Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોહમ્મદ શમીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ:13 વર્ષમાં 64 મેચ રમી, 229 વિકેટ લીધી; વનડે અને ટી-20 રમવાનું ચાલુ રાખશે

    1 day ago

    ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેમણે શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. 13 વર્ષ પહેલાં આજની તારીખે તેમણે વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેમણે 64 ટેસ્ટમાં 229 વિકેટ ઝડપી હતી. જોકે, શમી વનડે અને ટી-20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. શમીએ લખ્યું, આજે ભારે હૃદય અને અસંખ્ય સુંદર યાદો સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી રહ્યો છું. જ્યારે પહેલીવાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી, ત્યારે માત્ર એક જ સપનું હતું—દેશ માટે કંઈક કરી બતાવવું. દરેક વિકેટ, સંઘર્ષ, ઈજા અને વાપસીએ મને કંઈક ને કંઈક શીખવ્યું. બોલ્યા- સફેદ જર્સી છોડી રહ્યો છું, ક્રિકેટ નહીં શમીએ સ્પષ્ટ કર્યું કે, તેઓ IPL અને સ્થાનિક ક્રિકેટ સહિત વાઇટ બોલ ફોર્મેટ રમવાનું ચાલુ રાખશે. જરૂર જણાય તો ફિટનેસ જાળવી રાખવા માટે પ્રથમ શ્રેણી ક્રિકેટની ચાર દિવસીય મેચ પણ રમી શકે છે, પરંતુ ભારત માટે હવે ટેસ્ટ ક્રિકેટ નહીં રમે. તેમણે જણાવ્યું કે, હું સફેદ જર્સીને અલવિદા કહી રહ્યો છું, પણ તેની સાથે જોડાયેલી યાદોને ક્યારેય નહીં. ટેસ્ટ ક્રિકેટ મારા માટે માત્ર એક ફોર્મેટ નહોતું, તે મારા જીવનનો ખૂબ જ ખાસ ભાગ રહ્યો છે. મેદાન પર મારી છેલ્લી ટેસ્ટ બોલ ભલે ફેંકાઈ ચૂકી હોય, પરંતુ ભારત માટે રમવાનું ગર્વ હંમેશા મારા હૃદયમાં રહેશે. ડેબ્યૂ મેચમાં જ 9 વિકેટ લીધી હતી શમીએ 6 નવેમ્બર 2013ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે વેસ્ટઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ રમી હતી. ડેબ્યૂ મેચમાં જ તેમણે કુલ 9 વિકેટ ઝડપી હતી. તેઓ 6 વખત એક ઈનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. એક ઈનિંગ્સમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 56 રન આપીને 6 વિકેટ રહ્યું હતું. તેમના 6 વખત 'ફાઈવ-વિકેટ હોલ'માંથી 4 પ્રદર્શન ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ધરતી પર આવ્યા હતા. કુલ ટેસ્ટ વિકેટોના મામલે તેઓ ભારતીય બોલરોમાં 12મા અને ફાસ્ટ બોલરોમાં છઠ્ઠા સ્થાને રહ્યા. વર્લ્ડ કપ બાદ ઈજાઓથી ઝૂઝ્યા, ટીમમાં વાપસી ન થઈ શકી
    Click here to Read More
    Previous Article
    ભાવનગર લઠ્ઠાકાંડમાં 14 નિર્દોષના મોત મામલે બનાવના 80મા દિવસે ચાર્જશીટ:SMCએ મુખ્ય સૂત્રધાર સહિત 42 આરોપીઓ સામે કોર્ટમાં 1 લાખથી વધુ પાનાની ચાર્જશીટ સોંપી
    Next Article
    રાહુલ ગાંધીના ઘરે કોંગ્રેસ નેતાઓનું દિવાળી મિલન:પ્રદર્શન, SIR અને દિલ્હી પ્રદૂષણ મુદ્દે સરકારને ઘેરી; ગયા મહિને હાઈ ટી માટે બોલાવ્યા હતા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment