Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ વિશ્વનું પ્રથમ 15 મિનિટ યોગ સિટી:21 જૂને યોગ દિવસથી 426 યોગ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે: લોકો ઘરની નજીક યોગા કરી ફિટનેસ જાળવી શકશે

    1 day ago

    રાજકોટ શહેર વિશ્વનું પ્રથમ 15 મિનિટ યોગ સીટી તરીકે મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે. આવતીકાલે 21 જૂનના યોગ દિવસથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે એમ.ઓ.યુ.કરીને 426 યોગ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. જેથી શહેરમાં કોઈપણ જગ્યાએ રહેતા નાગરિકો પોતાના ઘરની પાસે જ સવારે 7 થી 8 યોગ કરી પોતાની ફિટનેસ જાળવી શકશે. રાજકોટના મેયર ડૉ.નેહલ શુક્લે જણાવ્યું હતુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે સ્વીકૃતિ અપાવવામાં આવી છે. આવતીકાલે વિશ્વ યોગ દિવસ છે ત્યારે વડાપ્રધાન મોદીના ભગીરથ પ્રયાસો બાદ મહાનગરપાલિકા ખિસકોલી સહકાર આપવા જઈ રહી છે. રાજકોટ શહેરના લોકોની જીવનશૈલીમાં યોગના માધ્યમથી ફેરફાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. રાજકોટ શહેરમાં 15 મિનિટના યોગ 426 યોગ સેન્ટર ઉપરથી આવતીકાલથી શરૂ થશે. દરરોજ સવારે 7 થી 8 વાગ્યા સુધી શહેરના લોકો અવિરત યોગ કરી શકશે. મહાનગરપાલિકા દ્વારા લોકોની સરળતા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે MoU કરવામાં આવશે. જેનો કોઈપણ જાતનો ચાર્જ રાખવામાં આવ્યો નથી. જ્યારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ વિશ્વનું પ્રથમ 15 મિનિટ યોગા સીટી બનવા જઈ રહ્યું છે. જેમાં શહેરમાં રહેતો વ્યક્તિ કોઈ પણ જગ્યાએ હશે તો તે માત્ર 15 મિનિટમાં યોગ સેન્ટર પર પહોંચી શકશે. આપણે દર વર્ષે યોગા ડે સેલિબ્રેટ કરીએ છીએ જેને કારણે લોકો મોટીવેટ થાય છે. હાલ 426 માંથી 419 સેન્ટરમાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે. અમારા હોલ, પાર્ક, ગાર્ડન સહિતની જગ્યાએ યોગા સેન્ટર શરૂ કરવામાં આવશે. આ બધી જગ્યાઓને અમે જીઓ ટેગ કરેલું છે. જેથી લોકો પોતાનો મોબાઈલ જુએ એટલે નજીકનું યોગ સેન્ટર તેને દેખાય. જ્યાં યોગ ટીચર દ્વારા ટ્રેનિંગ આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સિંગર દર્શના ઠક્કર સાથે છેતરપિંડી:બિલ્ડરે ફલેટના રૂ.27.75 લાખ લઈને બારોબર વેચી દીધો; ધવલ ભીમાણી-વ્યોમેશ પટેલ વિરુદ્ધ FIR
    Next Article
    ખેડૂતોને હવે 8ને બદલે 10 કલાક વીજળી મળશે:પાક બચાવવા ઊર્જા વિભાગના તાકીદના આદેશ, વરસાદ ખેંચાતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment