Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય ચૂંટણી પંચે પ્રાથમિક મતદાર યાદીઓ જાહેર કરી:15 મનપા, 84 ન.પા., 34 જિલ્લા ને 260 તા.પંચાયતની મતદાર યાદી જાહેર, 27 માર્ચ સુધી સુધારા અરજી મોકલી શકશો

    1 week ago

    રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ પ્રક્રિયા આગળ વધી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેના પગલે ચૂંટણીની તૈયારીને વેગ મળ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીઓ જાહેર રાજ્યના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીઓ જાહેર કરવામાં આવી છે. તેમાં રાજ્યની 15 મહાનગર પાલિકા (મનપા), 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદીનો સમાવેશ થાય છે. 27 માર્ચ સુધી સુધારા અરજી મોકલી શકશો આ પ્રાથમિક યાદી જાહેર થતા હવે મતદારો માટે પોતાના નામ, સરનામા સહિતની વિગતો ચકાસવાની તક મળશે. જો કોઈ ભૂલ અથવા સુધારો કરવાની જરૂર હોય તો નક્કી સમયમર્યાદામાં (27 માર્ચ સુધી) અરજી કરી શકાશે. ચૂંટણી આયોગ દ્વારા આ પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ચૂંટણીને લઈ રાજકીય પક્ષોની તૈયારી શરૂ આવનારા દિવસોમાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે, જેના કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર બોર્ડર પર 'નોટિસ રાજ' થી ખેડૂતોમાં વનવિભાગ સામે રોષ:ગીરના 1 કિમી વિસ્તારમાં હોમસ્ટે મુદ્દે સરકાર અને ખેડૂતો આમને-સામને, 'અમને વિકાસના નામે ફરી ઝૂંપડામાં ન ધકેલો' આંદોલનની ચીમકી
    Next Article
    ગીર સોમનાથમાં 5,551 જળસંચયના કામો પૂર્ણ:જનભાગીદારી અભિયાન 2.0 હેઠળ રાજ્યમાં ચોથું સ્થાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment