Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    14 મહિલા ફોન પર જાળ બિછાવી ખેડૂતોને ફસાવતી:5 ચીટરની રાજકોટ-અમદાવાદમાં ઓફિસ, લોન આપવાના નામે જમીન અને લાખો રૂપિયા પડાવતા, 8 જિલ્લાના 32 ખેડૂતના દસ્તાવેજ મળ્યા

    8 hours ago

    રાજકોટ જિલ્લા પોલીસે સરળતાથી લોન આપવાના નામે ખેડૂતો પાસેથી કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ટ્વીન સ્ટાર બિલ્ડિંગમાં દરોડો પાડી કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે, જેમાં 14 મહિલાઓ ફોન પર સ્ક્રિપ્ટ વાંચી ખેડૂતોને જાળમાં ફસાવતી હતી. આ ઉપરાંત અમદાવાદના ગોતા-જગતપુર વિસ્તારમાંથી બાલાજી લોન અને ગીતા ચેરીટેબલ ટ્રસ્ટના નામે ચાલતા હાઈટેક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. હાલમાં પોલીસે 5 આરોપી સામે ગુનો નોંધી માસ્ટરમાઈન્ડ અલ્પેશ દોંગાની અટક કરી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સાટાખતના બહાને જમીનનો સંપૂર્ણ વેચાણ દસ્તાવેજ કરાવ્યો રાજ્ય ગ્રામ્ય SP વિજયસિંગ ગુર્જરે જણાવ્યું હતું કે, સરપદડ ગામના ફરિયાદીને ધંધામાં નુકસાન થતાં નાણાંની જરૂરિયાત હતી. ગામના જ વચેટીયા હિરેન લુણાગરીયા દ્વારા તેઓ મુખ્ય સૂત્રધાર અલ્પેશ ગોપાલભાઈ દોંગાના સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીની 9 વીઘા જમીન જોઇ અને તેના પર સાટાખત કરવાના બહાને પડઘરી સબ-રજિસ્ટ્રાર કચેરીએ સંપૂર્ણ વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. આરોપીઓએ ફરિયાદી પાસેથી ₹1.07 કરોડ પડાવી લીધા તા. 27 ઓક્ટોબર, 2022ના રોજ ₹5.50 લાખ આપ્યા બાદ પછી બીજા દિવસે ₹50,000 એડવાન્સ વ્યાજ પેટે પડાવી લીધા હતા. માસિક 5% વ્યાજે વસૂલ્યા પછી પણ દસ્તાવેજ રદ કરવાને બદલે આરોપીઓએ દાદાગીરી કરી, લેન્ડ ગ્રેબિંગની ખોટી ફરિયાદો કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ફરિયાદી પાસેથી કુલ ₹1.07 કરોડ પડાવી લીધા હતા. સ્ક્રિપ્ટ વાંચી 14 મહિલા ફોન પર ખેડૂતોને જાળમાં ફસાવતી તપાસ દરમિયાન પડધરી પોલીસને બાતમી મળી હતી કે, 150 ફૂટ રિંગ રોડ પર 'ટ્વીન સ્ટાર'ના સાઉથ બ્લોકના આઠમા માળે ઓફિસ નં 801માં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. પોલીસે તા. 24 અને 25 સપ્ટેમ્બરના રોજ રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓફિસમાં કાચના પાર્ટીશનવાળી રૂમોમાં સ્ક્રિપ્ટ વાંચી 14 મહિલા કર્મચારીઓ ફોન પર ખેડૂતોને જાળમાં ફસાવવાનું કામ કરતી હતી. પોલીસે અમદાવાદમાંથી પણ કોલ સેન્ટર ઝડપી પાડ્યું એટલું જ નહિ પરંતુ તપાસમાં આ ટોળકી અમદાવાદના ગોતા-જગતપુર ખાતે ગણેશ ગ્લોરી બિલ્ડિંગમાં પણ આવું જ કોલ સેન્ટર ચાલતું હોવાનું સામે આવતા પોલીસે ત્યાં પણ દરોડો પાડી 14 એન્ડ્રોઇડ ફોન, કોમ્પ્યુટર, વાઇ-ફાઇ રાઉટર, સિમકાર્ડ, ડાયરીઓ, વિઝિટિંગ કાર્ડ તથા રૂ.1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કર્મચારીઓને વાતચીત કરવા ખાસ 'સ્ક્રિપ્ટ' આપતા પોલીસ તપાસમાં મુખ્ય સૂત્રધાર અલ્પેશ દોંગા અને અક્ષીત અકબરી ઉર્ફે હેપી પટેલ રાજ્યભરમાંથી ખેડૂતો અને જમીન માલિકોના ડેટા અને મોબાઈલ નંબરો મેળવી કર્મચારીઓને આપતા હતા. કર્મચારીઓને વાતચીત કરવા માટે ખાસ 'સ્ક્રિપ્ટ' આપવામાં આવતી હતી અને 'ટ્રસ્ટ' નામના વોટ્સએપ ગ્રુપ દ્વારા સૂચનાઓ અપાતી હતી. 'બાલાજી લોન' અને 'ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ'ના નામે ફોન કરતા મહિલા ટેલિકોલર્સ પોતાનું સાચું નામ છુપાવી 'બાલાજી લોન' અથવા 'ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ' માંથી બોલે છે તેમ કહી ખેડૂતોને 'એગ્રીકલ્ચરલ લોન' અને '7/12' ઉપર રૂપિયા 2 કરોડ સુધીની લોન આપવાની લાલચ આપતી હતી. રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા એમ 8 જિલ્લાના 32 જેટલા ખેડૂતોના 7/12, 8-અ, હક્કપત્રક, બોજા પત્રક, સહી વાળા 25 કોરા ચેકો તેમજ 'શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ'ની 200થી વધુ પ્રચાર પત્રિકાઓ મળી આવી છે. અલ્પેશ દોંગા સામે 13 ગંભીર ગુનાઓ નોંધાયેલા આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર અલ્પેશ ગોપાલભાઈ દોંગા સામે અગાઉ રાજકોટ શહેર, ગોંડલ, જેતપુર, મેટોડા અને પડધરી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, વ્યાજખોરી, ગેરકાયદે નાણાં ધીરધાર, આત્મહત્યાની દુષ્પ્રેરણા અને ધાકધમકી આપવા જેવા 13 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય આરોપીઓ અક્ષીત અકબરી અને પીયૂષ વીરડીયા સામે પણ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલા છે. હાલમાં પડધરી પોલીસ દ્વારા કબજે કરાયેલા 32 ખેડૂતોના દસ્તાવેજો અને 'ટ્રસ્ટ' વોટ્સએપ ગ્રુપનો ડેટા સાયબર નિષ્ણાતો મારફતે રિકવર કરી તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    અદાણી શાંતિગ્રામના પ્રોજેક્ટ મેનેજરનો પોર્ટફોલિયો રાતોરાત શૂન્ય:ઇન્કમટેક્સ નોટિસના નિકાલના નામે ગઠિયા LTના શેર અને સરકારી બોન્ડ્સ ચાંઉ કરી ગયા, બે કર્મચારીઓ સાથે ઠગાઈ
    Next Article
    'દાઢી પકડી તમાચા માર્યા, 15 કલાક લોકઅપમાં ગોંધ્યા':સુરતમાં લિંબાયત પોલીસ સ્ટેશનમાં ટી-સેન્ટર સંચાલક બાદ સામાજિક અગ્રણીને ઢોરમાર માર્યાનો આક્ષેપ, DCPએ આપ્યા તપાસના આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment