Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વનરક્ષક-વનપાલ કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી વિરોધ કર્યો:વાઇલ્ડલાઇફ વીક દરમિયાન પડતર માંગણીઓ માટે સુરેન્દ્રનગરમાં સફાઈ અભિયાન પણ ચલાવ્યું

    2 days ago

    ગુજરાત રાજ્ય વનરક્ષક/વનપાલ કર્મચારી મંડળના આદેશથી રાજ્યભરના વનરક્ષક અને વનપાલ કર્મચારીઓએ વાઇલ્ડલાઇફ વીકની ઉજવણી દરમિયાન કાળી પટ્ટી પહેરી વિરોધ નોંધાવ્યો. તેમણે પોતાની પડતર માંગણીઓ પૂરી કરવા સરકારનું ધ્યાન દોર્યું. આ કાર્યક્રમ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં વન વિભાગના કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી સફાઈ અભિયાન ચલાવ્યું. તેમણે ફરજ બજાવવાની સાથે પ્રતિકાત્મક રીતે વિરોધ કરી સરકારનું ધ્યાન ખેંચ્યું. સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં રાજ્ય યુનિયનના ઉપપ્રમુખ વી.ડી. બોરાણા અને જિલ્લા યુનિયનના પ્રમુખ વી.આર. કાગડીયા સહિત ત્રણેય પાંખના સ્ટાફના કર્મચારીઓ જોડાયા. તેમણે અલગ-અલગ સ્થળોએ સફાઈ સહિતના કાર્યક્રમો કર્યા. કર્મચારી મંડળે જણાવ્યું કે, જો તેમની પડતર માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો રાજ્ય યુનિયન દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ તબક્કાવાર વિરોધ ચાલુ રહેશે. આ વિરોધ દ્વારા પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણનો સંદેશ પણ અપાયો.
    Click here to Read More
    Previous Article
    ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમ પસંદ કરી શકે છે પ્રજ્ઞાન:અગરકરનો કાર્યકાળ સમાપ્ત, નવું નામ નક્કી થયું નથી; આ અઠવાડિયે જાહેરાત શક્ય
    Next Article
    આવતીકાલે રાજકોટનાં રેસકોર્ષમાં ઇતિહાસ રચાશે:1500 છાત્રો 40,000 ચોરસ ફૂટમાં ભારતના નકશાની માનવસાંકળ અને 80 ફૂટ અનાજ-બાંધણીની પ્રાકૃતિક રંગોળી બનાવાશે, ફૂલ, માટી, રેતી, અનાજ-કઠોળ, પાંદડાની રંગોળી સ્પર્ધા યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment