Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં બાકી વેરા વસૂલાત તેજ:15 દિવસમાં ₹2.26 કરોડની આવક, 44 મિલકતો સીલ કરાઈ

    6 days ago

    વાપી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત નોટિસ આપવા અને મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે મિલકતધારકોમાં વેરો ભરવા અંગે જાગૃતિ જોવા મળી રહી છે. માર્ચ મહિનાના પ્રથમ 15 દિવસમાં 3512 મિલકતધારકોએ પોતાનો બાકી વેરો ભરી દીધો છે, જેનાથી મહાનગરપાલિકાને ₹2.26 કરોડની આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, આગામી 1 એપ્રિલથી બાકી વેરાની તમામ રકમ પર 12% વ્યાજ લાગુ પડશે. અત્યાર સુધીમાં, 2025-26 ના કુલ 41 કરોડની વસૂલાત થઈ ચૂકી છે. ઘરવેરા વિભાગની ટીમોએ વિવિધ વિસ્તારોમાં સર્વે કરીને વર્ષોથી વેરો ન ભરતા બાકીદારોની રહેણાંક મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરી છે. ડુંગરામાં શાંતિ એન્કલેવના 18 ફ્લેટ, સાઈકૃપા એપાર્ટમેન્ટના 8 ફ્લેટ, સાગર સંગીતાના 12 ફ્લેટ, વાપીમાં એકતા રોયલના 2 ફ્લેટ અને ચલામાં હિન્દુસ્તાન લીવર સોસાયટીના 4 બંગલા સહિત કુલ 44 રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, છાંગુર ચૌહાણની ચાલીની 13 રૂમ, મંજુલાબેનની 5 રૂમ અને આદીતનાથ યાદવની 7 રૂમ સહિત કુલ 52 રૂમોને તાળા મારીને ₹3.20લાખની વસૂલાત કરવામાં આવી હતી. હાલમાં બાકી રહેલા કરદાતાઓ સામે કાર્યવાહી ચાલુ છે. જે કરદાતાઓ છેલ્લી નોટિસ મળ્યા બાદ પણ વેરો ભરશે નહીં, તેમની મિલકતોની જપ્તી બાદ હવે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની ટીમ દરેક વિસ્તારમાં સક્રિય છે અને બાકીદારો સામેની આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ તેજ બનશે. મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા એક યાદીમાં જણાવાયું છે કે, મિલકતધારકોએ વ્યાજ, દંડ અને સીલીંગ જેવી કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે સમયસર પોતાનો બાકી વેરો ભરી દેવો જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ‘ગુજરાતી હિન્દુ ચરમપંથી, મોદી-શાહ-CM પટેલ’:કચ્છના બંદરે LPG ટેન્કર્સ મિસાઇલ હુમલો; વિધાનસભા-અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાનો ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો ધમકીભર્યો મેઇલ
    Next Article
    'ગુજરાત બોલેગા ખાલિસ્તાન, મોદી-શાહ-CM પટેલ-ગુજરાતી હિન્દુ ચરમપંથી':બોર્ડના છેલ્લા પેપર વચ્ચે શહેરની ઝેબર-ઝાયડસ સહિતની સ્કૂલોને ઉડાવી દેવા ધમકી ભર્યો મેલ, વાલીઓ દોડી આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment