Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 મનપામાં ભાજપની જીત, રસ્તા પરનો વિરોધ EVMમાં ન દેખાયો:કોંગ્રેસના 'રેસના ઘોડા' ન દોડ્યા, અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં ઔવેસીને જાકારો

    1 day ago

    ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ભાજપનો ગઢ સલામત રહ્યો છે અને વધુ મજબૂત બન્યો છે. શહેરી વિસ્તારની તમામ 15 મનપા પર ભાજપનું કમળ ખીલ્યું છે. 15 મનપામાં વિપક્ષે નામ માત્રની બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. ચૂંટણી પહેલા રસ્તા પર ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો જે પરિણામ પરથી લાગે છે કે EVM સુધી નથી પહોંચ્યો. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરતમાં તો રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર RJ આભા અને રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાએ હારનો હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના ખાડિયામાં ભાજપની કારમી હાર અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપના ગઢ સમાન ખાડિયા વોર્ડમાં કોંગ્રેસની જીત થઈ છે. ભાજપના ચારેય ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખાડિયાના રહીશોએ વ્યથા ઠાલવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) અમદાવાદ મનપામાં 4 વાગ્યા સુધીમાં જાહેર થયેલા વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી અન્ય 14 મહાનગરપાલિકામાં વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો સુરત, રાજકોટ , વાપી, મોરબી, પોરબંદર, નવસારી, નડિયાદ, મહેસાણા 15 મનપામાં સરેરાશ 55 ટકા મતદાન, સૌથી વધુ વાપીમાં 72.29 ટકા આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણી SIR (સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન)ની કામગીરી અને 27 ટકા ઓબીસી અનામત બાદ યોજાઈ છે. SIRના કારણે મતદાનમાં વધારો થવાનો જે અંદાજ હતો તે થયો નથી. તો બીજી તરફ અલગ અલગ કારણોસર 49 લાખથી વધુ મતદારો મતદાન કરવા બહાર આવ્યા જ નહીં. વાપી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ છે જ્યાં સૌથી વધુ 72.29 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકામાં સૌથી ઓછું 46.03 ટકા મતદાન નોંધાયું છે. આ સમાચાર પણ વાંચોઃ આજે સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ
    Click here to Read More
    Previous Article
    સાંસદ સ્વાતિ માલીવાલ પણ ભાજપમાં જોડાયા:કહ્યું- કેજરીવાલ ડ્રામા કરી રહ્યા છે, પંજાબ AAPમાં ભંગાણ રોકવા તમામ ધારાસભ્યોને જલંધર બોલાવવામાં આવ્યા
    Next Article
    પૂર, ખાડા, પાણીનો કકળાટ જેવા મુદ્દા ન ચાલ્યા:કોંગ્રેસની ગત ટર્મ કરતા એક બેઠક ઘટી, વોર્ડ-1માં કોંગ્રેસની તો વોર્ડ 14 અને 15માં ભાજપની પેનલ તૂટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment