Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર, ખાડા, પાણીનો કકળાટ જેવા મુદ્દા ન ચાલ્યા:કોંગ્રેસની ગત ટર્મ કરતા એક બેઠક ઘટી, વોર્ડ-1માં કોંગ્રેસની તો વોર્ડ 14 અને 15માં ભાજપની પેનલ તૂટી

    10 hours ago

    વડોદરા મહાનગરપાલિકામાં ભાજપે પોતાની બેઠકો જાળવી રાખી છે અને જંગી બહુમતી સાથે સત્તા મેળવી છે. ભાજપે પોતાની ગત ટર્મ જેટલી 69 બેઠકો યથાવત રાખી છે. તો કોંગ્રેસે એક બેઠક ગુમાવી છે. પાલિકામાં વોર્ડ 1માં એક અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. સ્થાનિક સમસ્યા અને વિરોધનો કોંગ્રેસ ફાયદો ન ઉઠાવી શકી શહેરમાં ચૂંટણી પહેલા સ્થાનિક સમસ્યાઓ અંગે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિવિધ વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો ભારે વિરોધ જોવા મળ્યો હતો. જો કે કોંગ્રેસને એમ લાગતું હતું કે, સ્થાનિક સમસ્યાઓ અંગે લોકો ભાજપને મત નહીં આપે અને તેની ફાયદો કોંગ્રેસને થશે. જો કે મતદારોનો મિજાજ પુનઃ એક વખત સ્થાનિક સમસ્યાઓ નહી પરંતુ રાષ્ટ્રીય નેતાગીરીને ધ્યાને રાખીને જ ભાજપ તરફ રહ્યો હોવાનું સ્પષ્ટ જણાયું હતું. કોંગ્રેસે ચૂંટણી પહેલા પૂર, ખાડાઓ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ ઉછળ્યા હતા અને લોકો સમક્ષ ગયા હતા. જો કે મતદારોએ આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખ્યા ન હતા અને ભાજપની તરફેણમાં જ મતદાન કર્યું હતું. વોર્ડ-1માં કોંગ્રેસને હરીશ પટેલની ટિકિટ કાપવી ભારે પડી વોર્ડ 1માં છેલ્લી બે ટર્મથી કોંગ્રેસની આખી પેનલ જીતતી હતી. જો કે આ વખતે કોંગ્રેસે હરીશ પટેલની ટિકિટ કાપી પૂર્વ વિપક્ષી નેતા અમી રાવતને ટિકિટ આપી હતી. જેના પગલે હરીશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. હરીશ પટેલ વોર્ડ 1માં આવેલા છાણી ગામના સ્થાનિક ઉમેદવાર છે જેથી આખું ગામ તેમના સમર્થનમાં જોવા મળ્યું હતું. જેના કારણે તેઓ અપક્ષમાંથી જીતી ગયા હતા. તો સામે કોંગ્રેસના એક જ ઉમેદવાર જીત્યા હતા. અને કોંગ્રેસના ગઢમાં બે ટર્મ બાદ ભાજપે વોર્ડ 1માં બે બેઠક મેળવી હતી. વોર્ડ-15માં આશિષ જોષીનો ભવ્ય વિજય વોર્ડ 15માં ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ કોંગ્રેસમાં જોડાયેલા આશિષ જોષી કોંગ્રેસ તરફથી ઉમેદવાર હતા. તેઓ હરણી બોટ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને ન્યાય અપાવવા સતત લડત આપી રહ્યા હતા. જેઓને હરણી બોટ દુર્ઘટનાના પીડિતોની સાંત્વના ફળી હતી. તેઓની પેનલ પૈકી માત્ર તેઓનો જ વિજય થયો હતો. બાકીના 3 ઉમેદવાર ભાજપના જીત્યા છે. માસ્કમેનનો ભાજપના ઉમેદવારો સામેનો વિરોધ ન ચાલ્યો વોર્ડ 10માં ભાજપના ઉમેદવારો અવની સ્ટેમ્પવાલા અને નીતિન દોંગા સામે માસ્કમેન વિરોધમાં પડ્યો હતો. માસ્કમેને આ બંને ઉમેદવારો વિરુધ્ધ ભારે પ્રચાર કર્યો હતો જો કે આ અપપ્રચાર પણ કામ લાગ્યો ન હતો અને આ વોર્ડમાં ભાજપની આખે આખી પેનલ વિજેતા બની હતી. તો વોર્ડ 8માં સ્વેજલ વ્યાસ કે જેઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી તેઓનો સોશિયલ મીડિયા ઉપરનો પ્રચાર અને લોકપ્રિયતા ચાલી ન હતી. તેઓને 15,000 જેટલા મત મળ્યા હતા પરંતુ તે જીતમાં પરિણમ્યા ન હતા. મધુ શ્રીવાસ્તવની એક દીકરી જીતી, એક હારી ચૂંટણી જંગમાં વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની બે દીકરીઓ નીલમ અને દીપાએ ઝંપલાવ્યું હતું. જો કે આ પૈકી વોર્ડ 14માં દીપા શ્રીવાસ્તવ જીતી ગયા હતા તો વોર્ડ 15માં નીલમ નિગમની હાર થઈ હતી. જીત બાદ દીપા શ્રીવાસ્તવ ભાવુક થઈ ગઈ હતી અને તેને કહ્યું હતું કે, મારા કાકા ચંદ્રકાંત શ્રીવાસ્તવના આશીર્વાદ ફળ્યા છે અને અમે હવે પ્રજા જે સુવિધાઓથી વંચિત રહી છે તેના માટે લડીશું. લોકો માટે કામ કરતા હતા અને કરતા રહીશું. કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ સતત 9મી વખત ચૂંટાયા કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વધુ એક વખત વિજેતા બન્યા છે. તેઓની આ 9મી ટર્મ છે. 1987 થી તેઓ સતત મહાનગરપાલિકાના કાઉન્સિલર બની રહ્યા છે. તેઓના વિસ્તારના મતદારોએ વધુ એક વખત તેઓ ઉપર વિશ્વાસ મૂક્યો છે. તેઓના વોર્ડમાં બે કોંગ્રેસના ઉમેદવાર તો બે ભાજપના ઉમેદવાર વિજેતા બન્યા હતા. ચંદ્રકાંત શ્રીવાસ્તવના વોર્ડમાં સતત તેઓના વોર્ડના ભાગલા પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે છતાં તેઓની કામગીરીને જોઈ મતદારોએ વધુ એક વખત તેઓ ઉપર વિશ્વાસ મૂક્યો છે. તો સામે વોર્ડ 13માં પાછલી બે ટર્મથી જીતતા બાળુ સુર્વેને લોકોએ જાકારો આપ્યો છે. તેઓની સાથે આખી પેનલની હાર થઈ છે.
    Click here to Read More
    Previous Article
    15 મનપામાં ભાજપની જીત, રસ્તા પરનો વિરોધ EVMમાં ન દેખાયો:કોંગ્રેસના 'રેસના ઘોડા' ન દોડ્યા, અમદાવાદના મુસ્લિમ વિસ્તારોમાં ઔવેસીને જાકારો
    Next Article
    તાપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ:તાપીમાં ભગવો લહેરાયો, જિલ્લા પંચાયતની 14 અને વ્યારા નગરપાલિકાની 26 બેઠકો જીતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment