Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોના પ્રશ્નોને લઈ કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિનું મહા આંદોલન:15 જૂને 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો શાંતિપુરાથી ગાંધીનગર કૂચ કરશે, રસ્તા રોકો આંદોલનની ચીમકી

    2 weeks ago

    ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દાઓને લઈને ફરી એક વખત રેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ખેડૂતોની દયનીય સ્થિતિ થઈ હોવાનો કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોના ખેતરમાં મંજૂરી વગર કંપની દ્વારા થાંભલા લગાવવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા ખેડૂતોનું રક્ષણ કરવાના બદલે ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યો હોવાનો પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. 15 જૂનના સવારે હજારો ખેડૂતો ટ્રેક્ટર લઈને સવારે 10 વાગ્યે અમદાવાદની શાંતિપુરા ચોકડી પહોંચશે. 1111 ટ્રેક્ટર લઈ ખેડૂતો ગાંધીનગર કૂચ કરશે. ગુજરાત કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિની આંદોલનની જાહેરાત ગુજરાતના ખેડૂતો પડતર પ્રશ્નનો મુદ્દે લાંબા સમયથી પરેશાન છે. તેમના પ્રશ્નોને વાચા ન મળતાં ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચા અને કિસાન સંઘર્ષ સમિતિએ આંદોલનની જાહેરાત કરી છે. જે અંતર્ગત આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લા મથકે ખેડૂતો ટ્રેક્ટર સાથે પહોંચી આંદોલનની રજૂઆત કરશે. તેમજ 11 અને 12 જૂનથી અલગ અલગ જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર સાથે અમદાવાદ શાંતિપુરા આવશે. જે બાદ 15 જૂનના રોજ 1111 ટ્રેક્ટર સાથે ગાંધીનગર કૂચ કરશે. જો સરકાર ખેડૂત રેલીને મંજૂરી આપશે તો ઠીક અને જો નહીં આપો તો પણ આંદોલન ચાલુ રહેશે. 15 જૂનની ખેડૂત રેલી બાદ કોઇ યોગ્ય ઉકેલ નહીં આવે તો રસ્તા રોકો સહિતના અન્ય આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આવતીકાલે સુરેન્દ્રનગરમાં રેલી સ્વરૂપે જઈ કલેકટરને રજૂઆત કરશે લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ કે જેને ખેડૂતો ખેડૂતોનો રક્ષણ કરવું જોઈએ, પરંતુ આ લોકો ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે. પશુપાલકો અને ખેડૂતોને મળવા મજબૂર કરતા હોવાથી તેના આક્રોશ સાથે રેલી યોજવામાં આવશે. જેને લઈને આવતીકાલે ખેડૂતો સુરેન્દ્રનગરમાં રેલી સ્વરૂપે જઈને કલેકટરને રજૂઆત કરશે. ગુજરાતમાં સરકાર અત્યારે બહેરી અને આંધળી બની ગઈ છે. સરકારના કાન સાંભળતા થાય તેના માટે અને આંખો ખુલે તેના માટે ખેડૂતો મોટી સંખ્યામાં રેલી લઈને ગાંધીનગર જશે. 15 જૂનના સવારે હજારો ખેડૂતો સેક્ટર લઈને ગાંધીનગર કૂચ કરશે. તમામ જિલ્લાઓમાંથી ખેડૂતો ટ્રેકટર લઈને ગાંધીનગર આવશે. મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને ગાંધીનગર જશે 1111 ટ્રેક્ટર લઈને ગાંધીનગર જઈશું. રેલી સ્વરૂપે સરકારને ચેતવણી આપવામાં આવશે. તેમજ આવનાર સમયમાં ખેડુતો અને પશુપાલકો માટે રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે. આમરણ ઉપવાસ પર ઉતરવું પડશે તો તે પણ કરવા માટે અમે તૈયાર છીએ. શાંતિપુરા ચોકડીથી મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને ગાંધીનગર જશે. આખી સીઝન અને જિંદગી બગડે અને ખેડૂત તેના હક માટે કરીને આવી યાત્રા કાઢે અને ડીઝલ બગડે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવક બમણી કરવાની વાતો કરવામાં આવી હતી પરંતુ ખર્ચા ત્રણ ગણા થઈ ગયા અને આવક અડધી થઈ ગઈ છે. જેથી ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવી પોતાના મુદ્દા સરકાર સમક્ષ મુકશે. મગફળી, કપાસ સહિતના પાકની આવકમાં ઘટાડો ગુજરાત કિસાન કોંગ્રેસ અધ્યક્ષ પાલ આંબલિયાએ કહ્યું કે, ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં કમોસમી વરસાદ કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે. સાથે જ વર્ષ 2014માં પાકનું જે ઉત્પાદન થતું હતું તેનાથી ઓછુ ઉત્પાદન મળી રહ્યું છે. મગફળી, કપાસ સહિતના પાકની આવકમાં ઘટાડો થયો છે. સાથે તેના પોષણક્ષમ ભાવ મળતા નથી. પશુપાલક હાલત ખરાબ જોવા મળી રહી છે. સરકાર કારણે આ ખેડૂત પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતની જમીન ઉદ્યોગ પતિને આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ પાલ આંબલિયાએ કર્યો હતો. ગુજરાતમાં પહેલા ચોર તાળા તોડતા હતા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતી હતી, પણ હવે ગુજરાતમાં પોલીસ તાળા તોડી રહી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. ખેડૂત વિવિધ માગણીઓ લઈને ગાંધીનગર તરફ યાત્રા કરવામાં આવશે. આવનાર દિવસમાં ટ્રેક્ટર રેલી સાથે ગાંધીનગર જવામાં આવશે. ખેડૂત અને પશુપાલકોના દેવા નાબૂદ કરવામાં આવે કિસાન સંઘર્ષ સમિતિના અધ્યક્ષ જયેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો પાયમાલ થઇ ગયા છે તેમને ખેડૂતોની પાંચ માગણીઓ સરકાર સમક્ષ મુકી હતી. તેમણે કહ્યો કે જમીનની સેટેલાઇટ માપણી રદ કરવામાં આવે, સિંચાઈ જમીન સંપાદન ના કરવામાં આવે, ખેડૂત અને પશુપાલકોના દેવા નાબૂદ કરવામાં આવે, ખેત ઉત્પાદન અને દૂધ પેદાશો MSP નક્કી કરી તેની ખરીદી કરવામાં આવે, દૂધ ઉત્પાદકોને 5 રૂપિયા પ્રતિ લીટર સબસિડી આપવામાં આવે, ખેડૂતને મળતા ખાતર પર સબસીડી લાગુ પાડવામાં આવે, ખેડૂતની જમીન પર વીજળીપોલ નાખવા બદલ થાંભલા દીઠ 30 હજાર ભાડું ચૂકવવામાં આવે. આ પાંચ મુદ્દાઓને લઈને ખેડૂતોની ટ્રેક્ટર રેલી
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં D.El.Ed પરીક્ષામાં ડમી પરીક્ષાર્થી ઝડપાયો:ગેરરીતિ અટકાવવા કડક કાર્યવાહી; અધિનિયમ 2023 અંતર્ગત ગુનો દાખલ
    Next Article
    જોટાણાના કસલપુરા ગામમાં 8 મહિનાથી પાણીની સમસ્યા:કલેક્ટર કચેરીએ મહિલાઓએ થાળી-વેલણ વગાડી આક્રોશ ઠાલવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment