Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NDPSના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો:હિંમતનગર પોલીસે છ મહિનાથી નાસતા ફરતા આરોપીને પકડ્યો

    11 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી NDPSના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI કેતન વ્યાસે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સર્વેલન્સ સ્કવોડના વિપુલસિંહ અને કુલદીપસિંહને મળેલી સંયુક્ત બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી મુનાફ ઉર્ફે અસીમશા ઉર્ફે યાસીમશા બાબુશા ફકીર, જે વડનગર દરવાજા, મસ્તાનગર, વિસનગર, મહેસાણાનો રહેવાસી છે, તેને હિંમતનગરના મોતીપુરા ચાર રસ્તા પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. તે પોશીના પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં છ મહિનાથી નાસતો ફરતો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંતિજ પોલીસે બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપ્યો પ્રાંતિજ પોલીસે બાતમી આધારે કલમ 138ના કેસમાં સજા પામેલો અને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને તેના ગામેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI ડી.આર.પઢેરીયાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, પ્રાંતિજ પોલીસના હરેશકુમારને મળેલી બાતમી આધારે ઘી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ક.138 મુજબના કેસમાં સજા વોરંટના આરોપી જશુજી મગનજી પરમાર રહે.છાદરડા તા.પ્રાંતિજ જે છાદરડા ગામે આવ્યો હોવાથી તેને તેના ગામથી ઝડપી પાડી નામદાર કોર્ટના હવાલે કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ટ્રાફિકને સમસ્યા દૂર કરવા દબાણ હટાવાયા:નંદેલાવથી ચાવજ ચોકડી સુધી 15 મીટરની હદમાં શેડ, ઓટલા અને લારી-ગલ્લા દૂર કરાયા; રોડ પહોળાયા કરાશે
    Next Article
    "Higher Parking Fee, WFH": Inside Delhi's Plan To Combat Winter Air Pollution

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment