Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજયનગરના સરોલીમાંથી 15 કિલોથી વધુ ગાંજો જપ્ત:એક વ્યક્તિની NDPS એક્ટ હેઠળ ધરપકડ

    5 days ago

    સાબરકાંઠા SOG એ વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સરોલી ગામમાંથી 15 કિલોથી વધુ ગાંજા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી બાતમીના આધારે કરવામાં આવી હતી. વિજયનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. SOG ટીમે સરોલી ગામના એક ખેતરમાંથી 15.580 કિલોગ્રામ વજનના ગાંજાના 10 છોડ જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા ગાંજાની બજાર કિંમત આશરે 7.79 લાખ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે ઉનાજી ખરાડી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ગાંજા ઉપરાંત, પોલીસે બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે, જેની સાથે કુલ 7.81 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ઉનાજી ખરાડી વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આંબાચોકમાં ડીજે સ્પીકર મૂકવા બાબતે બે પક્ષો વચ્ચે ધીંગાણું:રસ્તા પર સામસામે ઢીકાપાટુની મારામારી, 7 શખસો સામે ગુનો દાખલ
    Next Article
    હિંમતનગર બાયપાસ પર હિટ એન્ડ રન:ફરજ પરના પોલીસકર્મીને ગંભીર ઈજા, ખાનગી હોસ્પિટલમાં દાખલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment