Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો:શરદી, તાવ અને ઝાડા-ઉલ્ટીનાં 2133 કેસ, ટાઇફોઇડ-કમળાના કેસો દેખાતા તંત્ર સતર્ક; મચ્છર ઉત્પત્તિ બદલ 376 આસામીઓને નોટિસ

    1 day ago

    રાજકોટમાં વરસાદ ગાયબ થતાં જ આકરા તડકા અને બફારા સાથે મિશ્ર ઋતુની શરૂઆત થઈ છે, જેના કારણે રોગચાળો વકર્યો છે. અને લાંબા સમય બાદ સાપ્તાહિક કેસોનો આંકડો 2000ને વટાવીને 2133 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર, શહેરમાં શરદી-ઉધરસના 932, સામાન્ય તાવના 906 અને ઝાડા-ઉલ્ટીના 292 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, ચિંતાજનક રીતે ટાઇફોઇડનો 1 અને કમળાના 2 કેસ પણ સામે આવ્યા છે. સામે પક્ષે, મનપાના આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાને ડામવા માટે સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. પાણીજન્ય રોગો અટકાવવા માટે ગત સપ્તાહમાં શહેરમાં 2074 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ મચ્છરજન્ય રોગચાળા પર કાબૂ મેળવવા માટે 34578 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 140 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં મચ્છરોની ઉત્પત્તિ જણાતા તંત્ર દ્વારા કુલ 376 આસામીઓને નોટિસ ફટકારી અને વહીવટી ચાર્જ વસૂલવાની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. મનપા સંચાલિત કોમ્યુનિટી હોલના બુકિંગ શરૂ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, કોઠારીયા રોડનું નવનિર્માણ થતા યુનિટ-1 (નોન એસી) અને યુનિટ-2 (એસી)નુ તેમજ અવંતિબાઈ લોધી ભવન કોમ્યુનિટી હોલ વિજય પ્લોટ ખાતે રીનોવેશન કામ પૂર્ણ થતા લોકોના સુખાકારી માટે આજથી કોમ્યુનિટી હોલનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ કોમ્યુનિટી હોલ લગ્ન પ્રસંગ માટે બુકિંગની તારીખથી વધુમાં વધુ 180 દિવસ અગાઉ કરી શકાશે. જયારે અન્ય તમામ પ્રસંગો-કાર્યક્રમો માટે બુકિંગની તારીખથી વધુમાં વધુ 90 દિવસ અગાઉ કરી શકાશે. કોમ્યુનિટી હોલનું બુકિંગ ઓન-લાઇન અથવા મનપાનાં એસ્ટેટ વિભાગ ખાતે રૂબરૂ આવીને નિયત નમુનાનાં ફોર્મની સંપુર્ણ વિગતો ભરીને કરી શકાશે. શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા 100થી વધુ દાવેદારીઓ નોંધાઈ રાજકોટ મહાપાલિકામાં નવી ચૂંટાયેલી બોડીએ 28-5ના રોજ ચાર્જ સંભાળ્યા બાદ પેટા સમિતિના ચેરમેનોની નિમણુંક થઈ ચૂકી છે, પરંતુ શિક્ષણ સમિતિની પુનઃરચના માટે પ્રદેશ નેતાગીરી કોઈ ઉતાવળમાં નથી. 100થી વધુ પ્રાથમિક શાળાઓનું સંચાલન કરતી આ સમિતિમાં સભ્ય બનવા માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. અત્યાર સુધીમાં 100થી વધુ આગેવાનોએ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ સમિતિ ચેરમેનની ટર્મ સૌથી લાંબી 6 વર્ષની હોય છે. શિક્ષણ સમિતિના કુલ 15 સભ્યોમાંથી 3 સભ્યોની નિમણુંક રાજ્ય સરકાર કરે છે, જ્યારે બાકીના 12 સભ્યોની નિયુક્તિ ટૂંક સમયમાં જાહેર થનારી માર્ગદર્શિકાના આધારે થશે. આ 12 બેઠકોમાંથી 1 બેઠક SC-ST માટે, 3 બેઠકો શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અને 8 બેઠકો સામાન્ય વર્ગ માટે છે. એક સભ્યપદ માટે ઓછામાં ઓછા 6 કોર્પોરેટરોનું સંખ્યાબળ જરૂરી છે. હાલ મનપામાં ભાજપ પાસે 65 અને કોંગ્રેસ પાસે 7 સભ્યો હોવાથી, આ વખતે કોંગ્રેસને 1 બેઠક મળી શકે છે. ભાજપ દ્વારા સભ્યપદ માટે શૈક્ષણિક લાયકાતને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવાર ઓછામાં ઓછો ગ્રેજ્યુએટ હોવો જોઈએ, તેમજ 45 વર્ષની ઉંમર મર્યાદા, સંગઠનમાં અગાઉ કોઈ હોદ્દો ન મળ્યો હોય અને કોઈ ચૂંટણી ન લડ્યા હોય તેવા કાર્યકરોને સ્થાન મળી શકે છે. નવી શિક્ષણ સમિતિની રચના ઓગસ્ટ મહિના સુધી લંબાય તેવી શક્યતા છે. સિવિલ હોસ્પિટલમાં 78ને સ્ટાફ નર્સમાંથી હેડનર્સનું પ્રમોશન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 78 નર્સ-બ્રધર્સને સ્ટાફ નર્સમાંથી હેડ નર્સ તરીકે પ્રમોશન મળતા નર્સિંગ કર્મચારીઓ દ્વારા એક ખાસ અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નિરવ દુધરેજીયા તથા પ્રકાશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ટીએનએઆઈ લોકલ યુનિટ રાજકોટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. સમારોહ દરમિયાન મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મોનાલી માકડિયા, નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ પ્રકાશ પ્રજાપતિ તેમજ નિરવ દુધરેજીયાએ પ્રમોશન મેળવનાર તમામ હેડનર્સને નેમ પ્લેટ લગાવીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. મોનાલી માકડિયાએ જણાવ્યું હતું કે, નર્સિંગ વ્યવસાય માત્ર નોકરી નથી પરંતુ માનવસેવાનું પવિત્ર કાર્ય છે. તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી કે નવી જવાબદારી સાથે તમામ કર્મચારીઓ દર્દી કેન્દ્રિત, ગુણવત્તાસભર અને સંવેદનશીલ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવશે. નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ પ્રકાશ પ્રજાપતિ અને નિરવ દુધરેજીયાએ પણ હોસ્પિટલની સેવાઓમાં હેડ નર્સોની ભૂમિકાને મહત્વની ગણાવી ટીમવર્ક, શિસ્ત અને દર્દી કલ્યાણને પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    દોઢ ફૂટનો છરો હાથની આરપાર ભોંકી ભરબપોરે લૂંટ ચલાવી:મહેસાણાના ખેરવામાં ચોકમાં જ વેપારીની આંખમાં મરચું નાખી રૂ 1.50 લાખ અને 10 તોલા સોનાના દાગીના લૂંટ્યા
    Next Article
    Surbhi Jyoti Reveals Baby Girl's Name And It Has A Qubool Hai Connection

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment