Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કારખાનામાં ટીસી તોડી 1500 લિટર ઓઇલ ઢોળ્યું:375 કિલો કોપર વાયર ચોરી, અજાણ્યા સામે ગુનો નોંધાયો

    14 hours ago

    મોરબી નજીક નીચી માંડલથી વાંકડા રોડ પર આવેલા પર્લ પ્લાસ્ટિક કારખાનામાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ચોરી કરી છે. ચોરોએ ટીસીમાં નુકસાન પહોંચાડી 1500 લિટર ઓઇલ ઢોળી નાખ્યું હતું અને 375 કિલો કોપર વાયરની ચોરી કરી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. કારખાનેદાર હસમુખભાઈ રતિલાલ કૈલા (ઉંમર 40, રહે. શ્રીકુંજ-2 સોસાયટી, મોરબી) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત 8 એપ્રિલની રાત્રે 12 વાગ્યાથી બીજા દિવસે સવારે 5 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. બેથી વધુ અજાણ્યા શખ્સો કારખાનાની કમ્પાઉન્ડ વોલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા. ચોરોએ સૌપ્રથમ ટીસીમાંથી આશરે 1500 લિટર ઓઇલ ઢોળી નાખ્યું હતું. ત્યારબાદ, બંધ શેડની બારીના સળિયા કાપીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યાંથી જુદી જુદી સાઈઝના કુલ 375 કિલો કોપર વાયરની ચોરી કરવામાં આવી હતી. ચોરી થયેલા કોપર વાયરની કિંમત આશરે ₹1,87,500 અંદાજવામાં આવી છે. આ ઉપરાંત, ટીસીમાં તોડફોડ અને ઓઇલ ઢોળી દેવાના કારણે કારખાનાને આશરે ₹3,00,000નું નુકસાન થયું છે. પોલીસે કારખાનેદારની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને પકડવા માટે જુદી જુદી દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ કચેરીમાં કૌભાંડ: બે કરાર આધારિત કર્મચારીઓ છૂટા:રૂ. 2.79 કરોડના કૌભાંડમાં આણંદ-અરવલ્લી શિક્ષણ વિભાગની કાર્યવાહી
    Next Article
    સાવધાન! પનીરના નામે પીરસાઈ રહ્યું છે 'ઝેર':એપ્રિલ મહિનામાં ફૂડ વિભાગના દરોડામાં 12 એકમ સીલ, ₹11.61 લાખનો દંડ અને હજારો કિલો અખાદ્ય જથ્થાનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment