Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દાઢી પકડી તમાચા માર્યા, 15 કલાક લોકઅપમાં ગોંધ્યા':સુરતમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ટી-સેન્ટર સંચાલક બાદ સામાજિક અગ્રણીને ઢોરમાર માર્યાનો આક્ષેપ, DCPએ આપ્યા તપાસના આદેશ

    8 hours ago

    સુરત શહેરનું લિંબાયત પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાયું છે. અગાઉ ટી-સેન્ટરના સંચાલકને ઢોરમાર મારવાના પ્રકરણમાં મામલો હાઈકોર્ટના દ્વાર સુધી પહોંચી ચૂક્યો છે, ત્યાં જ વધુ એક બનાવમાં લિંબાયત પોલીસ પર અમાનવીય અત્યાચારના ગંભીર આક્ષેપો થયા છે. મીઠીખાડી વિસ્તારના એક સામાજિક તેમજ ધાર્મિક અગ્રણીને રસ્તા પરથી ઊંચકી જઈ પોલીસ સ્ટેશનમાં ઢોરમાર મારી ખોટા કેસમાં ફીટ કરી દેવાયા હોવાની ફરિયાદ ઊઠી છે. સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થતાં ઝોન-2 ના ડીસીપી ડો. કાનન દેસાઈએ તુરંત તપાસના આદેશ જારી કર્યા છે. રાત્રે ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરતી વખતે રોક્યા ઘટનાની વિગતો મુજબ, મીઠીખાડી ઇસ્લામી ચોકમાં રહેતા ઇરફાન રહીમ શેખ વ્યવસાયે ટેમ્પો ચાલક છે અને ઇસ્લામ ધર્મના મુબલ્લીગ (ધર્મ પ્રચારક-ઉપદેશક) તરીકે સેવા આપે છે. ગત 20 સપ્ટેમ્બરના રોજ રાત્રે આશરે 1.40 કલાકે તેઓ ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઇસ્લામી ચોક પાસે લિંબાયત પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના મુકેશભાઈ સહિતના પોલીસકર્મીઓએ તેમને અટકાવ્યા હતા. ઇરફાનભાઈએ અદબથી જવાબો આપવા છતાં પોલીસે તેમની સાથે બોલાચાલી અને અભદ્ર વર્તન શરૂ કરી દીધું હોવાનો આક્ષેપ છે. પોલીસ સ્ટેશનમાં મોબલિંચિંગ જેવો પ્રયાસ થયાની ફરિયાદ પીડિતના જણાવ્યા પ્રમાણે પોલીસે તેમને બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડી લિંબાયત પોલીસ મથકે લઈ જઈ નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. પોલીસકર્મી મુકેશે અભદ્ર ગાળો ભાંડી, દાઢી પકડીને તમાચા માર્યા હતા અને ત્યારબાદ અન્ય બે કર્મચારીઓએ તેમના હાથ પકડી, દીવાલ તરફ ઊભા રાખી પીઠ પર દંડાના ફટકા માર્યા હતા. પીડિતે પોલીસ મથકમાં જ તેમની સાથે મોબલિંચિંગ જેવો અત્યાચાર ગુજારાયો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. 15 કલાક લોકઅપમાં ગોંધી રાખ્યા બાદ ₹2,000 લઈને મુક્ત કર્યા લોકોને નશા અને જુગાર જેવી બદીઓથી દૂર રહેવાની શીખ આપતા મુબલ્લીગ સામે પોલીસે જીપી એક્ટની કલમ 135 હેઠળ કેસ નોંધી દીધો હતો. રાત્રે 2 વાગ્યાથી લઈને બીજા દિવસે સાંજે 5 વાગ્યા સુધી એટલે કે આશરે 15 કલાક સુધી તેમને લોકઅપમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. આખરે પીડિતના ભાઈ પાસેથી કથિત રીતે 2,000ની રોકડ રકમ પડાવ્યા બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. અસલમ સાયકલવાલાની આગેવાનીમાં DCPને રજૂઆત આ અન્યાય સામે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના કન્વીનર અસલમ સાયકલવાલાની આગેવાનીમાં પ્રતિનિધિમંડળે ડીસીપી ડો. કાનન દેસાઈને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે ધાર્મિક દ્વેષભાવ રાખી માર મારનાર પોલીસકર્મી મુકેશને તાત્કાલિક સસ્પેન્ડ કરવા તેમજ 15 કલાક સુધી નિર્દોષ નાગરિક અટકાયતમાં હોવા છતાં બેખબર રહેલા પીઆઈ સામે પણ કડક ખાતાકીય પગલાં ભરવાની માંગણી કરી છે. જો ખોટો કેસ રદ કરી ન્યાય નહીં અપાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. પીઆઈએ કહ્યું - ‘શંકાસ્પદ જણાતાં પૂછપરછ કરાઈ હતી’ બીજી તરફ, આ મામલે પોતાનો પક્ષ મૂકતાં લિંબાયત પીઆઈ ડી. ડી. ચૌહાણે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, મીઠીખાડી વિસ્તારમાં અસામાજિક તત્ત્વો અને ડ્રગ્સની ગેરકાયદે હિલચાલ રોકવા માટે પોલીસનું સઘન રાત્રિ પેટ્રોલિંગ ચાલતું હોય છે. તે દરમિયાન આ શખ્સ મોડી રાત્રે શંકાસ્પદ હાલતમાં મળી આવતાં પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે પોલીસને સહકાર આપ્યો નહોતો. તેમને કોઈ માર મારવામાં આવ્યો નથી કે ગેરકાયદે લોકઅપમાં રખાયા નથી. હાલ ડીસીપી કક્ષાએથી આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    14 મહિલા ફોન પર જાળ બિછાવી ખેડૂતોને ફસાવતી:5 ચીટરની રાજકોટ-અમદાવાદમાં ઓફિસ, લોન આપવાના નામે જમીન અને લાખો રૂપિયા પડાવતા, 8 જિલ્લાના 32 ખેડૂતના દસ્તાવેજ મળ્યા
    Next Article
    મોરબીમાં દરજી જ્ઞાતિનો 'જ્ઞાતિ મનોરથ' સમૂહ ભોજન કાર્યક્રમ સંપન્ન:લખધીરવાસ સ્થિત વાડી ખાતે બ્રહ્માણી માતાજીની પ્રેરણાથી ભવ્ય આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment