Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:હવે પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદની તિવ્રતા ઓછી રહેશે, 15 જૂન આસપાસ ચોમાસુ બેસશે

    1 week ago

    હજુ પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં ઘટાડો જોવા મળશે. જો કે, 15 જૂન આસપાસ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે. તેમ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું જોકેબાદમાં વરસાદની તીવ્રતા ઘટી શકે, 15 જૂન આસપાસ ચોમાસાની એન્ટ્રી બાદ ફરી વરસાદી માહોલ જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આગામી બે દિવસ દરમિયાન પ્રિમોન્સૂનની ગતિ વધુ સક્રિય રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાં, ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ નોંધાઈ શકે છે. હવામાનની સ્થિતિ મુજબ બે દિવસ બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો થઈ સામાન્ય છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. જોકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ યથાવત રહેતાં વાદળછાયું વાતાવરણ અને ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. ખેડૂતો વરસાદના આગામી રાઉન્ડ પર નજર રાખી રહ્યા છે. પ્રિમોન્સૂન વરસાદથી કેટલાક વિસ્તારોમાં જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જે વાવણી પૂર્વે અનુકૂળ સ્થિતિ સર્જી શકે છે. હાલના અનુમાન મુજબ 15 જૂન આસપાસ ચોમાસું રાજ્યના વધુ વિસ્તારોમાં પહોંચે તેવી સંભાવના છે. ચોમાસાના આગમન બાદ વરસાદ ફરી વધે અને નિયમિત વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા આગોતરા મગફળીનું વાવેતર શરૂ કરવામાં આવ્યું જે વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા છે ત્યાં ખેડૂતોએ આગોતરા મગફળીના પાકનું વાવેતર શરૂ કર્યું છે.આ સમયે મગફળી નું વાવેતર કરવાથી ઉત્પાદન પણ સારૂ મળતું હોવાનું જાણવા મળી રહ્યું છે. તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા દિવસોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદી ઝાપટાંના કારણે ગરમીનો પ્રકોપ પણ ઘટ્યો છે.જેથી લોકોમાં પણ રાહત પ્રસરી છે.હાલના સામાન્ય વરસાદના લીધે વાવણી પૂર્વે જમીનમાં ભેજ વધશે. ડેમોમાં પણ હવે પાણી ડુકી ગયા માળીયા પંથકના ભાખરવડ તેમજ વંથલી પંથકના સાબલી ડેમમાં પણ હવે પાણીનો જથ્થો ઘટી ગયો છે જેથી આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા જઇ શકે છે.જોકે ચોમાસુ સમયસર પહોંચે તો ફરી નવા નિરની આવક થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    આપઘાત:MBBSના બીજા વર્ષના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું
    Next Article
    મંડે પોઝિટીવ:નાજાપુર ગામમાં તમામ વીજ ‎કનેકશનમાં સ્માર્ટ મીટર લાગ્યા‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment