Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના તડકેશ્વર મંદિરમાં કાન્હાનો જન્મોત્સવ ઉજવાયો:વહેલી સવારથી ભક્તિમય માહોલ, મધરાતે ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો

    11 hours ago

    વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો. વલસાડના અબ્રામામાં આવેલા જાણીતા તડકેશ્વર મહાદેવ મંદિરમાં પણ જન્માષ્ટમીના કારણે ધાર્મિક કાર્યક્રમો થયા. મંદિરમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો. જન્માષ્ટમીના તહેવારને કારણે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. રંગબેરંગી રોશની, ફૂલો અને અલગ અલગ સુશોભનથી મંદિર આકર્ષક લાગતું હતું. ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરી પરિવારની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી. દિવસભર મંદિરમાં ભજન-કીર્તન અને શ્રીકૃષ્ણના જયઘોષથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.રાત્રિના સમયે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સમયે ખાસ પૂજા-અર્ચના, આરતી અને ભક્તિ કાર્યક્રમો કરવામાં આવ્યા. મધરાતે બાર વાગ્યે કાન્હાના જન્મોત્સવની ઉજવણી કરાતા ભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો. ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના જયઘોષ સાથે ભક્તોએ જન્મોત્સવની ખુશી વ્યક્ત કરી. તડકેશ્વર મહાદેવ મંદિર પોતાની ખાસ ધાર્મિક ઓળખ છે. વલસાડના અબ્રામા ગામે વાંકી નદીના કિનારે આવેલું આ જૂનું મંદિર તેના ખુલ્લા શિખર અને શિવલિંગ પર સીધા પડતા સૂર્યકિરણો માટે જાણીતું છે. જન્માષ્ટમીના તહેવાર પર મંદિરે આવેલા ભક્તોએ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન થઈને તહેવાર ઉજવ્યો. આખું મંદિર ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહથી ભરાઈ ગયું હતું. જન્માષ્ટમીની આ ઉજવણીથી વલસાડના ધાર્મિક વાતાવરણમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    એક અઠવાડિયામાં સોનું ₹4694 અને ચાંદી ₹8436 સસ્તી:10 ગ્રામ સોનું ₹1.55 લાખ પર આવ્યું, એક કિલો ચાંદી ₹2.35 લાખમાં વેચાઈ રહી છે
    Next Article
    નવા પા ગામેથી જુગાર રમતા 15 શખ્સો ઝડપાયા:27 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત, જેસર પોલીસ બે અલગ અલગ સ્થળે ત્રાટકી'ને દબોચાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment