Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર લઠ્ઠાકાંડમાં 14 નિર્દોષના મોત મામલે બનાવના 80મા દિવસે ચાર્જશીટ:SMCએ મુખ્ય સૂત્રધાર સહિત 42 આરોપીઓ સામે કોર્ટમાં 1 લાખથી વધુ પાનાની ચાર્જશીટ સોંપી

    1 day ago

    ભાવનગર નજીક આવેલા વરતેજમાં ડુપ્લીકેટ વિદેશી દારૂના સેવનથી સર્જાયેલા ચકચારી લઠ્ઠાકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ન્યાયિક પ્રક્રિયામાં અત્યંત મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. આ ઝેરી દારૂના કારણે 14 જેટલા લોકોનાં કરૂણ મોત નીપજતાં સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ગંભીર કેસની તપાસ સંભાળી રહેલી સ્ટેટ મોનિટરિંગ સેલે બનાવના 80મા દિવસે 42 આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં 1 લાખથી પણ વધુ પાનાનું ઐતિહાસિક ચાર્જશીટ રજૂ કર્યું છે. આ કેસમાં સામેલ એક આરોપીનું ઝેરી દારૂ પીવાથી અગાઉ મોત થયું હોવાથી તેની સામે સમરી ભરવામાં આવી છે, જ્યારે અન્ય 10 આરોપીઓ હજુ પણ પોલીસ ચોપડે વોન્ટેડ છે. વરતેજમાં ડુપ્લીકેટ રોયલ સ્ટેગ બનાવાઈ, 61 લોકોને અસર અને 14નાં મોત સમગ્ર બનાવની વિગતો અનુસાર, આશરે અઢી માસ પૂર્વે ભાવનગર નજીક વરતેજ ખાતે રહેતા ગૌતમ સોલંકી નામના શખસના ઘરમાં રોયલ સ્ટેગ બ્રાન્ડનો ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું ગેરકાયદે કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ નકલી અને ઝેરી દારૂનું વેચાણ શરૂ થતાં જ તેનું સેવન કરનારા 61 લોકોને ગંભીર ઝેરી અસર થઈ હતી, જેથી તમામને તાત્કાલિક ભાવનગરની જુદી-જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 14 લોકોએ ટપોટપ દમ તોડી દેતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવ સંદર્ભે સ્થાનિક વરતેજ પોલીસ મથકમાં 21 શખસો સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. SMCના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ, બે પીઆઈ સહિતના કર્મીઓ સસ્પેન્ડ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્ય ગૃહ વિભાગ દ્વારા સમગ્ર કેસની તપાસ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર, એસપી વિશાલ વાઘેલા તેમજ પીઆઈ જેબલીયા અને જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ કાફલાએ લાંબા સમય સુધી ભાવનગરમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન સ્થાનિક પોલીસની ગંભીર બેદરકારી સામે આવતાં બે પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, તેમજ અન્ય અનેક ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની પણ આકરી પૂછપરછ હાથ ધરાઈ હતી. 42 આરોપી જેલહવાલે, 10 હજુ ફરાર તપાસ એજન્સીએ લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી અને રહીશ અંસારી ઉપરાંત દારૂ બનાવવા માટે જરૂરી કેમિકલ તથા મટીરિયલ સપ્લાય કરનારા તેમજ તેનું વિતરણ કરનારા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. આ નેટવર્ક સાથે સંકળાયેલા ભાવનગર ઉપરાંત દિલ્હી, મધ્યપ્રદેશ અને આગ્રાથી મળીને કુલ 42 આરોપીઓની ધરપકડ કરી તેઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બહાર આવેલી ચોંકાવનારી વિગત મુજબ, મધ્યપ્રદેશથી ડુપ્લીકેટ દારૂ બનાવવા આવેલો ડો. નરેન્દ્ર યાદવ પોતે બનાવેલા ઝેરી દારૂનું સેવન કરતાં મોતને ભેટ્યો હતો, જેથી તેની સામે કોર્ટમાં સમરી ફાઈલ કરવામાં આવી છે. એસએમસીએ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ રેકેટમાં હજુ પણ 10 આરોપીઓ વોન્ટેડ છે, જેમને ઝડપી લેવા માટે અલગ-અલગ રાજ્યોમાં તપાસના ચક્રો ગતિમાન છે.
    Click here to Read More
    Previous Article
    'મને દાદી પાસે રહેવા દો',15 વર્ષના દીકરાએ માગી હાઈકોર્ટની મદદ:એકલો હોઉં ત્યારે માતા લાઇટ બંધ કરી દે, છરીથી હુમલો કર્યો; કોર્ટે પોલીસ-CWC પાસે માંગ્યો જવાબ
    Next Article
    મોહમ્મદ શમીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ:13 વર્ષમાં 64 મેચ રમી, 229 વિકેટ લીધી; વનડે અને ટી-20 રમવાનું ચાલુ રાખશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment