Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવે સોલા GMERSમાં પણ કાયમી મેડિકલ બોર્ડ:8 જિલ્લાના શિક્ષકો અને STના વર્ગ 3-4ના કર્મીને સીધો લાભ; તબીબી કારણોસર બદલી-કક્ષાબદલીના પ્રમાણપત્ર મળી રહેશે

    12 hours ago

    રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને તબીબી પ્રમાણપત્ર મેળવવામાં સરળતા રહે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદની GMERS હૉસ્પિટલ, સોલા ખાતે ત્રણ સભ્યોનું નવું સ્થાયી તબીબી મંડળ (Permanent Medical Board) રચવામાં આવશે. આ નિર્ણયથી એક તરફ કર્મચારીઓને પ્રમાણપત્ર મેળવવામાં સરળતા થશે, જ્યારે બીજી તરફ અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સ્થાયી મેડિકલ બોર્ડનું કાર્યભારણ ઘટશે. 8 જિલ્લાના શિક્ષકોને મળશે લાભ નવી વ્યવસ્થા હેઠળ શિક્ષણ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ તથા પ્રાથમિક-માધ્યમિક શિક્ષકો, વિદ્યાસહાયકો અને મદદનીશ શિક્ષકોને ગંભીર કે અસાધ્ય બીમારીના કિસ્સામાં આંતરિક અથવા જિલ્લા ફેરબદલી માટે જરૂરી તબીબી પ્રમાણપત્ર સોલા GMERSના મેડિકલ બોર્ડમાંથી મળી શકશે. આ સુવિધા માટે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર એમ કુલ 8 જિલ્લાના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. STના 4 વિભાગના કર્મચારીઓને પણ લાભ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ માટે પણ આ નવી વ્યવસ્થા લાગુ પડશે. અમદાવાદ, મહેસાણા, હિંમતનગર અને પાલનપુર વિભાગના કર્મચારીઓ કક્ષાબદલી સંબંધિત કેસમાં સોલા GMERSના મેડિકલ બોર્ડનો લાભ લઈ શકશે. તબીબી તપાસ બાદ મેડિકલ બોર્ડ દ્વારા કર્મચારીને કાયમી ‘Fit’ અથવા ‘Unfit’ પ્રમાણપત્ર આપવામાં આવશે. સિવિલના મેડિકલ બોર્ડનું ભારણ ઘટશે અત્યાર સુધી આ 8 જિલ્લાના શિક્ષણ વિભાગના કર્મચારીઓ તથા GSRTCના ચાર વિભાગના કર્મચારીઓના મોટી સંખ્યામાં તબીબી પ્રમાણપત્રના કેસ અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સ્થાયી મેડિકલ બોર્ડ સાથે જોડાયેલા હતા. જેના કારણે બોર્ડ પર વધારાનું કાર્યભારણ રહેતું હતું. હવે સોલા GMERS ખાતે મેડિકલ બોર્ડ શરૂ થતાં આ કામગીરીનું વિકેન્દ્રીકરણ થશે અને કર્મચારીઓને પણ તેમના વિસ્તારમાં જ પ્રમાણપત્ર મેળવવાની સુવિધા મળશે. ત્રણ સભ્યોનું હશે મેડિકલ બોર્ડ સોલા GMERSના નવા સ્થાયી તબીબી મંડળમાં કુલ ત્રણ સભ્યો રહેશે. તેના અધ્યક્ષ તરીકે સિવિલ સર્જન અથવા મેડિસિન વિભાગના સિનિયર પ્રોફેસરની નિમણૂક કરવામાં આવશે. અધ્યક્ષ સહિત અન્ય સભ્યોની સત્તાવાર નિમણૂક સંબંધિત મેડિકલ કૉલેજ સંલગ્ન હૉસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા કરવામાં આવશે. ગુજરાત મુલ્કી સેવા (નોકરીની સામાન્ય શરતો) નિયમો, 2002 હેઠળ અમદાવાદ ઉપરાંત જામનગર, વડોદરા અને સુરતમાં પણ સ્થાયી તબીબી મંડળો કાર્યરત છે. 8 જિલ્લા તથા GSRTCના નિર્ધારિત કર્મચારીઓ માટે સોલા GMERSમાં નવી વ્યવસ્થા શરૂ થતાં તબીબી આધારિત બદલી અને કક્ષાબદલીની પ્રક્રિયા વધુ સરળ અને સુવ્યવસ્થિત બનવાની આશા છે.
    Click here to Read More
    Previous Article
    નવા પા ગામેથી જુગાર રમતા 15 શખ્સો ઝડપાયા:27 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, જેસર પોલીસ બે અલગ અલગ સ્થળે ત્રાટકી'ને દબોચાયા
    Next Article
    Morgan Stanley Files Copyright Complaints Against X Users Sharing Its Research Charts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment