Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંટી-બબલીએ 15 લોકોને શિકાર બનાવી 20 કરોડ પડાવ્યા:લક્ઝુરિયસ લાઈફ જીવતા, સોનાના બિસ્કિટ, રેન્જ રોવર-મર્સિડીઝ ખરીદી; અધિકારી-નેતાઓ સાથેના ફોટા બતાવી જાળમાં ફસાવતા

    2 weeks ago

    સરકારી અધિકારીઓ અને નેતાઓ સાથેના ફોટા બતાવી તેમજ ઓળખાણ હોવાનું કહી કામ કરાવી આપવાના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બંટી-બબલી અનિલ વિભાણી અને તેની પત્ની વિમી વિભાણીની અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ દંપતીએ વૈભવી લાઈફસ્ટાઈલ જીવવા માટે અત્યાર સુધીમાં 15 લોકોને પોતાનો શિકાર બનાવી 20 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. પોલીસે આરોપી પાસેથી રેન્જ રોવર અને મર્સિડીઝ કાર પણ કબજે કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી ભૂતકાળમાં પથ્થરની ખાણ અને ટ્રક ડ્રાઈવરની નોકરી કરતો હતો અને લોકો સાથે છેતરપિંડી કરી લક્ઝુરિયસ લાઈફ જીવતો હતો. આરોપી વિરૂદ્ધ સુરતમાં તેની પ્રથમ પત્નીની હત્યા કરવાનો પણ ગુનો દાખલ છે. અનિલ વિભાણીએ ફરિયાદની જાળમાં ફસાવી 2 કરોડ પડાવ્યા આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીપી હિમકરસિંહે જણાવ્યું હતું કે, ફરિયાદી હિરેન કુમાર કેનેડામાં PR માટે ગયા હતા. જ્યાં તેમની સાથે 24 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. તેઓ જ્યારે ભારત પરત આવ્યા ત્યારે આરોપી અનિલ વિભાણીએ તેમનો સંપર્ક કર્યો હતો. મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહી માયાવી જાળમાં ફસાવી તેણે હિરેન કુમાર પાસેથી 2.27 કરોડ પડાવ્યા હતા. આરોપીએ કોઈ કામ કર્યું નહીં અને રૂપિયા પણ પરત આપ્યા નહોતા. વિમી વિભાણીએ ફરિયાદી પાસે 1 લાખની સાડીઓનું પેમેન્ટ કરાવ્યું આ ઠગાઈમાં અનિલ વિભાણીની સાથે તેની પત્ની વિમી વિભાણી પણ સામેલ હતી. વિમી ફરિયાદી સાથે સાડીઓની દુકાનમાં ગઈ હતી, જ્યાં તેણે 1 લાખ રૂપિયાની સાડીઓ ખરીદી અને પેમેન્ટ પણ ફરિયાદી પાસે કરાવ્યું હતું અને પૈસાની લેવડદેવડની વાતચીતમાં પણ તેની સક્રિય ભૂમિકા સામે આવી હતી. અધિકારીઓ સાથેના ફોટા બાતવી ભોગ બનનારનો વિશ્વાસ જીતતો અનિલ વિભાણી જાહેર કાર્યક્રમો અને સરકારી કચેરીઓમાં જઈને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, મહેસૂલ, સિંચાઈ, વીજળી વિભાગના અધિકારીઓ અને આર્મીના લેફ્ટનન્ટ જનરલ સાથે પડાવેલા ફોટા પોતાના મોબાઈલ ફોનમાં રાખતો અને ભોગ બનનારને બતાવી તેમનો વિશ્વાસ જીતતો હતો. ટ્રક ડ્રાઈવર અનિલ 2010થી ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાયો આરોપી અનિલ વિભાણી અગાઉ પથ્થરની ખાણમાં પથ્થર તોડવાનું કામ કરતો હતો અને તેણે લાંબા સમય સુધી ટ્રક ડ્રાઈવરની પણ નોકરી કરી હતી. વર્ષ 2010થી સુરતમાં તેણે ગુનાહિતી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી અને તેના વિરૂદ્ધ છેતરપિંડી, પ્રોહીબિશન તથા ધાક-ધમકી સહિતના 8 ગુનાઓ નોંધાયેલા છે. લોકોના પૈસા અનિલે લક્ઝુરિયસ લાઈફની શરૂઆત કરી લોકોના કરોડો રૂપિયા પડાવી અનિલ વિભાણીએ પોતાની લક્ઝુરિયસ લાઈફની શરૂઆત કરી હતી. જેમાં મોંઘીદાટ ગાડીઓ, ઘરનું કિંમતી ફર્નિચર વસાવ્યું હતું. દીકરીના લગ્નમાં ખૂબ મોટા પ્રમાણમાં સોનું પણ આપ્યું હતું. આ ઉપરાંત અન્ય 5થી 6 સોનાના વેપારીઓ પોસેથી ઓળખાણના જોરે 5 કરોડ રૂપિયાના ગોલ્ડ બાર અને ગોલ્ડ જ્વેલરી પડાવી હોવાની વિગતો સામે આવી છે. 6 લક્ઝુરિયસ કાર, 10 બેંક એકાઉન્ટ અને 3 લોકર્સ સીઝ કર્યા પોલીસે આરોપી પાસેથી અંદાજે 5 કરોડની કિંમતની છ લક્ઝુરિયસ કાર તથા 3 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત 10 બેંક એકાઉન્ટ અને 3 લોકર્સ સીઝ કર્યા છે. આરોપીના નામે 3 પ્રોપર્ટી દસ્તાવેજો મળ્યા છે. જો આ મિલકતો છેતરપિંડીના પૈસામાંથી વસાવી હશે તો તેને કાયદા મુજબ જપ્ત કરવાની કાર્યવાહી કરાશે. હાલમાં કોઈ સત્તાવાર કંપની સામે આવી નથી પરંતુ તપાસ ચાલુ છે. પોલીસ અધિકારીએ જાહેર જનતાને અપીલ કરી છે કે, જો અન્ય કોઇપણ નાગરિક આ ઠગબાજનો શિકાર બન્યા હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરે. જેથી તેમની પણ ફરિયાદ નોંધી કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    12 વર્ષના સુશાસન અને વિકાસની ઉજવણી:ગાંધીનગરમાં 8 થી 20 જૂન વિકાસયાત્રા અને જનકલ્યાણના કાર્યક્રમો, સ્વચ્છતાથી લઈને યોગ સહિતના પ્રોગ્રામ થશે
    Next Article
    દાહોદમાં 203 તલાટીઓની એકસાથે બદલી:જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી વહીવટી પુનર્ગઠન માટે મોટો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment