Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ કચેરીમાં કૌભાંડ: બે કરાર આધારિત કર્મચારીઓ છૂટા:રૂ. 2.79 કરોડના કૌભાંડમાં આણંદ-અરવલ્લી શિક્ષણ વિભાગની કાર્યવાહી

    2 days ago

    પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ કચેરીમાં રૂ. પોણા ત્રણ કરોડના કૌભાંડ મામલે આણંદ અને અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા બે કરાર આધારિત કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગના સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કચેરી સામે આવેલા રૂ. 2.79 કરોડના ચર્ચિત કૌભાંડ મામલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, ગાંધીનગરના આદેશ અનુસાર, આણંદ અને અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કરાર આધારિત બંને કૌભાંડીઓને તાત્કાલિક અસરથી ફરજમાંથી છૂટા કરવામાં આવ્યા છે. આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરાર આધારિત મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર નિતિન જે. પટેલને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે. જ્યારે અરવલ્લી જિલ્લાના સમગ્ર શિક્ષા વિભાગની હિસાબી શાખામાં ફરજ બજાવતા પૃજળકુમાર રમેશચંદ્ર જોષીને પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાના સમગ્ર શિક્ષા વિભાગના તત્કાલીન કરાર આધારિત હિસાબી અધિકારી પૃજળકુમાર રમેશચંદ્ર જોષી અને મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર નિતિન જે. પટેલે અન્ય ચાર એજન્સીઓ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. આરોપીઓએ સરકારી ધારા-ધોરણોનું ઉલ્લંઘન કરીને ખરીદી પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર બનાવટી બિલ તૈયાર કર્યા હતા અને તેને સાચા ગણાવી સરકારની ગ્રાન્ટમાંથી કરોડો રૂપિયાનું ચૂકવણું કર્યું હતું. વર્ષ 2024-25 અને 2025-26 દરમિયાન આ ષડયંત્ર રચીને કુલ રૂ. 2,79,59,816/- (અંકે રૂપિયા બે કરોડ ઓગણએંસી લાખ ઓગણસાઠ હજાર આઠસો સોળ પૂરા) ની ઉચાપત કરવામાં આવી છે. સરકારી ગ્રાન્ટમાંથી સાધનો પૂરા પાડ્યા વિના ગેરકાયદેસર ચૂકવણું મેળવનાર એજન્સીઓમાં જે.એસ. કોમ્પ્યુટર, ગોધરા; શ્રી રામ એન્ટરપ્રાઈઝ, રાજકોટ; વેદીકા એન્ટરપ્રાઈઝ, રાજકોટ; અને અક્ષર સેફટી પ્રોડક્ટસ, રાજકોટના માલિકોનો સમાવેશ થાય છે. સમગ્ર મામલે આર્થિક લાભ મેળવવાના બદઈરાદાથી ગુનાહિત ષડયંત્ર રચવા બદલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: બંગાળમાં 83 વર્ષે હિન્દુ પોલિટિક્સ:મોદી-શાહનું 'મિશન ઇસ્ટ' આ રીતે પાર પડ્યું, તમિલનાડુમાં 6 દાયકા પછી મોટો અપસેટ, કૉંગ્રેસનો છેલ્લો ગઢ કેરલમ
    Next Article
    મોરબી કારખાનામાં ટીસી તોડી 1500 લિટર ઓઇલ ઢોળ્યું:375 કિલો કોપર વાયર ચોરી, અજાણ્યા સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment