Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવધાન! પનીરના નામે પીરસાઈ રહ્યું છે 'ઝેર':એપ્રિલ મહિનામાં ફૂડ વિભાગના દરોડામાં 12 એકમ સીલ, ₹11.61 લાખનો દંડ અને હજારો કિલો અખાદ્ય જથ્થાનો નાશ

    13 hours ago

    શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા અને આરોગ્ય સાથે ચેડાં કરતા હોટલ-રેસ્ટોરન્ટ્સ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. એપ્રિલ 2026 દરમિયાન હાથ ધરવામાં આવેલા આ અભિયાનમાં ખાસ કરીને પનીરના નામે 'પનીર એનાલોગ' (નકલી પનીર) વેચતા અને કિચનમાં અત્યંત ગંદકી રાખતા કુલ 12 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. એપ્રિલમાં 1 હજાર કિલો અને 1148 લીટર અખાદ્ય જથ્થો સીઝ ફૂડ વિભાગના અધિકારી ડો. તેજસ શાહના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનામાં કુલ 2153 એકમોમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ખાદ્ય પદાર્થોના 933 નમૂના લેવાયા હતા, જેમાંથી 40 નમૂના અપ્રમાણિત (ફેઈલ) જાહેર થયા છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા 498 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે અને કુલ ₹11.61 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ સાથે જ 1015 કિલોગ્રામ અને 1148 લીટર જેટલા અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સીલ કરાયેલા મુખ્ય એકમો ભૈરવનાથ પંજાબી તડકા (વસ્ત્રાલ): પનીર એનાલોગનો ઉપયોગ અને લાયસન્સનો અભાવ આરપીસ પિઝેરિયા (નવરંગપુરા): ડીપફ્રીઝમાં જીવતી અને મૃત જીવાતો મળી આવી બારબિક્યુ વર્લ્ડ (આંબાવાડી): ફ્રીજમાં જીવતી જીવાત અને અસ્વચ્છતા પંજાબ દી મહેક (નવરંગપુરા): ધંધાના સ્થળે જીવડાં મળી આવ્યા વ્રજ ડેરી (નાના ચિલોડા): એનાલોગનું ઉત્પાદન કરી પનીર તરીકે વેચાણ કરતા પકડાયા જલારામ પરોઠા હાઉસ (સૈજપુર અને ગોતા): લાયસન્સ વગર અને અસ્વચ્છ હાલતમાં પનીર એનાલોગનો ઉપયોગ
    Click here to Read More
    Previous Article
    મોરબી કારખાનામાં ટીસી તોડી 1500 લિટર ઓઇલ ઢોળ્યું:375 કિલો કોપર વાયર ચોરી, અજાણ્યા સામે ગુનો નોંધાયો
    Next Article
    પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત: પંચમહાલમાં ઉજવણી:કાર્યકરોએ ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment