Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયર પદ માટે ચર્ચાતા તમામ કોર્પોરેટરના મત તૂટ્યા:રાજકોટ મનપાના રિપીટ 15 કોર્પોરેટરોના મત ઘટ્યા, હિરેન ખીમાણીયાને પોતાના વોર્ડમાં જ 2280 મત ઓછા મળ્યા

    2 days ago

    રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ બાદ હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિત મુખ્ય 5 હોદ્દા માટે સેન્સ પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. ત્યારે મતગણતરી બાદ રાજકોટ મનપાના રિપીટ કોર્પોરેટરોનું વિશ્લેષણ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં રાજકોટ શહેર ભાજપ દ્વારા રિપીટ કરવામાં આવેલા 22 પૈકી માત્ર 7 ઉમેદવારોના મતમાં વધારો થયો છે જયારે 15 કોર્પોરેટરના મતોમાં ઘટાડો થયો છે. આ વખતે મેયર પદ માટે જે નામો ચર્ચામાં છે તે તમામ એટલે કે કેતન પટેલ, દિલીપ લુણાગરિયા, પરેશ પીપળીયા અને ડો.નેહલ શુકલાને મળેલા મતોમાં પણ ગત ટર્મ કરતા આ વખતે ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં રાજકોટના વોર્ડ નંબર 1માંથી ચૂંટણી લડેલા હિરેન ખીમાણીયા આ વખતે પોતાના વિસ્તાર વોર્ડ નંબર 14માંથી ચૂંટણી લડતા તેમને તેમના જ વિસ્તારમાં 2280 મત ઓછા મળ્યા છે જે પણ એક ચર્ચાનો વિષય બન્યા છે. વોર્ડ-4માં AAPનું વર્ચસ્વ વધારે હોવા છતાં ભાજપને મત વધુ મળ્યા રાજકોટ મહાનગર પાલિકામાં ગત ટર્મ દરમિયાન મેયર રહી ચૂકેલા નયનાબેન પેઢડિયાને આ વખતે પાર્ટીએ રિપીટ કર્યા નથી કારણ કે પાછલી ટર્મમાં તેઓ મેયર બન્યા બાદ સતત વિવાદોના ઘેરામાં સપડાયેલા રહેતા હતા અને છેલ્લે છેલ્લે તેમના પર સરકારી જગ્યા પર ગેરકાયદે બાંધકામના પણ આક્ષેપ થયા હતા. ભાજપે તેમને ટિકિટ ન આપતા વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધારે મજૂબત હોવા છતાં ગત ટર્મ કરતા આ વખતે ભાજપની પેનલના મતમાં વધારો નોંધાયો છે. જેમાં નયનાબેન પેઢડિયાને ગત ટર્મ દરમિયાન 11,893 મત મળ્યા હતા અને તેમની આખી પેનલને 49,163 મત મળ્યા હતા જેની સામે આ વખતે 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 4ની ભાજપની પેનલના મતોમાં વધારો થતા કુલ 62,085 મત મળ્યા હોવાનું સામે આવ્યું છે. મેયર પદના સંભવિતોને ગત ટર્મની સરખામણીએ ઓછા મત મળ્યા રાજકોટ મનપાના મેયર પદ માટે રોટેશન મુજબ આ વખતે સામાન્યને નિમણુંક કરવામાં આવનાર હોવાથી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સિનિયર અને અનુભવીને તક આપવા નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેમાં મેયર પદ માટે પાટીદાર અને બ્રાહ્મણ સમાજના કોર્પોરેટરોના નામ ચર્ચામાં છે. જો કે અહીંયા આશ્ચર્યની વાત એ છે કે સિનિયર અને અનુભવી ગણાતા મેયર પદ માટે ચર્ચાતા નેહલ શુક્લાને ગત ટર્મ કરતા આ વખતે 787 મત ઓછા મળ્યા છે, દિલીપ લુણાગરિયાને 934 મત ઓછા મળ્યા છે, પરેશ પીપળીયાને 472 મત ઓછા મળ્યા છે. જયારે કેતન પટેલને પણ ગત ટર્મ કરતા 1300 મત ઓછા મળ્યા છે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન-દંડકને કાપતા અસર જોવા મળી આજ રીતે રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે ચર્ચાનું કેન્દ્ર બિંદુ બનેલા વોર્ડ નંબર 2માં પણ ભાજપની લીડમાં ઘટાડો નોંધાયો છે જેમાં અંદરખાને કાર્યકર્તાઓની નારાજગી જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અહીંયા પાર્ટીએ પાછલી ટર્મના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અને દંડક મનીષ રાડિયાને કાપતા તેઓની નારાજગીની પણ વોર્ડ નંબર 2માં અસર જોવા મળી રહી છે અને આખી પેનલને મળેલા મતોમાં ઘટાડો નોંધાયાનું રાજકીય આલમમાં ચર્ચાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસા વન વિભાગે 250 પાણીના કુંડાનું વિતરણ કર્યું:અરવલ્લીમાં અબોલા પક્ષીઓ માટે ઉનાળામાં રાહત
    Next Article
    વઘઇમાં બળાત્કાર કેસનો આરોપી ઝડપાયો:ડાંગ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી, કાયદેસરની પ્રક્રિયા શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment