Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મને દાદી પાસે રહેવા દો',15 વર્ષના દીકરાએ માગી હાઈકોર્ટની મદદ:એકલો હોઉં ત્યારે માતા લાઇટ બંધ કરી દે, છરીથી હુમલો કર્યો; કોર્ટે પોલીસ-CWC પાસે માંગ્યો જવાબ

    1 day ago

    માતાના અમાનવીય વર્તન અને શારીરિક શોષણથી કંટાળીને એક 15 વર્ષીય સગીરે પોતાની સુરક્ષા માટે ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. સગીરે તેની છૂટાછેડા લીધેલી માતા સામે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કડક રક્ષણ આપવા અને માતા વિરુદ્ધ FIR નોંધવા દાદ માંગી છે. આ સાથે જ તેણે સ્પષ્ટ વિનંતી કરી છે કે, તેને મોરબી ખાતે રહેતા તેના દાદા-દાદી સાથે રહેવાની પરવાનગી આપવામાં આવે, કારણ કે તે ત્યાં પોતાને સંપૂર્ણ સુરક્ષિત અનુભવે છે. દાદી મારફતે દાખલ થયેલી આ અરજીઓની સુનાવણી હાથ ધરીને હાઇકોર્ટે ચાઇલ્ડ વેલ્ફેર કમિટી અને અમદાવાદ શહેર પોલીસ સહિતના સત્તાવાળાઓને નોટિસ પાઠવી 28 ડિસેમ્બર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. માતા ઘરકામ કરાવતી, છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ અરજીમાં રજૂ થયેલી વિગતો અનુસાર, સગીરના માતા-પિતાના વર્ષ 2020માં છૂટાછેડા થયા હતા, ત્યારબાદ તેની કસ્ટડી સરખેજ વિસ્તારમાં રહેતી માતા પાસે હતી. સગીરના પિતા આફ્રિકાના અંગોલામાં નોકરી કરે છે અને પિતૃપક્ષ મોરબીમાં વસે છે. કિશોરે ગંભીર આરોપ લગાવ્યો છે કે તેની માતા છેલ્લા કેટલાક મહિનાઓથી તેની સાથે અત્યંત હિંસક અને અપમાનજનક વર્તન કરતી હતી. તેની પાસે ઘરકામ કરાવવામાં આવતું હતું અને જ્યારે પણ તે ઘરમાં એકલો હોય ત્યારે તેનો ઉપયોગ રોકવા માટે માતા વીજ પુરવઠો બંધ કરી દેતી હતી. આટલું જ નહીં, એક પ્રસંગે માતાએ તેના પર છરી વડે કથિત હુમલો પણ કર્યો હતો, જેના પગલે તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સરખેજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી માતા સામે ગુનો નોંધવા માંગ કરી હતી. સત્તાવાળાઓની નિષ્ક્રિયતા સામે હાઇકોર્ટમાં બે અરજીઓ દાખલ પોલીસ અને બાળ કલ્યાણ સમિતિમાં માત્ર નિવેદનો નોંધાયા સિવાય કોઈ નક્કર રક્ષણાત્મક પગલાં ન લેવાતાં સગીર મોરબી ખાતે પોતાના દાદા-દાદી પાસે પહોંચી ગયો હતો. ત્યાંથી તેણે એડવોકેટ રફીક લોખંડવાલા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં બે અલગ-અલગ અરજીઓ દાખલ કરી હતી. અરજીમાં આક્ષેપ કરાયો છે કે, સત્તાવાળાઓ જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ પોતાની કાનૂની ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. અદાલતે બાળકની અગાઉની ફરિયાદો પર તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે સ્પષ્ટતા માંગી છે. દાદીની કસ્ટડીમાં રહેવા અને માતા સામે FIR નોંધવા માગ પ્રથમ અરજીમાં સગીરે કોર્ટને વિનંતી કરી છે કે, બાળ કલ્યાણ સમિતિ તેના શ્રેષ્ઠ હિત અને સુરક્ષાને પ્રાથમિકતા આપીને યોગ્ય આદેશો પસાર કરે અને તેને દાદીની સુરક્ષિત કસ્ટડીમાંથી અલગ ન કરવામાં આવે. જ્યારે બીજી અરજીમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની જોગવાઈઓ હેઠળ સગીરે પોલીસ તંત્રને તેની લેખિત રજૂઆતોના આધારે માતા સામે કાયદેસરની FIR નોંધી તપાસ કરવાનો આદેશ આપવા હાઇકોર્ટ સમક્ષ દાદ માંગી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળી પર્વે રંગ અને રોશનીથી ઝળહળ્યું રંગીલું રાજકોટ:રેસકોર્સમાં ફૂડ-ટેબ્લો કાર્નિવલની સાથે ભવ્ય આતશબાજી, આવતીકાલે રંગોળી સ્પર્ધા
    Next Article
    ભાવનગર લઠ્ઠાકાંડમાં 14 નિર્દોષના મોત મામલે બનાવના 80મા દિવસે ચાર્જશીટ:SMCએ મુખ્ય સૂત્રધાર સહિત 42 આરોપીઓ સામે કોર્ટમાં 1 લાખથી વધુ પાનાની ચાર્જશીટ સોંપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment