Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાહુલ બોલ્યા- રાષ્ટ્રપતિનો મત ચોરી અંગે ઈનકાર નહીં; જંતર-મંતર પર આજે CJPનો પ્રોટેસ્ટ, સુરતમાં ગિરિરાજ સિંહ લાલઘૂમ

    10 hours ago

    નમસ્તે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણીને લઈને રાહુલ ગાંધી, ખડગે, પ્રિયંકા, મમતા સહિત 10 વિપક્ષી સાંસદોએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. આજે જંતર-મંતર પર CJPનું પ્રદર્શન છે. નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે પીએમ મોદીના નામથી ઓળખાશે. સીએમ યોગીએ આ જાહેરાત કરી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કોકરોચ જનતા પાર્ટી દ્વારા CECના રાજીનામાની માંગને લઈને દિલ્હીમાં પ્રદર્શન. 2. રાહુલ ગાંધી ચેન્નાઈમાં સાંજે 5 વાગ્યે 'વિદ્યાર્થીઓ કી ગુંજ' કાર્યક્રમ કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલે કહ્યું- રાષ્ટ્રપતિએ વોટ ચોરીનો ઇનકાર કર્યો નથી:અમારી પાસેથી પુરાવા માંગ્યા; સોમવારે સુપ્રીમ કોર્ટ જઈશું; 4 દિવસમાં ત્રીજી રેલી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને વિપક્ષી ગઠબંધને શુક્રવારે સતત ચોથા દિવસે પ્રદર્શન અને માર્ચ કાઢી. સૌથી પહેલાં જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એક કલાક સુધી બેઠક યોજાઈ. ત્યારબાદ સાંસદોએ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી પગપાળા માર્ચ કરી. રાહુલ, મમતા, ખડગે સહિત 10 સાંસદોનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિને મળ્યું. બાકીના સાંસદોએ વિજય ચોક પર ધરણાં આપ્યાં. સંપૂર્ણ સમાચાર વાંચો 2. CJIએ કહ્યું- માખી મારવા માટે હથોડો ન ચલાવો:કોકરોચ પાર્ટીના પ્રદર્શન પહેલા કડકાઈ બદલ સરકારને ફટકાર; દિલ્હીમાં 57 મેટ્રો સ્ટેશન બંધ, ટ્રેનો રદ કોકરોચ જનતા પાર્ટીના શનિવારે યોજાનારા પ્રદર્શન અંગે વધુ પડતી કડકાઈ દાખવવા બદલ સુપ્રીમ કોર્ટે સરકારને ફટકાર લગાવી. CJI સૂર્યકાંતે કહ્યું- "તમારે કેટલીક બાબતોને રોકવી જ પડશે. તેને રોકવા માટે માત્ર એટલી જ કાર્યવાહી કરો જેટલી જરૂરી હોય. પરંતુ એનો અર્થ એ નથી કે તમે માખી મારવા માટે હથોડાનો ઉપયોગ કરો. આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ." આ સાથે જ કોર્ટે મેટ્રો બંધ કરવાનો આદેશ રદ કરી દીધો. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ભારતવંશી નવનીતમ પિલ્લાઈને શાંતિનો નોબેલ પુરસ્કાર:વ્યવસાયે વકીલ; દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે લડવામાં નેલ્સન મંડેલાની મદદ કરી નોર્વેની નોબેલ સમિતિએ 2026નો શાંતિ પુરસ્કાર ભારતવંશી નવનીતમ નાવી પિલ્લાઈને આપવાની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકામાં જન્મેલાં પિલ્લાઈએ રંગભેદ સામે લડનારા નેલ્સન મંડેલા સહિત અનેક લોકોની મદદ કરી હતી. પિલ્લાઈને યુદ્ધ અપરાધ અને નરસંહારના દોષિતોને સજા અપાવવા તથા આંતરરાષ્ટ્રીય કાયદાને મજબૂત કરવાના પ્રયાસો માટે આ સન્માન આપવામાં આવ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો 4. નાના પાટેકરના મોત મામલે ગોવા પોલીસે તપાસ હાથ ધરી:અપ્રાકૃતિક મોતનો કેસ નોંધ્યો, મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરવા અંગે દીકરાનો ખુલાસો ગોવા પોલીસે દિગ્ગજ એક્ટર નાના પાટેકરના નિધનના મામલે મેડિકો-લીગલ 'અકુદરતી મૃત્યુ' (UD)નો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, તેમને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા, જેના કારણે પોલીસ કેસ નોંધવો જરૂરી હતો. બીજી તરફ, પુણેના ફાર્મહાઉસમાં મોડી રાત્રે થયેલા અંતિમ સંસ્કાર અંગે દીકરા મલ્હાર પાટેકરે સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે, ગોવાથી પાર્થિવ દેહ લાવવામાં વિલંબ થયો હતો અને સવારે જ નિધન થયું હોવાથી પરિવારે તે જ દિવસે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 5. સ્ટેડિયમ પછી હવે એરપોર્ટ પણ મોદીના નામે:CM યોગીની જાહેરાત, નોઇડા એરપોર્ટનું નામ હવે નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ થયું; અગ્નિવીરોને 20% અનામત, પરીક્ષા વિના જોઈનિંગ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે પીએમ મોદીના નામથી ઓળખાશે. સીએમ યોગીએ શુક્રવારે આ જાહેરાત કરી. તેમણે કહ્યું- હવે જેવર એરપોર્ટનું નામ નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ હશે. યુપી કેબિનેટની બેઠકમાં આ સંબંધિત પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. દેશમાં સૌથી પહેલી રેપિડ રેલનું નામ પણ નમો ટ્રેન રાખવામાં આવ્યું છે અને સિલવાસા સ્થિત મેડિકલ કોલેજનું નામ પણ નમો મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે. પીએમ મોદીએ 28 માર્ચ 2026ના રોજ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ-1નું ઉદ્ઘાટન કર્યું હતું. એરપોર્ટના પ્રથમ તબક્કામાં 3300 એકર જમીન પર ટર્મિનલ અને રનવે બનાવવામાં આવ્યા છે. અહીંથી દર વર્ષે લગભગ 1.2 કરોડ મુસાફરો મુસાફરી કરી શકશે. તેના પર 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. સરકારી કચેરીઓમાં અટવાયેલા કામકાજ ફરી ચાલુ, અરજદારોની હાલાકીનો અંત:મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ, સરકાર સાથે સમાધાન થતાં આંદોલન મૌકૂફ નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો આખરે સુખદ ઉકેલ આવી ગયો છે. રાજ્ય સરકાર સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠકમાં મળેલી સકારાત્મક ખાતરી બાદ મહામંડળ દ્વારા આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યભરના સરકારી કચેરીઓમાં અટવાયેલા કામકાજ ફરી રાબેતા મુજબ શરૂ થતાં સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. 'જ્ઞાનેશકુમાર રાજીનામું નહીં આપે, રાહુલ ગાંધી નાજાયઝ હોય તો આપે':સુરતમાં ગિરિરાજ સિંહ લાલઘૂમ, શ્રમિકોની સાપ્તાહિક રજા મુદ્દે કહ્યું-માલિક અને મજૂર એક જ સિક્કાની બે બાજુ આજ(9 ઓક્ટોબર)થી ત્રણ દિવસીય સુરત મુલાકાતે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે ટેક્સટાઇલ ઉદ્યોગની મુલાકાત વચ્ચે સુરત સર્કિટ હાઉસ ખાતે મીડિયા સાથે વાતચીતમાં ચીફ ઈલેક્શન કમિશ્નર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અને શ્રમિકોની સાપ્તાહિક રજાના મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું હતું. ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, જ્ઞાનેશ કુમાર રાજીનામું શા માટે આપે? મીઠું-મીઠું ગપ-ગપ, કડવું-કડવું થૂ-થૂ! પહેલાં રાહુલ ગાંધી પોતે લોકસભામાંથી રાજીનામું આપે જો નાજાયઝ હોય તો અને કર્ણાટકની સરકારનું, તેલંગાણાની સરકારનું રાજીનામું અપાવે. જ્ઞાનેશ કુમાર રાજીનામું નહિ આપે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ નંદીગ્રામમાં ભાજપના ઉમેદવારે CM શુભેન્દુનો રેકોર્ડ તોડ્યો:પેટાચૂંટણીમાં 1.22 લાખ મતોથી જીત; પુડુચેરીમાં NDA, તમિળનાડુની બંને બેઠકો TVKએ જીતી (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ પાકિસ્તાનનો નકશો બદલી પોતાની શક્તિ વધારવા માંગે છે મુનીર:4 પ્રાંતોને 15 ભાગોમાં વહેંચવાની તૈયારી; પંજાબ-સિંધની રાજકીય શક્તિ નબળી થશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ લખનઉમાં પૂરથી 3 લાખથી વધુ લોકો પ્રભાવિત:બિહારના 18 જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ; ઉત્તરાખંડના પિથોરાગઢમાં હિમવર્ષા (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. ઈન્ટરનેશનલઃ વૅન્સ બોલ્યા- વિઝા લઈને અમેરિકામાં કામ કરનારા બંધુઆ મજૂરો:ભારતનો જવાબ- અમેરિકન અર્થવ્યવસ્થાને આ જ લોકો સંભાળી રહ્યા છે; H-1B વિઝા લેનારાઓમાં 71% ભારતીય (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. બિઝનેસઃ તહેવારોની ખરીદીમાં બચશે હજારો રૂપિયા:ઓનલાઇન-ઓફલાઇન માટે અલગ લિસ્ટ બનાવો; એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ અને ફ્રોડથી બચવા માટેની ચેકલિસ્ટ (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ વિદ્યા, સન્માન અને સગા-સંબંધી વગરનું ઘર નકામું!:આ 4 જગ્યાએ ભૂલથી પણ ઘર ન બનાવો, ચાણક્ય નીતિમાંથી શીખો યોગ્ય સ્થળની પસંદગી (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. સ્પોર્ટ્સઃ દાવો- BCCIએ રોહિત શર્માના રિહેબની માહિતી છુપાવી:છેલ્લા એક વર્ષમાં 32 ક્રિકેટરો ઈજાગ્રસ્ત, માન્ચેસ્ટર ટેસ્ટમાં પંતનું હાડકું તૂટ્યું હતું (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ ભિખારીની 21 પત્નીઓ બાંગ્લાદેશમાં મોરુ મિયાં નામના ભિખારીની 21 પત્નીઓ છે. તે દરરોજ અલગ પત્ની સાથે ભીખ માગવા જાય છે. મોરુનો દાવો છે કે આ તમામ મહિલાઓએ પોતે જ તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. 2026નું જંતર મંતર બનશે 2011નું રામલીલા?:શું મોદી સરકારને કોંગ્રેસવાળી ભૂલ ભારે પડશે? 7 મુદ્દા જે ભાજપની 2029ની ગેમ બગાડી શકે, વોટબેંક ક્યાં વળશે? 2. નવરાત્રિમાં કયા સિંગર ક્યાં પર્ફોર્મ કરશે?: સમય, તારીખ અને ગરબા વાઈઝ પાસની કિંમત, જાણો સંપૂર્ણ ગાઈડ 3. હવે કેટલા થશે સોના- ચાંદીના ભાવ:તહેવારોમાં ખરીદી કરી લેવી જોઈએ કે નહીં; લગ્નગાળો છેક જાન્યુઆરીથી, તે પહેલાં શું થશે 4. 'જયકાંત શિકરે' છે મોદી વિરોધી, 'રામાયણ' અંગે બેફામ નિવેદન આપ્યું:પ્રકાશ રાજના પિતા હિંદુ ને માતા ક્રિશ્ચિયન, 45 વર્ષે બીજા લગ્ન ને 51ની ઉંમરે ચોથીવાર પિતા બન્યા 5. હકાભાએ સૂતાં-સૂતાં જેમિનિ મેડમ સાથે ડાયરો કર્યો:ગુગલની સિસ્ટમ ગોથે ચડી, સરપંચે ખખડાવતા TDO સાહેબ ધ્રૂજી ગયા, પિત્તો છટકતા વાઘાણીએ બૂમ પાડી 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મિથુન રાશિના લોકો માટે ગ્રહની સ્થિતિ અનુકૂળ બની રહી છે, મીન રાશિના નોકરીયાત વ્યક્તિઓ માટે રેડ સિગ્નલ (સંપૂર્ણ રાશિફળ વાંચો)
    Click here to Read More
    Previous Article
    CISF Jawan Dies Of Gunshot Injuries In Jammu And Kashmir, Probe Ordered: Cops
    Next Article
    કોકરોચ પાર્ટીનું આજે જંતર-મંતર પર પ્રદર્શન:પોલીસે કહ્યું- પરમિશન નથી; દિલ્હી રૂટની 75 ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશનો બંધ; BSF બોલાવવામાં આવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment