Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અટલાદરામાં ખુલ્લી વરસાદી કાંસમાં ગાય ખાબકતા મોત:જેસીબીની મદદથી ગાયને બહાર કઢાઈ, ડ્રેનેજ લાઇનના ઢાંકણા ખુલ્લી હાલતમાં, પાલિકા તંત્રની બેદરકારી!

    1 week ago

    વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી ગટર તેમજ ડ્રેનેજ લાઇનના અનેક ઢાંકણા ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે. જેમાં ક્યારેક કોઈક પશુ તો ક્યારેક કોઈ વ્યક્તિ પણ ખાબક્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. શહેરના અટલાદરા વિસ્તારમાં વરસાદી ગટરનું એક ઢાંકણું તૂટેલી હાલતમાં હતું જેમાં એક ગાય ખાબકતા તેનું મોત નીપજ્યું હતું. જેસીબીની મદદથી ગાયને બહાર કાઢવામાં આવી અટલાદરા વિસ્તારમાં તલાટી ઓફિસની નજીક વરસાદી ગટરમાં અચાનક એક ગાય ખાબકી હતી. ત્યાંથી આવન જાવન કરતા લોકોએ આ ગાયને વરસાદી ગટરમાં જોયા તેઓએ તંત્રને જાણ કરી હતી જો કે આ ગાયનું મોત નીપજ્યું હતું. જેના મૃતદેહને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. ગાયના મૃત્યુના કારણે અનેક જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ક્યાં સુધી તંત્રના પાપે અકસ્માત સર્જાશે? વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં અખાડા કરવામાં આવી રહ્યા છે. અનેક વિસ્તારોમાં ખુલ્લી ગટરો અંગેની ફરિયાદ વારંવાર મળે છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા તે અંગેનું યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે અનેક લોકો એવા સવાલ કરી રહ્યા છે કે ક્યાં સુધી પાલિકાની ઘોર બેદરકારી અટકશે. ક્યારે આવા અકસ્માતો અટકશે? કેટલાક સ્થળોએથી ઢાંકણા ચોરાઈ ગયા છે વડોદરા શહેરમાં કેટલીક વખત ગટર સાફ માર્યા બાદ તેના ઉપર યોગ્ય રીતે ઢાંકણા મૂકવામાં આવતા નથી. તો કેટલાક વિસ્તારોમાં તો ગટરના ઢાંકણા ચોરાઈ ગયા છે. ઢાંકણા ચોરાઈ ગયા બાદ કેટલાય દિવસો સુધી તેના ઉપર નવા ઢાંકણા લગાવવામાં આવતા નથી. જેના કારણે આવા અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે પાલિકા તંત્રએ વિવિધ વિસ્તારોમાં ગટર ખુલ્લી ન રહે તે અંગેનું ધ્યાન આપવાની જરૂર છે.
    Click here to Read More
    Previous Article
    'યુદ્ધ જો કોઈ રોકાવી શકે તો તે ભારત છે':નાગપુરમાં સંઘ વડા ભાગવતે કહ્યું- ભારત પાસે ધર્મશક્તિ, બંધુભાવ અને માનવતા છે, આ વાત દુનિયા જાણે છે એટલે ભારત પાસે આશા રાખે છે
    Next Article
    ભાવનગર મહાનગરપાલિકાની લાલ આંખ:પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગેરકાયદેસર ભાડૂઆતો રાખનારા 15 આવાસો સીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment