Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો:ખાંભા-તુલસીશ્યામ રેન્જમાં 15 વર્ષના સિંહે દમ તોડ્યો, વનવિભાગે કહ્યું- વૃદ્ધાવસ્થાથી મોત થયું; બે મહિનામાં જિલ્લામાં 6 સિંહના મોત

    3 days ago

    અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળની ખાંભા-તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ વિસ્તારમાં પથ્થરમાળા રેવન્યુ વિસ્તારમાંથી કોહવાયેલી હાલતમાં એક સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક માલધારીએ મૃતદેહ જોતા વનવિભાગને જાણ કરી હતી, ત્યાર બાદ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગ દ્વારા સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવના જણાવ્યા અનુસાર, મૃત સિંહની ઉંમર આશરે 15 વર્ષ હતી અને તેનું મોત વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે થયું છે. છેલ્લા બે મહિનામાં અમરેલી જિલ્લામાં કુલ 6 સિંહના મોત નોંધાયા છે. થોડા દિવસો પહેલા દલખાણીયા રેન્જમાંથી પણ એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત, ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં 8 માસના સિંહબાળનું મોત, બગસરાના હામાપુરમાં બે દિવસના સિંહબાળનું મોત, પાણીયા રેન્જમાં ઇનફાઇટમાં સિંહબાળનું મોત, સાવરકુંડલા રેન્જમાં દોલતી ગામે ઇનફાઇટમાં સિંહબાળનું મોત, અને સાવરકુંડલાના મેરીયાણા ગામે સિંહબાળનું મોત થયું હતું. અગાઉ ધારી ગીર પૂર્વના જસાધાર અને ગીર પશ્ચિમ વિસ્તારમાં બીમારીના કારણે 12થી વધુ સિંહોના મોત થયાની ઘટનાઓ પણ સામે આવી હતી. તે સમયે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી અને રિપોર્ટ જાહેર કરવાનો દાવો કર્યો હતો. જોકે, આ ઘટનાઓને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વનવિભાગ કે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે તપાસ અહેવાલ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. જેના કારણે ફરી એકવાર વનવિભાગ અને સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગોંડલ-કોટડા સાંગાણી રોડ પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમના મોત:કાર-એક્ટિવાની ટક્કરે મામા-ફોઈના બે સગા ભાઈનો જીવ લીધો, કમ્પ્યુટર ક્લાસ પતાવીને ઘરે પરત ફરતા કાળ ભેટ્યો
    Next Article
    બપોરે કમિશનરનું જોઈનિંગ-રાત્રે મીટિંગ, સવારે વાંગચુકને ઉઠાવ્યા:CJPને સંસદ માર્ચની પરમિશન નહીં, પોલીસે કહ્યું- માંગશે તો પણ નહીં આપીએ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment