Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી પર્વે રંગ અને રોશનીથી ઝળહળ્યું રંગીલું રાજકોટ:રેસકોર્સમાં ફૂડ-ટેબ્લો કાર્નિવલની સાથે ભવ્ય આતશબાજી, આવતીકાલે રંગોળી સ્પર્ધા

    1 day ago

    દિવાળીના પર્વને હવે આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે દિવાળીના પર્વને લઇ લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે રાજકોટ મનપા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને મનોરંજન માટે દિવાળી કાર્નિવાલ અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે આવતીકાલે રેસકોર્સ રિંગરોડ ફરતે રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજના આતશબાજી કાર્યક્રમને નિહાળવા માટે હજારોની સંખ્યામાં રાજકોટ વાસીઓ ઉમટી પડ્યા હતા અને રાજકોટનું આકાશ રંગબેરંગી ફટાકડાની રંગોળીથી રંગીન બની ગયું હતું. વિશેષ આકર્ષણો દિવાળીના તહેવારને યાદગાર બનાવશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર માટે તા.6 નવેમ્બરથી તા.8 નવેમ્બર દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે ‘રંગ, રોશની અને દિપાવલી ઉત્સવ’, ‘ફૂડ ફેસ્ટિવલ’ અને ટેબ્લો કાર્નિવલ’ તથા ‘ભવ્ય આતશબાજી’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, આકર્ષક એન્ટ્રી ગેઇટ, થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, લેસર શો, રંગોળી સ્પર્ધા સહિતના વિશેષ આકર્ષણો દિવાળીના તહેવારને યાદગાર બનાવશે. અલગ-અલગ વેરાયટીના ફટાકડાથી આકાશમાં રંગેબીરંગી ફટાકડાની રંગોળી રાજકોટ મનપા દ્વારા વર્ષો જૂની પરંપરાને અનુસરી આજે દિવાળી કાર્નિવાલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો અને બાદમાં સાંજે 7 વાગ્યે માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં રાજકોટ વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મનપાના પદાધીકારીઓ તથા અધિકારીઓ દ્વારા સૌ પ્રથમ રિમોટ મદદથી સ્વીચ દબાવી હેપી દિવાલી લખેલા ફટાકડા સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવી લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી અને ત્યારબાદ એક કલાક સુધી એક બાદ એક અલગ અલગ વેરાયટીના ફટાકડાથી આકાશમાં રંગેબીરંગી ફટાકડાની રંગોળી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આજે દિવાળી કાર્નિવલને ખુલ્લો મુકવામાં આવ્યો છે ત્યારે આજે રેસકોર્સ રિંગરોડ અવનવી લાઈટોથી ઝળહળી ઉઠ્યો છે અને આવતીકાલે સાંજે રંગોળી સપર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેયર બંગલો સામેથી શરૂ કરી બહુમાળી ભવન ચોક સુધી રસ્તા પર રાજકોટના લોકો દ્વારા અવનવી રંગોળી તૈયાર કરવામાં આવશે જેના વિજેતાઓએને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોહમ્મદ શમીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ:13 વર્ષની કારકિર્દી રહી, 64 મેચમાં 229 વિકેટ લીધી, હવે વનડે અને ટી-20 રમતા રહેશે
    Next Article
    'મને દાદી પાસે રહેવા દો',15 વર્ષના દીકરાએ માગી હાઈકોર્ટની મદદ:એકલો હોઉં ત્યારે માતા લાઇટ બંધ કરી દે, છરીથી હુમલો કર્યો; કોર્ટે પોલીસ-CWC પાસે માંગ્યો જવાબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment