Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ગુજરાતી હિન્દુ ચરમપંથી, મોદી-શાહ-CM પટેલ’:કચ્છના બંદરે LPG ટેન્કર્સ મિસાઇલ હુમલો; વિધાનસભા-અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાનો ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો ધમકીભર્યો મેઇલ

    6 days ago

    ગુજરાત વિધાનસભાને આજે(18 માર્ચ) બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ધમકીભર્યો મેઇલ મળતાં જ પોલીસ, બોમ્બ-ડોગ સ્કવોડ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ધારાસભ્યો-મંત્રીઓને ગૃહની બહાર કઢાયા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. બાદમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા વિધાનસભા ગૃહની કામગીરી 9 વાગ્યાની જગ્યાએ 10 વાગ્યે શરૂ કરાઈ હતી. આ દરમિયાન બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે અમદાવાદની શાળાઓને પણ બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેઇલ મળતા પોલીસ દોડતી થઈ છે. ઉલ્લેખનીય છે કે 16 ફેબ્રુઆરી, 2026થી શરૂ થયેલું બજેટ સત્ર 23 દિવસ એટલે કે 25 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રની 26 બેઠક યોજાશે. ગઇકાલે UCC વિધેયક ગૃહમાં લાવવા અંગે કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થઈ હતી અને કયા દિવસે ગૃહમાં રજૂ કરવું તે મુદ્દે વિચારણા કરવામાં આવી. જેમાં 25 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા અને અમદાવાદની સ્કૂલોને ખાલિસ્તાની કટ્ટરપંથીઓનો પંજાબી ભાષામાં ધમકીભર્યો મેઇલ મળ્યો છે. જેમાં લખ્યું છે કે ગુજરાતી હિન્દુ ચરમપંથી, મોદી-શાહ-CM પટેલ. કચ્છના બંદરે LPG ટેન્કર્સ મિસાઇલ હુમલો કરીશું.
    Click here to Read More
    Previous Article
    ઈન્દોરમાં EV ચાર્જિંગથી આગનો વીડિયો સામે આવ્યો:આઠ લોકોના મોત, 4 ગંભીર, વીજળી ગુલ થતા ઘરનો ઈલેક્ટ્રોનિક લોક ન ખૂલ્યો
    Next Article
    વાપીમાં બાકી વેરા વસૂલાત તેજ:15 દિવસમાં ₹2.26 કરોડની આવક, 44 મિલકતો સીલ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment