Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકાર પૂંજીપતિઓની દલાલી બંધ કરે:વીજ થાંભલાના વિરોધમાં 15મીએ ગાંધીનગરમાં 1111 ટ્રેક્ટરોની મહારેલી, કંપનીઓની દાદાગીરીની સામે 23 કિસાન સંગઠનો સરકારને ઘેરશે

    1 week ago

    ગુજરાતમાં ખેડૂતોની મરજી વિરૂદ્ધ અને કલેક્ટરની મંજૂરી વિના જમીનોમાં ગેરકાયદેસર રીતે વીજળીના થાંભલા ઊભા કરવા મુદ્દે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કિસાન કોંગ્રેસના પાલ આંબલિયા દ્વારા રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં બંને નેતાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. અને મોટી કોર્પોરેટ કંપનીઓને સાચવવા સૌરાષ્ટ્ર સહિત 26 જિલ્લાઓમાં પોલીસ પ્રશાસનને આગળ કરી ખેડૂતો અને મહિલાઓ પર જોર-જુલ્મ વર્તાવવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ સરકારની મનમાનીનાં વિરોધમાં મહારેલી યોજવાની જાહેરાત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ કોંગ્રેસ અને 23 કિસાન સંગઠનો દ્વારા આગામી 15મી તારીખે ગાંધીનગરમાં 1111 ટ્રેક્ટરો સાથે એક વિશાળ રેલી યોજાશે. અને ખેડૂતોને ન્યાય આપવા ઉગ્ર રજુઆત કરવામાં આવશે. ગુજરાતમાં વીજળીના થાંભલા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોની મરજીની વિરુદ્ધ ખેડૂતોનું કોઈ અસ્તિત્વ ન હોય તે રીતે કંપનીઓ દ્વારા ખેડૂતોની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે વીજળીના થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે. આ થાંભલાની 67 મીટરની ત્રિજ્યામાં જે વ્યાપમાં વીજળીનું સ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય છે, તે સિવાયની જગ્યામાં લગભગ 0.75 કિલોમીટર સુધીનો એરિયા કંપનીઓએ સંપૂર્ણ ગેરકાયદેસર અને ખેડૂતોની મરજી વિરુદ્ધ ચારેબાજુ દોરડા ખેંચીને અને માલસામાન પાથરીને કબજે કરી લીધો છે. જેમાં ખેડૂતોની ખેતીની જમીનની વપરાશ કલેક્ટરની પરવાનગી સિવાય કરી રહ્યા છે અને ખેડૂતોને તેના વળતરનું એક ફદિયું પણ નથી મળતું. જો ખેડૂતો વળતર માગે તો પોલીસને આગળ કરી બેફામ રીતે તેમની સાથે મારકૂટ કરવામાં આવે છે. આ તમામ બાબતોની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી અને 23 જેટલા કિસાન સંગઠનો દ્વારા 15મી તારીખે ગાંધીનગરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 1111 જેટલા ટ્રેક્ટરો ગાંધીનગર પહોંચશે અને સરકારને ચેતવણી આપવામાં આવશે કે પૂંજીપતિઓ, ઉદ્યોગપતિઓ અને આ કંપનીઓની દલાલી બંધ કરો. જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત વીજળીના ઉત્પાદનમાં સરપ્લસ રાજ્ય છે છતાં કેટલીક મોટી કોર્પોરેટ કંપનીને સાચવવા અને કરોડપતિઓને ખરબપતિ બનાવવા માટે ગુજરાત સરકાર કંપનીઓ સાથે મિલીભગત કરીને સૌરાષ્ટ્રના અને આગળ જતા ગુજરાતના 26 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોની મરજીની વિરુદ્ધ તેમના ખેતરમાં બળજબરીપૂર્વક દાદાગીરી કરીને વીજળીના થાંભલા નાખી રહ્યા છે. આ દરમિયાન પોલીસ પ્રશાસન જબરદસ્તી અને જોર-જુલ્મ વર્તાવી રહી છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોન્ટ ગામે, મોરબીના ગામોમાં અને દ્વારકા સહિત અન્ય જગ્યાએ પોલીસ દ્વારા બેન-દીકરીઓ અને માતાઓને મારીને તેમજ યુવાનોની બોચી પકડી ગરદન પસેડીને ખેડૂતોને દૂર ફેંકી દીધા છે. ખેડૂતના ખેતરમાં ઘૂસીને તેમની ખાનગી જગ્યાના તાળા તોડ્યા છે, જે ખૂબ જ અમાનવીય અને બેહુદુ વર્તન છે. આ અંગે તેમણે ગઈકાલે ધ્રાંગધ્રાના કોંઢ ગામની મુલાકાત પણ લીધી હતી. કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે 1885ના ટેલિગ્રાફ એક્ટ, 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2013 ના જમીન સંપાદન કાયદા પર બુલ ડોઝર ફેરવી ખાનગી વીજ કંપનીઓના ફાયદાઓ માટે રાજ્ય સરકારે કાયદાઓથી ઉપરવટ જઈ 2017, 2021, 2023, 2024 ના પરિપત્ર કર્યા છે જેમાં ખેડૂતોને જંત્રી ભાવે થતી કુલ રકમના માત્ર 25% રકમ આપવાના પરિપત્ર કરવામાં આવ્યા છે જ્યારે કાયદામાં 'ઓછામાં ઓછું નુકસાન અને વધારેમાં વધારે વળતર'ની જોગવાઈ છે નુકસાનની વ્યાખ્યામાં જમીનની ઘટતી કિંમત, પાક નુકશાન, ભવિષ્યના જોખમને પણ ધ્યાનમાં લેવાની જોગવાઈ છે જે પરિપત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી. 2025 ની કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ખેડૂતોને પોતાની જમીનની કિંમત નક્કી કરવાં માટે વેલ્યુઅર કમિટી નિમવાની સત્તા આપવામાં આવી છે તેને પણ રાજ્ય સરકાર ક્યાંય ધ્યાનમાં લેતી નથી. ગુજરાતમાં અત્યારે કલેકટરો ન્યાયાધીશ તરીકે ખેડૂતો કે કંપનીઓને સાંભળવાની પ્રક્રિયા કરે છે તે માત્ર નાટક સમાન બની રહયા છે ખેડૂતો જ્યારે કલેક્ટર દ્વારા કંપની પાસેથી બી લાઈન મેપ, જાહેરનામા ની નકલ વગેરે અલગ અલગ 20 - 22 કાગળ અપાવવા દાદ માંગે છે ત્યારે ફરિયાદી કંપની ખેડૂતોને આ જરૂરી દસ્તાવેજ અપાવવાને બદલે ખેડૂતોને પૂરતો મોકો આપ્યા વગર જ સીધા હુકમ કરે છે. કલેક્ટર દ્વારા થયેલા આ હુકમના આધારે DSP પોલીસ પ્રોટેક્શન ફાળવે છે અને ખેડૂતો પર અમાનુષી અત્યાચાર કરવામાં આવે છે. જ્યાં જ્યાં કલેક્ટર હુકમ કરે છે ત્યારે 200 kv લાઈનમાં 26 મીટર, 400 kv લાઈનમાં 46 મીટર અને 765kv લાઈનમાં 67 મીટર કોરિડોર નક્કી કરવામાં આવે છે અને કંપનીને નક્કી થયેલા કોરિડોરમાં જ કામ કરવાની છૂટ મળે છે અને એટલી જગ્યા માટે જ પોલીસ પ્રોટેક્શન મળે છે એની જગ્યાએ ખેડૂતોને તેના આખા ખેતરમાં જવા માટે પોલીસ રોકે છે . જે ખેડૂતોના ખેતરમાં હુકમ છે એની આસપાસના બીજા 10 ખેડૂતોના ખેતરમાં પણ પોલીસ જવા દેતી નથી. ઉપરાંત અત્યાર સુધીમાં ગુજરાતમાં પોલીસ પ્રોટેક્શન લઈને કામ કરવામાં આવ્યું છે તે દરેક સ્થળે કાયદાઓનો ભંગ થયો છે. નક્કી થયેલા કોરિડોર બહાર પોલીસ પ્રોટેક્શન મળ્યું છે જે ખેતરમાં હુકમ ન હોય નોટિસ ન હોય એવા ખેતરમાં પણ કંપનીઓએ પોલીસને સાથે રાખીને થાંભલાઓ ઉભા કર્યા છે. આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી ગુજરાત કિસાન કોંગ્રેસ, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ ના સયુંકત ઉપક્રમે ગુજરાતના ખેડૂતોને જુદી-જુદી પાંચ માંગણી ઓ સાથે 15 જૂને ગાંધીનગર પહોંચવા આવાહન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી ખેડૂતો આ રેલીમાં જોડાવા નિકળી રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગણીઓ 1) જમીન માપણી અને કાપણી જેમાં ખોટી અને ભૂલ ભરેલી સંપૂર્ણપણે રદ્દ કરો અને જમીન સંપાદનના કાયદામાં ખેડૂતોને માર્કેટ ભાવનાં ચાર ગણું વળતર આપો એવી જ રીતે વીજ લાઈનોના પ્રશ્નોમાં દરેક વિજપોલ (થાંભલો) દીઠ 2 કરોડ રૂપિયા અથવા માસિક 30 હજાર ભાડું અથવા માર્કેટ ભાવના ચર ગણું વળતર આપો 2) ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ કરો છેલ્લા વર્ષોમાં કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે વાવાજોડાના કારણે ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે સરકારે પાકવિમા યોજના બંધ કરી ખેડૂતોને કુદરતી આપતિઓ સામે રક્ષણ આપવાનું બંધ કર્યું છે એટલું જ નહીં વર્ષ 2014 પછી ખેડૂતોની ખેત પેદાશના ભાવમાં વધારો થવાને બદલે ઘટાડો થયો છે તેની સામે ખેત ઉત્પાદન ખર્ચ દવા, ખાતર, બિયારણ અને ડીઝલ બે થી ત્રણ ગણા વધ્યા છે સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ખેડૂત દેવાદાર બન્યો છે માટે ખેડૂતોનું દેવું પણ સરકાર જ માફ કરે 3) દૂધ - ખેત પેદાશના પોષણક્ષમ ભાવ આપવામાં આવે 4) ખાણ - દાણ, ખાતર, દવા બિયારણ સતત મોંઘા આપ સૌ જાણો છો કે પશુઓ માટે ખાણ દાણ હોય કે ખેત પેદાશ માટે વપરાતા દવા ખાતર બિયારણ હોય એના ભાવ સતત વધી રહયા છે અને તેની સામે નકલી ખાતર અને બિયારણનો ભોગ ખેડૂત બની રહયા છે જરૂર હોય ત્યારે ખાતર ન મળવું નેનો ખાતરની બોટલ ખેડૂતોને ફરજીયાત આપવી વગેરે 5) ખેતી માટે મફત વીજળી ભારતના અનેક રાજ્યોમાં ખેડૂતોને મફત વીજળી આપવામાં આવે છે તેમ ગુજરાતમાં પણ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવે વીજ લાઈનોના પ્રશ્ને સરકારને અપાયા ત્રણ વિકલ્પ 1) 2013નાં જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવનું ચાર ગણું વળતર આપતો કાયદો બનાવો (2025 માં આ કાયદો રાજસ્થાન સરકારે બનાવી દીધો છે) અથવા 2) એક થાંભલાનું માસિક 50 હજાર ભાડું આપતો કાયદો બનાવો અથવા 3) ખેડૂતોને એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા આપો ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વીજ થાંભલાઓને લઈને ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોનાં આ રોષને વાચા આપવા હવે કોંગ્રેસ અને વિવિધ કિસાન સંગઠનો પણ મેદાને આવ્યા છે. તેમજ આગામી 15 જૂને ગાંધીનગરમાં કુલ 1111 ટ્રેક્ટરોની મહારેલી યોજવામાં આવી છે. વીજ થાંભલા મામલે કંપનીઓની દાદાગીરીની સામે કુલ 23 જેટલા કિસાન સંગઠનો ગુજરાત સરકારને ઘેરશે. ત્યારે આ મામલે સરકાર દ્વારા આગામી સમયમાં ક્યારે અને શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં યુથ કોંગ્રેસનો મોંઘવારી, NEET લીક મુદ્દે વિરોધ:કેન્દ્રીય મંત્રીના પોસ્ટરો સળગાવી ચક્કાજામ, 6 કાર્યકરોની અટકાયત
    Next Article
    અરવલ્લીની દીકરીનું સપનું પ્લેન સાથે ભસ્મીભૂત થઈ ગયું!:ખંભીસરના પરિવારે જયશ્રીને લંડનની ફ્લાઈ્ટમાં બેસાડી, લગ્નના 4 મહિને વિઝા મળતાં પતિ પાસે જતી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment