Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઘઇમાં બળાત્કાર કેસનો આરોપી ઝડપાયો:ડાંગ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી, કાયદેસરની પ્રક્રિયા શરૂ

    2 days ago

    ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીને વઘઇ પોલીસે ઝડપી પાડ્યો છે. આ ગુનો 29 એપ્રિલ, 2026ના રોજ નોંધાયો હતો. વઘઇ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 64(1) અને 351(3) હેઠળ ગુનો રજીસ્ટર નં. 11219007260225/2026 નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ હતી. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ વઘઇ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડાએ વિશેષ પોલીસ ટીમો રચી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને આરોપીની હિલચાલ પર નજર રાખી હતી. આના આધારે આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી. પકડાયેલ આરોપીની ઓળખ હરેશભાઇ હરીચંદભાઇ ચૌધરી (રહે. સુસરદા, કારભારી ફળીયુ, તા. વઘઇ, જી. ડાંગ) તરીકે થઈ છે. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડા સાથે એ.એસ.આઇ. ગંગદાસભાઇ, સંતોષભાઇ અને અન્ય પોલીસ કર્મચારીઓએ યોગદાન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મેયર પદ માટે ચર્ચાતા તમામ કોર્પોરેટરના મત તૂટ્યા:રાજકોટ મનપાના રિપીટ 15 કોર્પોરેટરોના મત ઘટ્યા, હિરેન ખીમાણીયાને પોતાના વોર્ડમાં જ 2280 મત ઓછા મળ્યા
    Next Article
    બોટાદમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે પદયાત્રાનું આયોજન:સમતા બુદ્ધ વિહારના આયોજકોએ ગૌરક્ષક સામત જેબલીયાનું સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment