Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં 5,551 જળસંચયના કામો પૂર્ણ:જનભાગીદારી અભિયાન 2.0 હેઠળ રાજ્યમાં ચોથું સ્થાન મેળવ્યું

    2 weeks ago

    ગીર સોમનાથ જિલ્લાએ જળસંચય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. રાજ્ય સરકારના જળસંચય જનભાગીદારી અભિયાન 2.0 અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5,551 જળસંચયના કામો પૂર્ણ થયા છે. આ કામગીરી બદલ ગીર સોમનાથ જિલ્લાએ રાજ્યમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે જિલ્લાની સંકલિત આયોજન શક્તિ અને જનસહભાગિતાનું પ્રતીક છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર જે. કે. કારાવદરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં વિવિધ વિભાગો વચ્ચે સુમેળ સાધી જળસંચયના કાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. નવા બનતા મકાનોમાં રેઈનવોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત શોકપીટ, બોરવેલ અને કૂવાઓનું રિચાર્જિંગ, ખેતરોમાં પાળા બાંધી પાણી રોકવાની પદ્ધતિ, ચેકડેમ, ગામ તળાવો અને પરકોલેશન ટાંકી જેવા કાર્યો દ્વારા વરસાદી પાણીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી હતી કે જ્યાં જ્યાં વિકાસ કાર્યો હાથ ધરાય ત્યાં પાણી સંગ્રહની વ્યવસ્થાઓ અનિવાર્યપણે અમલમાં મુકવી. તેમણે ખાસ ભાર મૂક્યો કે માત્ર શાસન દ્વારા નહીં, પરંતુ જનભાગીદારી દ્વારા જ પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય બને છે. કલેક્ટર ઉપાધ્યાયે નાગરિકોને પણ અપીલ કરી કે, તેઓ પોતાના ઘરો, ખેતરો અને સંસ્થાઓમાં પાણી જમીનમાં ઉતારવાના ઉપાયો અપનાવે. આનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને આવનારી પેઢી માટે પાણીનો સંકટ ટાળી શકાશે. આ દરમિયાન, રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે પણ પાણી વ્યવસ્થાપનને મજબૂત બનાવતી દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વિશેષ નોંધનીય છે કે, જળ જીવન મિશનની શરૂઆત 15 ઓગસ્ટ 2019ના રોજ “હર ઘર જળ”ના સંકલ્પ સાથે કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ દેશના દરેક ઘર સુધી નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો છે. આ સમગ્ર અભિયાન માત્ર સરકારી યોજનાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ લોકોની સક્રિય ભાગીદારી અને સંવેદનશીલ અભિગમના કારણે જ ગીર સોમનાથ જિલ્લો આજે જળસંચય ક્ષેત્રે રાજ્યમાં અગ્રણી બની રહ્યો છે. આવનારા સમયમાં પણ આ જ ગતિ જળવાઈ રહેશે તો જિલ્લામાં પાણીની સમસ્યા નોંધપાત્ર રીતે ઘટાડવામાં સફળતા મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્ય ચૂંટણી પંચે પ્રાથમિક મતદાર યાદીઓ જાહેર કરી:15 મનપા, 84 ન.પા., 34 જિલ્લા ને 260 તા.પંચાયતની મતદાર યાદી જાહેર, 27 માર્ચ સુધી સુધારા અરજી મોકલી શકશો
    Next Article
    Gujarat News Live | ગુજરાતમાં પેટ્રોલની અછત! શું છે સત્ય? Gujarat Petrol Pump | Panic Buying

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment