Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના ભોલાવમાં ₹91 લાખના RCC રોડનું ખાતમુહૂર્ત:સ્થાનિકોની લાંબા સમયની રસ્તાની સમસ્યાનો અંત

    15 hours ago

    ભરૂચના ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં ₹91 લાખના ખર્ચે RCC રોડનું ખાતમુહૂર્ત થયું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે થયેલા આ ખાતમુહૂર્તથી સ્થાનિકોની લાંબા સમયથી ચાલી આવતી રસ્તાની સમસ્યાનો અંત આવશે. રાજ્ય સરકારની નોન-પ્લાન ગ્રામીણ રસ્તા યોજના હેઠળ આ રોડ બનશે. રોસ્કો ફ્લેટથી નારાયણ એવન્યુ અને રોસ્કો ફ્લેટથી રંગકુટીર સોસાયટી સુધીના માર્ગોનું RCC રોડમાં નિર્માણ કરાશે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કહ્યું કે, રસ્તાના અભાવે લોકોને મુશ્કેલી પડતી હતી. રાજ્ય સરકારની મંજૂરીથી હવે માર્ગ સુવિધા મળશે. સ્થાનિકોએ રોસ્કોથી જ્યોતિનગર તરફ જતા રસ્તા માટે પણ રજૂઆત કરી. ધારાસભ્યએ જરૂરી મંજૂરી મેળવી રસ્તો બનાવવાની ખાતરી આપી. કાર્યક્રમમાં સરપંચ નિમિષા પરમાર, જિલ્લા પંચાયત સભ્ય ધર્મિષ્ઠા વસાવા, પૂર્વ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિત અનેક આગેવાનો અને સ્થાનિકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રેસકોર્ષમાં 1500 છાત્રોએ 40,000 ચો.ફૂટમાં ભારતના નકશાની માનવસાંકળ રચી:35થી વધુ સિટી બસો રોકાતાં મુસાફરો હેરાન; સ્કૂલો બંધ થવા મુદ્દે રિવાબાએ જવાબ આપવાનું ટાળ્યું
    Next Article
    India's Predicted XI For 1st T20I vs West Indies: Big Vaibhav Sooryavanshi Call On Cards

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment