Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોઢ ફૂટનો છરો હાથની આરપાર ભોંકી ભરબપોરે લૂંટ ચલાવી:મહેસાણાના ખેરવામાં ચોકમાં જ વેપારીની આંખમાં મરચું નાખી રૂ 1.50 લાખ અને 10 તોલા સોનાના દાગીના લૂંટ્યા

    1 day ago

    મહેસાણા તાલુકાના ખેરવા ગામે ભરબપોરે 1.50 લાખ અને 10 તોલા સોનાની સનસનાટીભરી લૂંટ થઈ છે. ભરબપોરે બનેલી આ હિંસક લૂંટની ઘટનાની જાણ થતાં જ મહેસાણા તાલુકા પોલીસ અને એલ.સી.બી. સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ખેરવા ગામની ઓઝોન સોસાયટીમાં રહેતા અને લાતી ચલાવતા રમેશભાઈ પટેલ નામના આધેડ બપોરે આશરે 2 વાગ્યાના અરસામાં ખેરવા કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડમાંથી 10 તોલા સોનાના દાગીના અને દોઢ લાખ રૂપિયાની રોકડ રકમ એક બેગમાં મૂકીને પોતાના બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા. બેંકથી માંડ 300 મીટર દૂર ગામના ચોકની એક ગલીમાં અગાઉથી ટાંપીને બેઠેલા 4 જેટલા લૂંટારુઓ બાઇક અને મોપેડ પર ધસી આવ્યા હતા. દોઢ ફૂટનો છરો હાથની આરપા નીકળી ગયો લૂંટરાઓએ સૌથી પહેલાં રમેશભાઈની આંખોમાં મરચાની ભૂકી નાખી દીધી હતી અને પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતાં તેમના હાથમાં છરો ભોંકી દીધો હતો. હુમલો એટલો ઘાતકી હતો કે દોઢ ફૂટનો છરો તેના હાથની આરપાર નીકળી ગયો હતો.લૂંટારુઓ ક્ષણભરમાં દાગીના અને રોકડ ભરેલી બેગ ઝૂંટવીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. વેપારી લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા ત્યાર બાદ ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઈ હિંમતભેર બાઇક ચલાવીને ગલીમાંથી મુખ્ય રોડ પર આવ્યા હતા, જ્યાં તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આ દ્રશ્યો જોઈને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા અને રમેશભાઈને ખાનગી વાહનમાં બેસાડી સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક નાકાબંધી કરીને ગુનેગારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ પોલીસે ક્રેડિટ સોસાયટી તેમજ ગામના અન્ય વ્યૂહાત્મક સ્થળોએ લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવીને અજાણ્યા લૂંટારુઓનું પગેરું દબાવવા માટે સઘન તપાસ શરૂ કરી છે. લૂંટારાઓએ સીધું મરચું જ નાખ્યું હતું: વેપારી આ અંગે લૂંટનો ભોગ બનેલા રમેશભાઈ પટેલે જણાવ્યું કે, હું ઘરેથી ક્રેડિટ બેંકમાં ગયો હતો. જ્યાં લોકરમાં રાખેલા 10 તોલા દાગીના અને દોઢ લાખ રૂપિયા રોકડ લઈને નીકળ્યો હતો. ત્યાર બાદ ત્યાંથી સીધો આવી રહ્યો હતો ત્યારે ગલીના નાકા ઉપર જ સામેથી આવીને લૂંટારાઓએ સીધું મરચું જ નાખ્યું હતું. ત્યાર પછી મારી તેની સાથે ઝપાઝપી થઈ હતી. આ ઝપાઝપી દરમિયાન લૂંટારાઓએ મને ચપ્પુ મારી દીધું હતું. વેપારી ઓ બળદેવભાઈ! ઓ બળદેવભાઈની બૂમો પાડતા હતા: મદદ કરનાર વેપારી ગામના ચોકમાં હાર્ડવેરની દુકાન ચલાવતા અને ભોગ બનનારની મદદ કરતા બળદેવભાઈ પટેલે જણાવ્યું કે બપોરે 2 થી 2:15નો ગાળો હશે. હું દુકાને જ બેઠો હતો અને મારા કસ્ટમર પણ બહાર ઊભા હતા. રમેશભાઈ સાથે જ્યાં ઘટના બની એની સામે ગાયત્રી હોસ્પિટલ છે, એ આવીને ત્યાં આડા થઈ ગયેલા હતા. ભોગબનનાર મારા કસ્ટમર હોવાથી મને સારી રીતે ઓળખતા હતા. એ ત્યાંથી જોરથી બૂમ પાડતા હતા, "ઓ બળદેવભાઈ! ઓ બળદેવભાઈ!" હું મારા કામમાં હતો પણ ચોથી બૂમે મેં એમને સાંભળ્યા હતા. ‘મને પહેલા એમ લાગ્યું કે, એટેક આવ્યો હશે’ બળદેવભાઈએ આગળ કહ્યું કે, મને લાગ્યું કે આ કોઈક બૂમ પાડે છે. એટલે મેં દુકાનની ખુરશી પરથી ઊભો થઈને જોયું, તો પહેલા રમેશભાઈ હતા અને એ આડા થઈ ગયેલા. મારા મનમાં એમ કે એમને એટેક આવ્યો હશે, એક્ચ્યુલી પરિસ્થિતિની મને કોઈ ખબર નહોતી. જ્યારે ત્યાં જઈને જોયું ત્યારે મને ખબર પડી કે આ તો કોઈ લૂંટનો બનાવ બનેલો છે. એમને હાથમાં ખંજર મારેલું હતું કોઈકે આંખોમાં મરચાનો પાવડર ભૂકી નાખેલી હતી, એટલે બેભાન જેવી અવસ્થામાં હતા. પછી અમે એમની આંખોમાં પાણી છાંટ્યું, એટલે એ થોડા રિલેક્સ થયા અને ગાડી બોલાવીને હોસ્પિટલ ભેગા કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કામ ન મળતા 18 વર્ષીય શ્રમિક યુવકનો આપઘાત:રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ટેમ્પો સાથે સ્કૂટર અથડાતા પુત્રની નજર સામે પિતાનું મોત
    Next Article
    રાજકોટમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો:શરદી, તાવ અને ઝાડા-ઉલ્ટીનાં 2133 કેસ, ટાઇફોઇડ-કમળાના કેસો દેખાતા તંત્ર સતર્ક; મચ્છર ઉત્પત્તિ બદલ 376 આસામીઓને નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment