Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આજથી 'ચા'ના ભાવમાં વધારો:અડધીનાં રૂ. 15નો અમલ શરૂ, ગ્રાહકોએ કહ્યું- ભાવ ભલે વધે 'ચા' તો પીવી જ પડશે

    9 hours ago

    ખાંડના ભાવમાં થયેલા વિપુલ વધારાને પગલે રાજકોટમાં આજે, 1 સપ્ટેમ્બરથી ચાના ભાવમાં વધારો અમલી બનાવી દેવાયો છે. 'રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટી હોટેલ એસોસિએશન' દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ અડધી ચાનો ભાવ રૂ. 13થી વધીને રૂ. 15 અને આખી ચાનો ભાવ રૂ. 26થી વધીને રૂ. 30 કરવામાં આવ્યો છે. જો કે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ચાના રસિકોએ આ ભાવવધારાને સહજતાથી સ્વીકારીને કહ્યું કે, ભાવ ભલે વધે 'ચા' તો પીવી જ પડશે. કાચા માલના ભાવ વધતાં વેપારીઓ ભાવવધારા માટે મજબૂર રાજકોટમાં આશરે 2500થી 3000 જેટલા નાના-મોટા ચાના થડા અને હોટેલ સંચાલકો છે. યુનિવર્સિટી રોડ પર હોટેલ ધરાવતા જગદીશભાઈના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણેક મહિનામાં ખાંડનો ભાવ પ્રતિ કિલો રૂ. 50થી વધીને રૂ. 75 સુધી પહોંચી ગયો છે. આ સિવાય દૂધ, ચાની ભૂકી અને કોલસાના ભાવ પણ વધતાં એસોસિએશને સર્વાનુમતે ભાવવધારાનો નિર્ણય લીધો છે. જો આગામી સમયમાં કાચો માલ હજુ મોંઘો થશે તો ચાના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. ચાના શોખીન રાજકોટવાસીઓ પર ભાવવધારાની કોઈ અસર નહીં સ્થાનિક ગ્રાહકો વિરેન્દ્રભાઈ અને મુકેશભાઈ વ્યાસે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટના લોકોને સવારથી સાંજ સુધી ચા વગર ચાલતું જ નથી. ફુગાવા અને મોંઘવારીના કારણે વેપારીઓએ કરેલો રૂ. 2થી 4નો આ વધારો વાજબી છે. રાજકોટની ચાનો સ્વાદ જ એવો છે કે ભાવ વધવા છતાં ગ્રાહકોની ઘરાકી પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. ઇથેનોલ બ્લેન્ડિંગના કારણે ખાંડના ભાવ ઊંચકાયા ખાંડના વેપારીઓના મતે શેરડીનું ઉત્પાદન સારું હોવા છતાં, પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવાના કારણે ખાંડ અને ગોળનું ઉત્પાદન ઘટી રહ્યું છે. આ ઉપરાંત નાની-મોટી સંગ્રહખોરીના કારણે પણ ખાંડના ભાવ વધી રહ્યા છે. આ પરિસ્થિતિની સીધી અસર મધ્યમ વર્ગ પર પડી રહી છે અને આગામી તહેવારોની મૌસમમાં મીઠાઈઓ પણ મોંઘી થવાની આશંકા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલાએ સાથે કામ કરતી મિત્રના પરિવારને દેવામાં ડૂબાડ્યો:મકાનની લોનના બહાને ક્રેડિટકાર્ડ સ્વાઈપ કરાવી 21 લાખનો ચૂનો લગાવ્યો, ભોગ બનનારનો પતિ વિદેશમાં; દંપતી સામે પોલીસ ફરિયાદ
    Next Article
    Duleep Trophy Semi-final 1, Day 3, East Zone vs Central Zone Live Score Updates: All Eyes On Vaibhav Sooryavanshi, East Zone Need 159 To Win

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment