Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવા પા ગામેથી જુગાર રમતા 15 શખ્સો ઝડપાયા:27 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, જેસર પોલીસ બે અલગ અલગ સ્થળે ત્રાટકી'ને દબોચાયા

    12 hours ago

    ભાવનગરના જેસર પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન નવા પા ગામે જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. જુગારના બે અલગ-અલગ કેસમાં કુલ 15 શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા અને તેમની પાસેથી 27 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. પ્રથમ બનાવ જુગારની બાજીમાં મગ્ન 4 શખસ રંગેહાથ ઝડપાયા જેસર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમ્યાન બાતમી મળી કે, નવા પા ગામે જાહેરમાં અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે શ્રાવણીયો જુગાર રમે છે. જે માહિતી આધારે પોલીસ જવાનોએ રેડ કરતા ચાર ઈસમો ગોળ કુંડાળું વળીને જુગારની બાજીમાં મગ્ન મળી આવ્યા હતા. જેમાં લાભુ પરશોતમભાઇ ચુડાસમા ઉ.વ.40, મજુરી, રહે. નવા પા, ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ સરવૈયા ઉ.વ.50, ખેતી, રહે. જુના પા, રાજેન્દ્રસિંહ કિરીટસિંહ સરવૈયા ઉ.વ.65, ખેતી, રહે. જુના પા તથા અશોક ધનજીભાઇ ચાવડા ઉ.વ.48, હિરા, રહે. નવા પા વાળાને જુગાર ના પટ માં પડેલ રોકડા રૂપિયા રૂ.11,820 તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજો બનાવ 15, 720ના મુદ્દામાલ સાથે 11 ઝડપાયા જેસર પોલીસ સ્ટાફનાં માણસો મત વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં, તે દરમ્યાન બાતમી મળી કે, નવા પા ગામે જાહેર જગ્યામાં અમુક ઇસમો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં પૈસા વડે હારજીતનો તીનપતીનો જુગાર રમે છે. જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં પ્રવિણ ડાયાભાઇ સોલંકી ઉ.વ.42, ખેતી, રહે. નવા પા, રાજુ વલ્લભભાઇ ચુડાસમા ઉ.વ.30, મજુરી, રહે. નવા પા, અજય ભરતભાઇ સોલંકી ઉ.વ.27, ખેતી, રહે. નવા પા, મનસુખ કરમશીભાઇ પરમાર ઉ.વ.45, ખેતી, રહે. નવા પા, રમેશ ભાયાભાઇ ડાભી ઉ.વ.45, મજુરી, રહે. નવા પા, મહેશ સોમાતભાઇ ચૌહાણ ઉ.વ.33, મજુરી, રહે. નવા પા, દીનેશ કરમશીભાઇ પરમાર ઉ.વ.35, ખેતી, રહે. નવા પા, મહેન્દ્ર સોમાતભાઇ ચૌહાણ ઉ.વ.29, ખેતી, રહે. નવા પા, સુરેશ ભોળાભાઇ બારૈયા ઉ.વ.45, હિરા, રહે. રામનગર, જેસર, ભોળાભાઇ શંભુભાઇ સોલંકી ઉ.વ.40, ખેતી, રહે. નવા પા તથા જીગ્નેશ જયવંતભાઈ ગૌસ્વામી ઉ.વ.37, હિરા, રહે. નવા પા વાળાઓ ને ઝડપી લીધા હતા. જુગારના પટમાંથી જુગાર સાહિત્ય તથા રોકડા રૂપિયા 15,720ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરૂધ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આમ પોલીસે કુલ બે સ્થળોએથી રેઈટ કરી જુગાર રમતાં 15 જુગારીઓ પાસેથી 27,540 નો મુદ્દામાલ ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડના તડકેશ્વર મંદિરમાં કાન્હાનો જન્મોત્સવ ઉજવાયો:વહેલી સવારથી ભક્તિમય માહોલ, મધરાતે ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો
    Next Article
    હવે સોલા GMERSમાં પણ કાયમી મેડિકલ બોર્ડ:8 જિલ્લાના શિક્ષકો અને STના વર્ગ 3-4ના કર્મીને સીધો લાભ; તબીબી કારણોસર બદલી-કક્ષાબદલીના પ્રમાણપત્ર મળી રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment