Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંગર દર્શના ઠક્કર સાથે છેતરપિંડી:બિલ્ડરે ફલેટના રૂ.27.75 લાખ લઈને બારોબર વેચી દીધો; ધવલ ભીમાણી-વ્યોમેશ પટેલ વિરુદ્ધ FIR

    1 day ago

    શહેરના નારણપુરામાં આવેલા ફ્લેટની સ્કીમમાં બિલ્ડરોએ મહિલા સિંગરને ફ્લેટ વેચ્યો હતો. ફ્લેટ માટે 1.05 કરોડમાંથી 32.75 લાખ રૂપિયા લીધા હતા. બાકીના પૈસા આપવાના બાકી હતા, જેથી બિલ્ડરે ફ્લેટ સિંગરને જાણ કર્યા વિના બીજાને વેચી દીધો હતો. સિંગરને માત્ર 5 લાખ પરત આપ્યા હતાં, જ્યારે બાકીની રકમ પરત ન આપતા સિંગરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સત્યમ સ્કાઈ લાઇન 02માં 1302 નંબરનો ફ્લેટ બુક કર્યો હતો વેજલપુરમાં રહેતાં સિંગર દર્શના ઠક્કરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમને મકાન ખરીદવાનું હોવાથી નારણપુરામાં સત્યમ સ્કાઈ લાઇન 02માં બાંધકામ સાઇટ ચાલુ હતી, ત્યારે મકાન જોવા ગયા હતા. પ્રોજેક્ટ પસંદ આવતા તેમણે 1302 નંબરનો ફ્લેટ બુક કર્યો હતો, જેની કિંમત 1.05 કરોડ નક્કી થઈ હતી. ફ્લેટ નક્કી કર્યા બાદ દર્શનાબેને બિલ્ડર ધવલ ભીમાણી અને વ્યોમેશ પટેલને બેંક અને રોકડ મારફતે કુલ 32.75 લાખ રૂપિયા આપ્યા હતા. બિલ્ડરે બીજો ફ્લેટ આપવાનું કહીને ફ્લેટ બતાવ્યો આર્થિક તંગીના કારણે દર્શનાબેને બાકીનું પેમેન્ટ આપ્યું ન્હોતું, જેથી બિલ્ડરે પૈસા ભરવા નોટિસ મોકલી હતી. દર્શનાબેન બિલ્ડરને મળવા ગયા હતા અને પરિસ્થિતિ અંગે જાણ કરી હતી. બિલ્ડરે કહ્યું હતું કે, પૈસા ન ભરી શકે તો બાકીની ભરેલી રકમ પરત આપશે. 2024માં બિલ્ડરે દર્શનાબેને બુક કરાવેલો ફ્લેટ અન્ય વ્યક્તિને વેચી દીધો હોવાની જાણ થઈ હતી. દર્શનાબેને બિલ્ડરને જાણ કરી તો બિલ્ડરે બીજો ફ્લેટ આપવાનું કહીને ફ્લેટ બતાવ્યો હતો. પૈસા પરત ન આપતા ફરિયાદ દાખલ દર્શનેબેનને બીજો ફ્લેટ ન ગમતા ભરેલા પૈસા પરત માંગ્યા તો પૈસા આપવાની ના પાડી હતી, જે બાદ દર્શનાબેને અરજી કરી તો 5 લાખ પરત આપ્યા હતા. બાકીના 27.75 લાખ પરત ન આપતા દર્શનાબેને ફોન કર્યો તો બિલ્ડર ફોન ઉઠાવતો નહોતો, જેથી દર્શનાબેને બિલ્ડર ધવલ ભીમાણી અને વ્યોમેશ પટેલ વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    પીએમ મોદી ઓડિશાના પહાડપુર પહોંચ્યા, રાષ્ટ્રપતિના સાસરિયે ગયા:₹47600 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે; દ્રૌપદી મુર્મુનો આજે 67મો જન્મદિવસ
    Next Article
    રાજકોટ વિશ્વનું પ્રથમ 15 મિનિટ યોગ સિટી:21 જૂને યોગ દિવસથી 426 યોગ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે: લોકો ઘરની નજીક યોગા કરી ફિટનેસ જાળવી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment