Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 વર્ષના સુશાસન અને વિકાસની ઉજવણી:ગાંધીનગરમાં 8 થી 20 જૂન વિકાસયાત્રા અને જનકલ્યાણના કાર્યક્રમો, સ્વચ્છતાથી લઈને યોગ સહિતના પ્રોગ્રામ થશે

    2 सप्ताह पहले

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર પણ 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના થીમ હેઠળ વિવિધ જનલક્ષી અને પ્રગતિશીલ કાર્યક્રમોની આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોની પૂર્વતૈયારીના ભાગરૂપે કલેક્ટર રવિન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં એક વિશેષ બેઠક યોજાઈ હતી.જેમાં આગામી 8 થી 21 જૂન સુધીના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 8 જૂનના રોજ સેક્ટર-17 ઉજવણીનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં આ ઉજવણીનો પ્રારંભ 8 જૂનના રોજ સેક્ટર-17 સ્થિત ટાઉન હોલ ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના વિકસિત ભારત સંકલ્પ સંમેલનથી થશે. આ કાર્યક્રમમાં જિલ્લાના આશરે 500 જેટલા પ્રતિષ્ઠિત નાગરિકો, પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓ, વિવિધ ક્ષેત્રના તજજ્ઞો અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહેશે. 14 જૂન સુધી જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહની ઉજવણી સરકારની વિકાસયાત્રા અને કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે આ સંમેલન યોજાનાર છે. 8 જૂનથી 14 જૂન સુધી જિલ્લામાં સઘન સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આ અભિયાન દરમિયાન પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ, જળાશયો, નદી કિનારા, ગટરો, શેરીઓ તથા જાહેર રસ્તાઓની સફાઈ હાથ ધરાશે. સાથે જ અડાલજની વાવ અને મહુડી જેવા ધાર્મિક-ઐતિહાસિક સ્થળોએ વિશેષ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે. 17 આઇકોનિક સ્થળોને આવરી લેતી પ્રગતિપથ યાત્રા આ ઉપરાંત જિલ્લાના વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગિફ્ટ સિટી, એન.એફ.એસ.યુ., આઈ.આઈ.ટી. ગાંધીનગર, દાંડી કુટીર અને નેનો યુરિયા પ્લાન્ટ જેવા 17 આઇકોનિક સ્થળોને આવરી લેતી બે રૂટની પ્રગતિપથ યાત્રા પણ યોજાશે, જે જિલ્લાની વિકાસગાથા રજૂ કરશે. જ્યારે 12 જૂનથી 20 જૂન દરમિયાન જિલ્લામાં 25 સ્થળોએ જન કલ્યાણ શિબિરોનું આયોજન થશે. ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન સરકારી યોજનાઓના લાભ સીધા લાભાર્થીઓને મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ જ દિવસે દહેગામ ખાતે જિલ્લા સ્તરની પ્રાકૃતિક ખેતી કાર્યશાળા’ યોજાશે. જેમાં 500 જેટલા પ્રગતિશીલ ખેડૂતો ભાગ લેશે. ખેતીવાડી, પશુપાલન અને બાગાયત વિભાગના સંયુક્ત ઉપક્રમે 30 જેટલા સ્ટોલ થકી ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. ગાંધીનગરની વિકાસયાત્રાની ઝાંખી લોકો સમક્ષ પ્રસ્તુત કરી ઉપરાંત 14 જૂનથી 20 જૂન સુધી વિશ્વ યોગ દિવસની પૂર્વ તૈયારી રૂપે જિલ્લાના 14 આઇકોનિક સ્થળો, પાંચ તાલુકા મથકો અને ચાર નગરપાલિકા વિસ્તારોમાં વ્યાપક સ્તરે યોગ શિબિરો અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી સંકલન સમિતિ દ્વારા આ તમામ કાર્યક્રમોના સફળ અમલીકરણ માટે ખાસ મોનિટરિંગ કરવામાં આવશે. જેથી ગાંધીનગરની વિકાસયાત્રાની ઝાંખી લોકો સમક્ષ પ્રસ્તુત કરી શકાય.
    Click here to Read More
    Previous Article
    સ્થાયી સમિતિની બેઠકમાં 10માંથી 9 કામ મંજૂર,1 મુલતવી:મહાનગરપાલિકામાં ચૂંટણી બાદ સ્થાયી સમિતિની પ્રથમ બેઠક મળી, SPVમાં નવા સભ્યની નિમણુંક
    Next Article
    બંટી-બબલીએ 15 લોકોને શિકાર બનાવી 20 કરોડ પડાવ્યા:લક્ઝુરિયસ લાઈફ જીવતા, સોનાના બિસ્કિટ, રેન્જ રોવર-મર્સિડીઝ ખરીદી; અધિકારી-નેતાઓ સાથેના ફોટા બતાવી જાળમાં ફસાવતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment