Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસકોર્ષમાં 1500 છાત્રોએ 40,000 ચો.ફૂટમાં ભારતના નકશાની માનવસાંકળ રચી:35થી વધુ સિટી બસો રોકાતાં મુસાફરો હેરાન; સ્કૂલો બંધ થવા મુદ્દે રિવાબાએ જવાબ આપવાનું ટાળ્યું

    17 hours ago

    રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં આજે ઇતિહાસ રચાયો હતો, જેમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વનાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 1500 છાત્રો 40,000 ચોરસ ફૂટ (330 x 300 ફૂટ)ના વિસ્તારમાં ભારતના નકશા જેવા આકારની વિશાળ માનવસાંકળ બનાવી હતી. આ સાથે જ સૌરાષ્ટ્રની આગવી કલા અને સંસ્કૃતિ ઉજાગર કરવા અનાજ તેમજ બાંધણીથી 80 ફૂટના વિશાળ વર્તુળમાં પ્રાકૃતિક રંગોળી તૈયાર કરવામાં આવી છે. જો કે, આ કાર્યક્રમ માટે મનપાનાં 200થી વધુ કર્મચારીઓને જુદી-જુદી જવાબદારી સોંપવામાં આવતા મનપા કચેરી ખાતે આવતા અરજદારોને હાલાકી ભોગવવી પડી હતી. તેમજ 35થી વધુ સિટીબસોમાં 1500 કરતા વધુ અલગ અલગ શાળાનાં બાળકોને અભ્યાસ મૂકીને રેસકોર્સમાં લાવવામાં આવતા તેમનો અભ્યાસ બગાડ્યો હતો. અને સિટીબસોની સેવા ઉપર પણ સામાન્ય અસર પડી હતી. લોકો પ્રાકૃતિક રંગોળી 6-7 ઓક્ટોબરે પણ નિહાળી શકશે આજે “સેવાના રંગ, રાષ્ટ્રને સંગ” થીમ હેઠળ રેસકોર્ષમાં આયોજિત માનવ સાંકળમાં કુલ 1500થી વધુ છાત્રોએ એકસાથે જોડાઈને સ્વચ્છતા, એકતા અને સ્વચ્છ ભારતનો સશક્ત સંદેશ આપ્યો હતો. તેમજ અનાજ, બાંધણી અને સાડીઓથી સજ્જ 80 ફૂટની અનોખી રંગોળી સૌરાષ્ટ્રના સમૃદ્ધ વારસાની ઝલક રજૂ કરી હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી રિવાબા જાડેજા, રાજકોટ મનપાનાં પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. મનપા કચેરીના સમય પહેલાં કાર્યક્રમ પૂરો કર્યોઃ મેયર રાજકોટનાં મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 7 ઓક્ટોબરે 25 વર્ષ પૂર્ણ થવાના અતિ મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી માટે એક ભવ્ય અને વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સવારે 9 વાગ્યે રેસકોર્સ ગ્રાઉન્ડમાં છાત્રો દ્વારા 40,000 ફૂટ જેટલા વિશાળ ગ્રાઉન્ડ વિસ્તારમાં માનવ સાંકળ રચીને ભારતના નકશાનાં આકારની એક અનોખી અને આકર્ષક રંગોળી બનાવવામાં આવી. આ માટે મનપા તંત્રના 200થી વધુ કર્મચારીઓને રોકી લેવાના જવાબમાં બચાવ કરતા મેયરે કહ્યું કે, મનપા કચેરીનો સમય 10:30 વાગ્યાનો છે અને કાર્યક્રમ 10:05 વાગ્યે પૂરો કરવામાં આવ્યો છે. સ્કૂલો બંધ થવા મુદ્દે રિવાબાએ જવાબ આપવાનું ટાળ્યું જોકે આ પછી પણ બાળકોને બસો મારફત શાળાએ પહોંચાડવામાં મનપાનાં 75થી વધુ કર્મચારીઓ 11 વાગ્યા સુધી રોકાયેલા રહેતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજીતરફ અલગ-અલગ શાળાઓનાં 1500 કરતા વધારે બાળકોને રેસકોર્સમાં લાવવામાં આવતા તેમનો અભ્યાસ બગડ્યો હતો. 35થી વધુ સિટિબસો બાળકોને લાવવા અને લઈ જવા માટે મુકવામાં આવતા સિટીબસ સેવાને પણ સામાન્ય અસર પહોંચી હતી. જેનો ભોગ નિયમિત મુસાફરી કરતા મુસાફરો બન્યા હતા. તેમજ સરકારી શાળાઓ બંધ થવા મામલે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું. કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે રંગોળી સ્પર્ધા બીજીતરફ આકાશવાણી ચોક પાસે આવેલા કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યક્તિગત કેટેગરીમાં 104 અને ગ્રુપ કેટેગરીમાં 11 એન્ટ્રી નોંધાઈ છે. આ સ્પર્ધાની ખાસ બાબત એ છે કે, તમામ રંગોળી માત્ર ફૂલ, માટી, રેતી, અનાજ, કઠોળ, બીજ, પાંદડા અને પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને બનાવાઈ રહી છે. રંગોળી જાહેર જનતા માટે પ્રદર્શિત ઉલ્લેખનીય છે કે કે, આ રંગોળીની સ્પર્ધા માટે મનપા દ્વારા જનકલ્યાણકારી યોજનાઓ, પ્રધાનમંત્રીના 25 વર્ષના કાર્યો, રાષ્ટ્રીય પ્રતીકો અને વિકસિત ભારત 2047નું વિઝન - આ ચાર થીમ નક્કી કરવામાં આવી છે. સ્પર્ધામાંથી પસંદ થનારી શ્રેષ્ઠ રંગોળીઓને આવતીકાલે યોજાનાર “સેવા જ્યોતિ યાત્રા”માં પણ પ્રદર્શિત કરવામાં આવનાર છે. આ કૃતિઓ આજરોજ બપોરે 04:00 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જાહેર જનતા માટે પ્રદર્શિત કરાશે.
    Click here to Read More
    Previous Article
    ઉભેલા ટ્રેલર પાછળ બોલેરો ઘૂસતા 6ના મોત:રમરમાટ ગાડી ટકરાતા ટ્રેલર આગળ ધકેલાયું, શખસ ફેંકાયો; ભાવનગર-તળાજા હાઈવે પર કારનો ફૂરચો-વિખરાયેલી લાશો
    Next Article
    ભરૂચના ભોલાવમાં ₹91 લાખના RCC રોડનું ખાતમુહૂર્ત:સ્થાનિકોની લાંબા સમયની રસ્તાની સમસ્યાનો અંત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment