Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં યુથ કોંગ્રેસનો મોંઘવારી, NEET લીક મુદ્દે વિરોધ:કેન્દ્રીય મંત્રીના પોસ્ટરો સળગાવી ચક્કાજામ, 6 કાર્યકરોની અટકાયત

    1 week ago

    પાટણ શહેરમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેશમાં વધતી જતી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને તાજેતરમાં સામે આવેલા NEET પરીક્ષાના પેપર લીક મામલે કાર્યકરોએ રસ્તા પર ઉતરી આવી સૂત્રોચ્ચાર કર્યા હતા. યુથ કોંગ્રેસના કાર્યકરોએ સરકારની નીતિઓ સામે આક્રમક વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યકરોએ દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન NEET પેપર લીક કૌભાંડ અંગે કેન્દ્ર સરકારની નિષ્ફળતાને જવાબદાર ઠેરવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરો પાટણના વ્યસ્ત એવા ટીબી ત્રણ રસ્તા પાસે એકત્રિત થયા હતા. તેમણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પોસ્ટરો સળગાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરો રોડ પર જ બેસી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને રોડની બંને બાજુએ ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અંદાજે 6 જેટલા વિરોધ પ્રદર્શન કરી રહેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની ઘટનાસ્થળેથી અટકાયત કરી હતી. કાર્યકરોની અટકાયત કર્યા બાદ પોલીસે ટ્રાફિક હટાવીને માર્ગ વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કરાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    'ચારેતરફ કંપારી છોડનારા દ્રશ્યો આજે પણ નજર સામે આવે છે':અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં સૌથી પહેલાં ઘટનાસ્થળે પહોંચનાર DCP કાનન દેસાઈ ભાવુક થયા
    Next Article
    સરકાર પૂંજીપતિઓની દલાલી બંધ કરે:વીજ થાંભલાના વિરોધમાં 15મીએ ગાંધીનગરમાં 1111 ટ્રેક્ટરોની મહારેલી, કંપનીઓની દાદાગીરીની સામે 23 કિસાન સંગઠનો સરકારને ઘેરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment