Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી શાંતિગ્રામના પ્રોજેક્ટ મેનેજરનો પોર્ટફોલિયો રાતોરાત શૂન્ય:ઇન્કમટેક્સ નોટિસના નિકાલના નામે ગઠિયા LTના શેર અને સરકારી બોન્ડ્સ ચાંઉ કરી ગયા, બે કર્મચારીઓ સાથે ઠગાઈ

    9 hours ago

    ગાંધીનગર નજીક આવેલા અદાણી શાંતિગ્રામ સ્થિત અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર સહિત બે કર્મચારીઓ સાથે ઇન્કમટેક્સ વિભાગની નોટિસના નિવારણ તેમજ ડીમેટ ખાતાના ઓડિટના નામે ₹70.79 લાખની માતબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપી કૃણાલ પટેલે ટેક્નોલોજીનો દુરુપયોગ કરી, વિશ્વાસમાં લઈને મેળવેલા OTP દ્વારા એલ એન્ડ ટી (LT) કંપનીના 1,029 શેર તેમજ ભારત સરકારના ગોલ્ડ બોન્ડ્સ (SGB) પોતાના ખાતામાં 'ગિફ્ટ' તરીકે ટ્રાન્સફર કરી લીધા હતા. આ સમગ્ર કૌભાંડ મામલે ભોગ બનનારાઓની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની તપાસ હાથ ધરી છે. પ્રોજેક્ટ મેનેજરને ઇન્કમટેક્સની નોટિસ આવી ને ઠગના સકંજામાં ફસાયા મૂળ તમિલનાડુના વતની અને અદાણી શાંતિગ્રામ ઓફિસમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સત્તનાથન થુરઇપાંડિયનને ગત જૂન મહિનામાં આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી હતી. આ નોટિસના નિરાકરણ માટે તેમણે ઓફિસમાંથી સંપર્ક નંબર મેળવીને કૃણાલ નટવરભાઈ પટેલનો સંપર્ક સાધ્યો હતો. આરોપીએ નોટિસનો યોગ્ય જવાબ તૈયાર કરવાના બહાને ફરિયાદી પાસેથી બેંક અને ડીમેટ ખાતાની તમામ ગુપ્ત વિગતો મેળવી લીધી હતી. ત્યારબાદ NSDLમાં ખાતું હોવાથી ઓડિટ પ્રક્રિયામાં મુશ્કેલી પડશે તેવું ખોટું જણાવી, ફરિયાદીનું ઝેરોધા કંપનીમાં નવું ડીમેટ ખાતું ખોલાવ્યું હતું. ઓડિટ રિપોર્ટના નામે OTP પડાવી ₹53.02 લાખના શેર ટ્રાન્સફર કર્યા આરોપીએ પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે ફરિયાદીના આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટ ખાતામાંથી જૂના શેરો વેચાવી દઈ નવા શેરોની ખરીદી કરાવી હતી. ત્યારબાદ ગત 12 ઓગસ્ટના રોજ ઓડિટ રિપોર્ટ જનરેટ કરવાના બહાને ફરિયાદીના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર આવેલા બે અલગ-અલગ OTP મેળવી લીધા હતા. આ OTP નો ઉપયોગ કરી આરોપીએ ફરિયાદીના ઝીરોધા એકાઉન્ટમાંથી LT કંપનીના 1,029 શેર તેમજ ભારત સરકારના સોવરિન ગોલ્ડ બોન્ડ્સ (SGB) સહિત કુલ ₹53,02,227 ની કિંમતના શેરો ગિફ્ટ તરીકે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. બીજા દિવસે સત્તનાથનભાઈએ પોર્ટફોલિયો ચેક કરતાં બેલેન્સ શૂન્ય દેખાતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અન્ય એક સાથી કર્મચારી પણ બન્યા શિકાર આરોપી કૃણાલ પટેલે માત્ર પ્રોજેક્ટ મેનેજર જ નહીં, પરંતુ અદાણી શાંતિગ્રામ ખાતે જ કામ કરતા અન્ય કર્મચારી સચિન કલ્યાણસિંહ ધમાંદાને પણ આ જ રીતે પોતાની જાળમાં ફસાવ્યા હતા. તેમને વિશ્વાસમાં લઈને તેમના ડીમેટ ખાતામાંથી વિવિધ જાણીતી કંપનીઓના આશરે ₹17.77 લાખના શેર બારોબાર અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. બંને કર્મચારીઓએ આરોપીનો રૂબરૂ સંપર્ક કરી પોતાના શેર પાછા માંગવા પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી માત્ર ખોટા વાયદાઓ જ કરતો રહ્યો હતો અને શેર પરત કર્યા નહોતા. છેવટે છેતરપિંડીનો ભોગ બનેલા બંને કર્મચારીઓએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડ જિલ્લામાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ સ્પર્ધા યોજાઈ:તાલુકા કક્ષાએ ચિત્ર અને વક્તૃત્વમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું
    Next Article
    14 મહિલા ફોન પર જાળ બિછાવી ખેડૂતોને ફસાવતી:5 ચીટરની રાજકોટ-અમદાવાદમાં ઓફિસ, લોન આપવાના નામે જમીન અને લાખો રૂપિયા પડાવતા, 8 જિલ્લાના 32 ખેડૂતના દસ્તાવેજ મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment