Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 મનપામાં 3145 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ:સરેરાશ 53 ટકા મતદાન, 50 લાખથી વધુ મતદારોએ મતદાન ન કર્યું; અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તા બાખડ્યા

    1 day ago

    રાજ્યની 15 મહાનગરપાલિકાની ચૂંટણીમાં એકલ-દોકલ ઘટનાઓને બાદ કરતા શાંતિપૂર્ણ મતદાન સંપન્ન થયું છે. 15 મહાનગરપાલિકામાં સરેરાશ 53 ટકા(અંદાજિત) આસપાસ મતદાન નોંધાયું છે. 15 મહાનગરકપાલિકાની 1001 બેઠક પર 3145 ઉમેદવારોનું EVM સીલ થયેલા ભાવિનો મંગળવારે ફેંસલો થશે. સ્વ. વિજય રૂપાણીના પત્ની મતદાન સમયે ભાવુક બન્યા રાજકોટમાં સ્વ. વિજય રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી મતદાન કરવા પહોંચ્યા હતા. દરેક ચૂંટણીમાં અંજલિબેન અને વિજય રૂપાણી સાથે મતદાન કરવા જતા હતા. વિજય રૂપાણીના નિધન બાદ અંજલિબેન આજે એકલા મતદાન કરવા પહોચ્યા હતા. મતદાન કર્યા બાદ અંજલિબેન રૂપાણી પતિને યાદ કરી ભાવુક બન્યા હતા. આકરી ગરમી વચ્ચે મતદારોએ મતદાન કરી જુસ્સો બતાવ્યો ગુજરાતમાં આજે મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. ગરમીથી બચવા મોટી સંખ્યામાં મતદારો વહેલી સવારે જ મતદાન મથક પર પહોંચ્યા હતા. આકરી ગરમી અને અસામાન્ય સંજોગો વચ્ચે વૃદ્ધો, મહિલાઓ અને દિવ્યાંગ મતદારો મતદાન માટે પહોંચ્યા હતા. બપોરના સમયે આકરી ગરમી પડતા થોડા સમય માટે મતદાન મથકો પર પાંખી હાજરી જોવા મળી હતી. જો કે, સાંજના સમયે ફરીવાર મતદાન મથક પર મતદારોની કતાર જોવા મળી હતી. યુવા મતદારોએ પ્રથમવાર મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી 6 જૂની અને 9 નવી મહાનગરપાલિકામાં મોટી સંખ્યામાં યુવા મતદારો પણ મતદાન માટે પહોંચ્યા હતા. અનેક યુવા મતદારો એવા હતા કે જેઓએ પ્રથમવાર મતાધિકારીનો ઉપયોગ કર્યો. યુવા મતદારોની સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાય અને પ્રણામી સંપ્રદાયના સંતો મહંતોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અલગ અલગ શહેરોમાં નવદંપતીએ લગ્નના ફેરા સાથે મતદાન કર્યું રાજ્યમાં 45 ટકાથી વધુ મતદારો એવા છે કે, જેઓ સામાન્ય સંજોગોમાં પણ મતદાનથી અળગા રહ્યા. તો બીજી તરફ લગ્ન જેવો મહત્વનો પ્રસંગ હોવા છતાં નવદંપતી લગ્નના ફેરા ફર્યા બાદ મતદાન કરવા પહોંચ્યા હતા. મોરબી, વડોદરા સહિતના શહેરોમાં શતાયુ મતદારોએ પણ પરિવારજનો સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અમદાવાદ અને વડોદરામાં મતદાન મથક પર ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી આમ તો 15 મહાનગરપાલિકામાં મોટાભાગના વિસ્તારમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું. પરંતુ, અમદાવાદના કુબેરનગર અને વડોદરાના વોર્ડ નંબર 14માં મતદાન મથકો પર ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ આમનેસામને આવી જતા ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે મહામહેનતે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો જામનગરમાં મતદાન સમયે જ AAPના ઉમેદવારનું હાર્ટઅટેકના કારણે નિધન જામનગર મહાનગરપાલિકાના મતદાન સમયે જ વોર્ડ નંબર 3ના આમ આદમી પાર્ટીના ઉમેદવારે નરેન્દ્રસિંહ જાડેજાને હ્રદયરોગનો હુમલો આવતા નિધન થયું હતું. આજે મતદાન પ્રક્રિયા દરમિયાન બપોરે આશરે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજા પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમને અચાનક હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો. ઘટના બાદ તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હતા. આ અચાનક બનેલી ઘટનાને લઈને પરિવારમાં તેમજ રાજકીય વર્તુળોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતા પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સાથે જ આમ આદમી પાર્ટીના અન્ય ઉમેદવારો અને કાર્યકરો પણ હોસ્પિટલ પર પહોંચ્યા હતા, જ્યાં ગમગીન માહોલ સર્જાયો હતો.આ ઘટનાએ ચૂંટણીના માહોલ વચ્ચે શોકની છાયા પાથરી છે, અને શહેરમાં પણ દુઃખની લાગણી પ્રસરી રહી છે. વોર્ડ નંબર-3 ની મતદાનની પ્રક્રિયા અને ત્યારબાદ મત ગણતરી યથાવત રહેશે.- જિલ્લા કલેકટર જામનગર મહાનગરપાલિકા ની વોર્ડ નંબર ત્રણની ચૂંટણી અને મતદાનની પ્રક્રિયા દરમિયાન બપોરે ચારેક વાગ્યા આસપાસ દુઃખદ ઘટના બની હતી, અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર નું ચાલુ મતદાન સમયે અવસાન થયું હતું. જો કે મતદાનની પ્રક્રિયા અવિરત ચાલુ રહી હતી, અને આ સંદર્ભમાં જામનગરના જિલ્લા કલેકટર દ્વારા રાજ્યના ચૂંટણી પંચનો સંપર્ક પણ સાધવામાં આવ્યો હતો, અને સાંજે 6 વાગ્યા બાદ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી આવનારી મત ગણતરીની પ્રક્રિયાઓ પણ યથાવત રહેશે તેમ જણાવ્યું હતું. નવરચિત 9 મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી આ વખતે રાજ્યમાં 6 જૂની (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર) મહાનગરપાલિકા અને 9 નવી (નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદ) મહાનગરપાલિકા મળી કૂલ 15ની ચૂંટણી યોજાઈ રહી છે. શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત હોય 15વર્ષના લાંબાગાળા બાદ 2025માં નવી 9 મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી. આ પહેલા વર્ષ 2002માં જૂનાગઢ અને છેલ્લે 2010માં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટ પર મતદાન ભાજપ માટે સત્તા જાળવવાનો, કોંગ્રેસ માટે કમબેક અને આપ માટે પગ જમાવવાનો પડકાર રાજ્યની જે જૂની આઠ મહાનગરપાલિકા છે તે તમામમાં હાલ ભાજપનું શાસન છે. હાલ જે 6 જૂની મનપાની ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં અમદાવાદ અને રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. જ્યારે સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં તો 30 વર્ષથી ભાજપનું શાસન છે. શહેરી વિસ્તારમાં ભાજપા સતત મજબૂત થઈ રહ્યી છે તો બીજી તરફ કોંગ્રેસ સતત નબળી પડતી ગઈ છે. ત્યારે કોંગ્રેસ માટે કમબેક કરવાનો મોટો પડકાર છે. તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરવાનો પ્રયાસ કરી રહી છે. 2021માં આમ આદમી પાર્ટીને 13.91 ટકા મત મળ્યા હતા. સુરત મનપામાં 27 બેઠક પણ જીતી હતી. જુઓ, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને મહેસાણા મનપામાં હરિફ ઉમેદવારોની ફોટો સાથેની યાદી 15 મહાનગરપાલિકામાં દિવસભર ચાલેલા મતદાનની પળેપળની અપડેટ જોવા નીચે સ્કોલ કરો…
    Click here to Read More
    Previous Article
    મતદાનમાં હાર્ટ એટેકથી 3ના મોત:જામનગર મનપામાં AAPના ઉમેદવારનું નિધન; ગરમી 44 ડિગ્રી અને મતદાન 57%
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની 27 મુદ્દાઓને લઈને ચૂંટણી પંચને ફરિયાદ:મતદાન વધતા પરિવર્તન આવશે એવો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment