Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 13 મોત:3 પોઝિટિવ અને 10 શંકાસ્પદ બાળકના મોત, 2 પોઝિટિવ ગાંધીનગર સિવિલમાં દાખલ, અન્ય 5 શંકાસ્પદ સારવાર હેઠળ

    1 day ago

    ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાયરસનો આતંક જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આ જીવલેણ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. અત્યાર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના કારણે બાળકોના મોતના સમાચારો સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં (13 જુલાઈ) કુલ 13 બાળકનાં મોત થયા છે. જેમાં 3 પોઝીટીવ અને 10 શંકાસ્પદ બાળકના મોત થયા છે. જ્યારે હાલ 2 પોઝીટિવ બાળક ગાંધીનગર સિવિલમાં દાખલ છે અને અન્ય 5 શંકાસ્પદ માસૂમ અલઅલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3 બાળકના પોઝિટિવ કેસમાં મોત આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સત્તાવાર માહિતી અને લેબોરેટરી રિપોર્ટના આધારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3 બાળકના મોત ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવવાના કારણે થયા છે, જેમાં પંચમહાલના ગોધરા ખાતે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન 2 બાળકના મોત નિપજ્યાં હતા, જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા રાજસ્થાનના 1 બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા બાદ તેનું મોત થયું હતું. શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસમાં અત્યાર સુધીમાં કુલ 10નાં મોત રિબીજી તરફ, લેબોરેટરી રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય અથવા રિપોર્ટ આવે તે પહેલાં જ તીવ્ર તાવ, આંચકી અને ઉલટી જેવા શંકાસ્પદ લક્ષણો સાથે દમ તોડ્યો હોય તેવા બાળકોની સંખ્યા પણ ઘણી મોટી અને ચિંતાજનક છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કુલ 6 બાળકના મોત નોંધાયા છે, જ્યાં દાખલ કરાયેલા કુલ 7 શંકાસ્પદ કેસમાંથી 6 બાળકના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને માત્ર ઉપર જણાવેલો રાજસ્થાનનો 1 કેસ જ પોઝિટિવ હતો. આ ઉપરાંત પંચમહાલના ગોધરા અને કાલોલમાં પણ શંકાસ્પદ લક્ષણોથી કુલ 4 બાળકના મોત થયા છે, જેમાં ગોધરા તાલુકાના વીંઝોલ અને સરદારપુરા ગામના 2 બાળકના અગાઉ જ મોત થઈ ચૂક્યા હતા, જ્યારે ગત 12 જુલાઈના રોજ વધુ બે માસૂમે જીવ ગુમાવ્યા હતા, જેમાં મણિપુર ગામના 1 વર્ષના સચિન રાઠવાનું અમદાવાદ લઈ જતી વખતે રસ્તામાં જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને કાલોલ તાલુકાના ઘોડા ગામના 2 વર્ષના આશિષ નાયકનું વડોદરા રીફર કર્યા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. ગાંધીનગર સિવિલમાં 2 કેસ પોઝિટિવ, કુલ 7 સારવાર હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી સામે આવેલા અહેવાલ મુજબ, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના 1 વર્ષના એક બાળક અને સાબરકાંઠાના કઠલાલ તાલુકાના 4 વર્ષના અન્ય એક બાળકને તીવ્ર તાવ અને આંચકી આવતાં તાત્કાલિક હોસ્પિટલના ખાસ બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બંને માસૂમ બાળકના લોહીના સેમ્પલ લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવ્યો છે. હાલમાં સિવિલના નિષ્ણાત ડોક્ટરોની એક વિશેષ ટીમ દ્વારા આ બંને બાળક પર સતત નજર રાખીને તેમની સઘન સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની એક 3 વર્ષની માસૂમ બાળકીમાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. આ બાળકીને સાવચેતીના ભાગરૂપે હિંમતનગર સિવિલ હોસ્પિટલના વિશેષ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને સારવાર શરૂ કરી દેવામાં આવી છે. તબીબો દ્વારા બાળકીના લોહીના નમૂના લઈ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે અને હાલ તેના સત્તાવાર રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઉપરાંત, પંચમહાલ જિલ્લાની ગોધરા સિવિલ હોસ્પિટલમાં પણ વાયરસના આતંકની અસર જોવા મળી રહી છે, જ્યાં હાલમાં ખેંચ, ઝાડા અને ઊલટી જેવા ગંભીર લક્ષણો ધરાવતા અન્ય 4 જેટલા બાળક સારવાર હેઠળ છે. એક જ અઠવાડિયામાં જિલ્લામાં થયેલા શંકાસ્પદ મોતના પગલે તબીબો આ બાળકોની સ્થિતિ પર પણ ખૂબ જ બારીકાઈથી નજર રાખી રહ્યા છે જેથી સંક્રમણને વધુ ફેલાતું અટકાવી શકાય. વાયરસ ફેલાવવાનું મુખ્ય કારણ અને તંત્રની કામગીરી આ વાયરસ મુખ્યત્વે કાચી માટી કે લીપણવાળા ઘરોમાં જોવા મળતી નાની 'સેન્ડફ્લાય' માખી કરડવાથી ફેલાય છે. તે સીધો 14 વર્ષ સુધીના બાળકોની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (મગજ) પર હુમલો કરે છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વે શરૂ કરાયો છે. ગોધરાના મણિપુર વિસ્તારમાંથી જીવલેણ વાયરસ ફેલાવતી 300 જેટલી સેન્ડફ્લાય માખીઓને પકડી પાડવામાં આવી છે. આ ઉપરાંત મેલેથિયોન પાવડરનો છંટકાવ અને ફોગિંગ પણ શરૂ કરી દેવાયું છે. વાયરસની કોઈ ચોક્કસ રસી નથી, લક્ષણો દેખાય તો તરત હોસ્પિટલ દોડો આરોગ્ય તંત્રના જણાવ્યા અનુસાર, ચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ નથી માત્ર લક્ષણોના આધારે સારવાર થાય છે. આ રોગમાં શરૂઆતના 24થી 48 કલાક ખૂબ કિંમતી હોય છે. તેથી જો બાળકને અચાનક તીવ્ર તાવ, ઉલટી કે આંચકી જેવા લક્ષણો દેખાય, તો જરાય સમય બગાડ્યા વિના નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. જૂના 61 હોટસ્પોટ વિસ્તારોમાં સર્વેની સૂચના આ જીવલેણ વાયરસને આગળ વધતો અટકાવવા માટે 2024માં જ્યાં-જ્યાં પણ ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયા હતા, તેવા તમામ 61 પ્લેસ પર ફરીથી સઘન સર્વે અને દવાઓનો છંટકાવ કરવા માટે તંત્રને કડક આદેશ આપી દેવામાં આવ્યા છે. સેન્ડફ્લાય નામની માખી આ વાયરસ ફેલાવવા માટે મુખ્ય વાહક જવાબદાર માનવામાં આવે છે. ગોધરા અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પણ આ માખી મળી આવી હોવાથી તે વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારાયો છે. સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવા અપીલ અંતમાં આરોગ્ય વિભાગે જનતાને અપીલ કરી છે કે, આ વાયરસને લઈને બજારમાં કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અને ખોટી માહિતીથી ગભરાવાની જરૂર નથી. આરોગ્ય વિભાગ દ્વારા જે પણ સત્તાવાર ગાઈડલાઈન કે સૂચનો જાહેર કરવામાં આવે તેને જ સાચા માનવા. ખોટી ભીતિના કારણે લોકોની માનસિક સ્થિતિ પર અસર થતી હોય છે, જ્યારે વાસ્તવિકતામાં આરોગ્ય વિભાગની ટીમો ગ્રાઉન્ડ લેવલ પર સતત અગમચેતીના પગલાં લઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    આવતીકાલથી રથયાત્રાના કાર્યક્રમનો પ્રારંભ:જગન્નાથજીની નેત્રોત્સવ પૂજા, 15 જુલાઈએ સોનાવેશના દર્શન, CM કરશે 'પહિંદ' વિધિ; રથયાત્રાના રિહર્સલમાં CP ચાલતા નીકળ્યા
    Next Article
    Karnataka BJP MLA Attends Criminal's Birthday Bash, Sparks Controversy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment