Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલ-કોટડા સાંગાણી રોડ પર ગમખ્વાર અકસ્માત, બે માસૂમના મોત:કાર-એક્ટિવાની ટક્કરે મામા-ફોઈના બે સગા ભાઈનો જીવ લીધો, કમ્પ્યુટર ક્લાસ પતાવીને ઘરે પરત ફરતા કાળ ભેટ્યો

    3 days ago

    ગોંડલ-કોટડા સાંગાણી રોડ પર ગત (18 જુલાઈ) સાંજે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર અને એક્ટિવા ધડાકાભેર અથડાતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગા મામા-ફોઈના ભાઈના કરુણ મોત નીપજ્યાં હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, દર્શીત અને હેમેન્દ્ર બંનેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. દર્શીતનું હોસ્પિટલ પહોંચતા મોત નીપજ્યું હતું, જ્યારે હેમેન્દ્રને ગંભીર હાલતમાં ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે પણ દમ તોડી દીધો હતો. હસતાં-રમતાં બે વહાલસોયા દીકરાના અકાળે મોતથી પરમાર અને ચૌહાણ પરિવાર પર આભ તૂટી પડ્યું છે. એક્ટિવા રોડ પર આશરે 100 મીટર જેટલું ઢસડાયું મળતી વિગતો મુજબ, કોટડા સાંગાણી ખાતે રહેતો 15 વર્ષનો દર્શીત રાજેશભાઈ ચૌહાણ ગોંડલ ખાતે કમ્પ્યુટર ક્લાસમાં ભણવા માટે આવ્યો હતો. ટ્યુશન ક્લાસ પૂર્ણ થયા બાદ તે ગોંડલના સહજાનંદ નગરમાં રહેતા તેના મામા ઇન્દ્રજીતભાઈના ઘરે ગયો હતો. ત્યાંથી દર્શીત અને તેનો મામાનો દીકરો હેમેન્દ્ર (ઉં.વ. 12) બંને એક્ટિવા લઈને કોટડા સાંગાણી જવા માટે નીકળ્યા હતા. એક્ટિવા-કારના સ્પેરપાર્ટ્સ રોડ પર ફંગોળાયા સાંજે આશરે 8 વાગ્યાની આસપાસ તેઓ જ્યારે કોટડાસાંગાણી નજીક પહોંચ્યા, ત્યારે રોડ પર સાવ અંધારપટ હતો અને એક વળાંક પાસે સામેથી બેફામ સ્પીડે આવતી સફેદ કલરની બ્રેઝા કારે (નંબર GJ-03-PJ-2910) તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારની અડફેટે આવ્યા બાદ એક્ટિવા રોડ પર આશરે 100 મીટર જેટલું ઢસડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે, એક્ટિવા અને કારના સ્પેરપાર્ટ્સ હવામાં ઉડીને રોડ પર ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં બંને કિશોરના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પરમાર પરિવારે એકનો એક પુત્ર ખોયો મૃતક હેમેન્દ્ર પરમાર ગોંડલના સહજાનંદ નગરમાં રહેતો હતો અને સ્ટેશન પ્લોટમાં આવેલી શિશુ મંદિર સ્કૂલમાં ધોરણ-5માં અભ્યાસ કરતો હતો. તેના પિતા ઇન્દ્રજીતભાઈ મિસ્ત્રી કામ કરે છે. હેમેન્દ્ર પોતાના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને પરિવારમાં તેનાથી નાની એક બહેન છે. જ્યારે મૃતક દર્શીત ચૌહાણ કોટડા સાંગાણીનો વતની હતો અને તેના પિતા શાપરમાં હાર્ડવેરની દુકાન ચલાવે છે. દર્શીત બે ભાઈમાં મોટો હતો. કારની એરબેગ્સ ખુલી જવાથી કારમાં બેઠેલા પરિવારનો આબાદ બચાવ અકસ્માત થયો તે જ સમયે પાછળથી કોટડા સાંગાણી પોલીસના ASI વિશાલ ગઢાધરા ગોંડલ તરફ જઈ રહ્યા હતા. તેમણે તુરંત સ્થળ પર પહોંચીને 108 એમ્બ્યુલન્સ અને 112 નંબર પર કોલ કર્યો હતો તેમજ કોટડા સાંગાણી PIને આ અંગે જાણ કરી હતી. અકસ્માતગ્રસ્ત કારમાં એક પરિવાર સવાર હતો, જેમાં બે મહિલા પણ સામેલ હતી. કારની એરબેગ્સ ખુલી જવાને કારણે કારમાં બેઠેલા પરિવારનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત બાદ માનવતા દાખવીને તે પરિવારે અન્ય કાર બોલાવી હતી અને એક મહિલાએ મૃતક હેમેન્દ્રને અન્ય ગાડીમાં બેસાડી ગોંડલની સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો. ઉચ્ચ અધિકારી સહિત પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના મોટા ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને પગલે ગોંડલ ડિવિઝનના DYSP કે.જી. ઝાલા તથા કોટડા સાંગાણીના ઇન્ચાર્જ PI એસ.આર. ગોહિલ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તુરંત જ અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી દૂર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ગાડીચાલકની અટકાયત કરી પોલીસે બંને કિશોરના મૃતદેહોનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મૃતક હેમેન્દ્રના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ અને દર્શીતના મૃતદેહને કોટડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માત સર્જનાર ગાડીના ચાલકને પોલીસ સ્ટેશનમાં હસ્તગત કરી લીધો છે. હેમેન્દ્રએ સારવાર દરમિયાન દમ તોડ્યો મૃતક દર્શીતના પિતા રાજેશભાઈ મહેશભાઈ ચૌહાણની ફરિયાદના આધારે કોટડા સાંગાણી પોલીસે ગુનો દાખલ કર્યો છે. પોલીસે બ્રેઝા કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.)ની કલમ 281, 106(1) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ ઇન્ચાર્જ PI એસ.આર. ગોહિલ ચલાવી રહ્યા છે. ------ આ પણ વાંચો રખડતી ગાયો સાથે બાઈક અથડાતાં યુવકનું મોત, CCTV રખડતા ઢોરનો ત્રાસ દિનપ્રતિદિન વાહનચાલકો માટે કાળ સાબિત થઈ રહ્યો છે. સાણંદ-બાવળા હાઈવે પર પીંપણ ગામ નજીક ગત 16 જુલાઈની રાત્રે રોડની વચોવચ અડીંગો જમાવીને બેઠેલી રખડતી ગાયો સાથે બાઈક ધડાકાભેર અથડાતા એક યુવકનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. જુઓ CCTV સ્કૂલથી ઘરે જતી વિદ્યાર્થિનીને આઈશરે કચડી, શોંકિંગ CCTV 14 દિવસ પહેલાં તારાપુરના મોરજ ગામની ચોકડી પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. શાળાએથી સાઈકલ પર ઘરે પરત ફરી રહેલી 13 વર્ષની બાળકીને એક બેફામ આવી રહેલા આઈશર ટેમ્પોના ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાના શોકિંગ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જુઓ CCTV
    Click here to Read More
    Previous Article
    'તારક મહેતા...'ના નિર્માતા અસિત મોદી ત્રિયુગીનારાયણ પહોંચ્યા:દીકરાના લગ્ન માટે પૌરાણિક સ્થળની મુલાકાત કરી, શિવ-પાર્વતીના લગ્ન સ્થળે વિશેષ પૂજા કરી
    Next Article
    અમરેલીમાં કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો:ખાંભા-તુલસીશ્યામ રેન્જમાં 15 વર્ષના સિંહે દમ તોડ્યો, વનવિભાગે કહ્યું- વૃદ્ધાવસ્થાથી મોત થયું; બે મહિનામાં જિલ્લામાં 6 સિંહના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment