Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલથી રથયાત્રાના કાર્યક્રમનો પ્રારંભ:જગન્નાથજીની નેત્રોત્સવ પૂજા, 15 જુલાઈએ સોનાવેશના દર્શન, CM કરશે 'પહિંદ' વિધિ; રથયાત્રાના રિહર્સલમાં CP ચાલતા નીકળ્યા

    1 day ago

    અમદાવાદમાં જગન્નાથજી મંદિરની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા 16 જુલાઈ, ગુરુવારે ભવ્ય રીતે નીકળશે. રથયાત્રા પરંપરાગત માર્ગ પરથી જ પસાર થશે અને રાજ્ય સરકાર તેમજ પોલીસ તંત્રની મંજૂરી સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. રથયાત્રાના શુભારંભ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાનના રથને ખેંચીને પરંપરાગત 'પહિંદ' વિધિ કરશે. રથયાત્રામાં અગ્રભાગે 18 શણગારેલા ગજરાજો, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 થીમ આધારિત ટ્રકો, 30 અખાડાઓ દ્વારા અંગકસરતના પ્રયોગો, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજા જોડાશે. રથને ખેંચવા માટે અંદાજે 1000થી 1200 ખલાસી ભાઈઓ જોડાશે, જ્યારે હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી આશરે 2500 સાધુ-સંતો પણ રથયાત્રામાં ભાગ લેશે. મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય-રાસ-ગરબાના કાર્યક્રમો યોજાશે રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી નૃત્ય અને રાસ-ગરબાના કાર્યક્રમો યોજાશે. સમગ્ર રથયાત્રા દરમિયાન ભક્તોને 45 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી, દાડમ તેમજ 2 લાખ ઉપેરણાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવશે. 14 જુલાઈએ ભગવાનની નેત્રોત્સવ પૂજા રથયાત્રા પૂર્વે 14 જુલાઈએ ભગવાનની નેત્રોત્સવ પૂજા, ધ્વજારોહણ અને સંત સન્માન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી ઋષિકેશ પટેલ, જીતુ વાઘાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો હાજર રહેશે. 15 જુલાઈએ સોનાવેશના દર્શન 15 જુલાઈએ સોનાવેશના દર્શન, ત્રણેય રથોની પ્રતિષ્ઠા અને પૂજન, ગજરાજોની પૂજા, શહેર શાંતિ સમિતિની મુલાકાત તેમજ સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશિષ્ટ પૂજા અને આરતી યોજાશે. રાત્રે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. રથયાત્રાનું રિહર્સલ, CP ચાલતા નીકળ્યા આજે(13 જુલાઈ) પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રથયાત્રાની રિહર્સલ યોજાઈ હતી.આ રિહર્સલમાં જે રૂટ પરથી રથ પસાર થાય છે તે તમામ જગ્યાએ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું.આ ઉપરાંત મોસાળમાં પોલીસે ભગવાનનું મામેરું પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર અધિકારીઓ સાથે રૂટ પર ચાલતા જ નીકળ્યા હતા. રથયાત્રાના રૂટ પર રિહર્સલ દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા નીકળવાના સમયે મંદિરથી લઈને મોસાળ અને મોસાળથી નીજ મંદિર સુધી પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.આજના રિહર્સલ દરમિયાન સમગ્ર રૂટ અને બંદોબસ્તનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જ્યાં ખામીઓ રહી ગઈ તે પૂરી કરીને આવતીકાલે ફાઇનલ રિહર્સલ યોજાશે.આવતીકાલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ કરશે. મામેરાનું પણ રિહર્સલ આજના રિહર્સલ દરમિયાન સમગ્ર રૂટ પર 31 હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ કમિશનરે ચાલતા જઈને નિરીક્ષણ કર્યું હતું.જ્યાં જ્યાં ખામીઓ દેખાઈ તે તમામ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી.ભગવાનના મોસાળ સરસપુર ખાતે પોલીસે મામેરાનું પણ રિહર્સલ કર્યું હતું જેથી રથયાત્રાના દિવસે સરળતા રહે. ફેસ રેકોગ્નાઈઝ સિસ્ટમથી અસામાજિક તત્વોની ઓળખ કરાશે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે જણાવ્યું હતું કે રથયાત્રામાં 31 હજારથી વધુ પોલીસ બંદોબસ્તમાં રહેશે. આ વર્ષે બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.આ વર્ષે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.સમગ્ર રૂટ ઉપર 3500થી વધુ કેમેરાથી નિરીક્ષણ કરવામાં આવશે.આ ઉપરાંત ભીડને કંટ્રોલ કરવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.ફેસ રેકોગ્નાઈઝ સિસ્ટમ દ્વારા અસામાજિક તત્વોની ઓળખ કરવામાં આવશે.રથયાત્રાના રૂટ ઉપર 11 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ પણ તહેનાત જ રહેશે.
    Click here to Read More
    Previous Article
    7 દિવસમાં ફરી વેગ પકડશે ચોમાસું:હાલ રાજસ્થાન-ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં નબળું; યુપી-બિહાર સહિત 18 રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ
    Next Article
    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 13 મોત:3 પોઝિટિવ અને 10 શંકાસ્પદ બાળકના મોત, 2 પોઝિટિવ ગાંધીનગર સિવિલમાં દાખલ, અન્ય 5 શંકાસ્પદ સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment