Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર બાયપાસ પર હિટ એન્ડ રન:ફરજ પરના પોલીસકર્મીને ગંભીર ઈજા, ખાનગી હોસ્પિટલમાં દાખલ

    5 दिन पहले

    હિંમતનગરના બાયપાસ રોડ પર બુધવારે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. ફરજ પર જઈ રહેલા એક પોલીસ કોન્સ્ટેબલને અજાણી કારે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગર જીઆરપી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ ગમાર બાયપાસ રોડ પરના ટોલટેક્સ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂરપાટ ઝડપે આવતી એક કારે તેમની બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અરવિંદભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત અરવિંદભાઈને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને હિંમતનગરની પ્લુટો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે બી-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરીને કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીઆરપી પોલીસે સીસીટીવી તપાસ કરીને અકસ્માત કરનાર કારને હિંમતનગર બી-ડિવિઝન પોલીસને સોંપી હતી. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઈજાગ્રસ્ત પોલીસકર્મીની પત્નીની ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વિજયનગરના સરોલીમાંથી 15 કિલોથી વધુ ગાંજો જપ્ત:એક વ્યક્તિની NDPS એક્ટ હેઠળ ધરપકડ
    Next Article
    વઘઈમાં દિશા કમિટીની બેઠક યોજાઈ:સાંસદ ધવલ પટેલની અધ્યક્ષતામાં વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment