Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મહાનગરપાલિકાની લાલ આંખ:પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદેસર ભાડૂઆતો રાખનારા 15 આવાસો સીલ

    1 week ago

    શહેરની વિવિધ પ્રધાનમંત્રી આવાસ યોજનાઓમાં નિયમોનું ઉલ્લંઘન કરી આવાસ ભાડે આપનારા મકાનમાલિકો સામે ભાવનગર મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં આજે તરસમીયા રોડ અને રૂવા વિસ્તારની આવાસ યોજનાઓમાં હાથ ધરવામાં આવેલા સર્વે બાદ, નોટિસની અવધિ પૂર્ણ થવા છતાં ખુલાસો રજૂ ન કરનારા કુલ 15 આવાસોને આજે સીલ મારી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, ​મહાનગરપાલિકાની સાત અલગ-અલગ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી આ તપાસમાં અનેક આવાસોમાં મૂળ લાભાર્થીને બદલે અન્ય વ્યક્તિઓ રહેતી હોવાનું બહાર આવ્યું હતું, જેમાં તરસમીયા રોડ સ્થિત પ્લોટ નં.46 ના 13 આવાસો અને રૂવા રીંગ રોડ પરના પ્લોટ નં.104 ના 2 આવાસો મળી કુલ 15 મકાનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, રૂવા લીલા ઉડાન સામે આવાસ યોજનામાં કાર્યવાહી ​રૂવા ખાતે ફાઇનલ પ્લોટ નં.104 પર આવેલ 120 આવાસોમાં ગત તા.3/2/2026 ના રોજ મનપા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં સ્થળ પર 34 ભાડૂઆતો, 49 મૂળ લાભાર્થીઓ અને 37 બંધ મકાનો મળી આવ્યા હતા, 34 ભાડૂઆતોને 7 દિવસમાં મકાન ખાલી કરવા અને જરૂરી ખુલાસો તેમજ સોસાયટીની NOC રજૂ કરવા નોટિસ અપાઈ હતી, સમયમર્યાદા પૂરી થવા છતાં 2 મકાનમાલિકોએ સંતોષકારક ખુલાસો ન આપતા આજે 2 આવાસોને સીલ કરી દંડ વસૂલવામાં આવ્યો હતો, તરસમીયા રોડ (મહાદેવ નગર સામે) આવાસ યોજનામાં કાર્યવાહી ​તરસમીયા રોડ પર ફાઇનલ પ્લોટ નં.46 ના 252 આવાસોમાં તા.12/2/2026 ના રોજ સાત ટીમો દ્વારા સર્વે હાથ ધરાયો હતો, તપાસ દરમિયાન 94 ભાડૂઆત, 92 મૂળ લાભાર્થી અને 66 બિન-રહેણાંક આવાસો નોંધાયા હતા, જેમાં 67 મકાનો બંધ હતા અને આસપાસના લોકો કે પ્રમુખે સહકાર ન આપતા તેને શકના દાયરામાં રાખવામાં આવ્યા હતા, કુલ 94 ભાડૂઆતી મકાનોને ખાલી કરવા નોટિસ આપી બાંહેધરી અને NOC મંગાવવામાં આવ્યા હતા, જેમાંથી 13 મકાનમાલિકોએ નિયત સમયમાં ખુલાસો રજૂ ન કરતા આજે 13 આવાસોને સીલ મારી દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અટલાદરામાં ખુલ્લી વરસાદી કાંસમાં ગાય ખાબકતા મોત:જેસીબીની મદદથી ગાયને બહાર કઢાઈ, ડ્રેનેજ લાઇનના ઢાંકણા ખુલ્લી હાલતમાં, પાલિકા તંત્રની બેદરકારી!
    Next Article
    સુરત પોલીસનું ‘ઓપરેશન ઝારખંડ’:રૂ.50 માટે હત્યા કરી 18 વર્ષથી ફરાર ખૂંખાર આરોપીને પકડવા પોલીસે આદિવાસીનો વેશ ધારણ કર્યો, ગાઢ જંગલોમાંથી દબોચી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment