ્રનગરમાં 50 હજાર રોકડ ભરેલું પાકીટ મળ્યું:જાગૃત નાગરિકે પોલીસને સોંપતા મૂળ માલિકને દસ્તાવેજો સાથે પરત મળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment