Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં D.El.Ed પરીક્ષામાં ડમી પરીક્ષાર્થી ઝડપાયો:ગેરરીતિ અટકાવવા કડક કાર્યવાહી; અધિનિયમ 2023 અંતર્ગત ગુનો દાખલ

    1 day ago

    વલસાડ તાલુકાના જૂજવા ગામમાં આવેલી આઈ.પી. ગાંધી સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર D.El.Ed (ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન)ની પરીક્ષામાં એક ડમી પરીક્ષાર્થી ઝડપાયો છે. અસલી વિદ્યાર્થીના સ્થાને પરીક્ષા આપતા આ યુવકને પરીક્ષા સંચાલકોએ ગણતરીની મિનિટોમાં જ પકડી પાડ્યો હતો. આ મામલે ગુજરાત પરીક્ષા ગેરરીતિ અટકાવવા બાબત અધિનિયમ, 2023 અંતર્ગત કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હાલમાં D.El.Ed પ્રથમ વર્ષની પરીક્ષાઓ લેવાઈ રહી છે. જૂજવા કેન્દ્ર પર કુલ 290 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના ચોથા પેપર દરમિયાન સવારે 10:00 વાગ્યે પેપર શરૂ થયાની માત્ર પાંચ જ મિનિટમાં, એટલે કે 10:05 વાગ્યે, વર્ગખંડના નિરીક્ષક (સુપરવાઇઝર)ને એક પરીક્ષાર્થી પર શંકા ગઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ કરતા આ ચહેરો અલગ જણાતા સુપરવાઇઝરે તાત્કાલિક સ્થળ સંચાલકને જાણ કરી હતી. સ્થળ સંચાલક અને વર્ગ નિરીક્ષક દ્વારા શંકાસ્પદ યુવકની પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી. હોલ ટિકિટ સાથે ચકાસણી કરતા જાણવા મળ્યું કે આ પરીક્ષા પટેલ અશ્વિન નામના ઉમેદવારની હતી, પરંતુ તેના સ્થાને નવનીત મૌર્ય નામનો યુવક પરીક્ષા આપી રહ્યો હતો. સંસ્થાના આચાર્યને બોલાવીને પણ પુષ્ટિ કરવામાં આવી હતી કે આ યુવક અસલી વિદ્યાર્થી નથી. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, હોલ ટિકિટમાં કોઈ છેડછાડ કરવામાં આવી ન હતી. હોલ ટિકિટ અસલી વિદ્યાર્થીની જ હતી અને તેમાં તેની સહી પણ હતી. જોકે, પરીક્ષા આપવા માટે વ્યક્તિ બદલાઈ ગઈ હતી. અસલી વિદ્યાર્થી અગાઉના પેપરો આપી ચૂક્યો હતો, પરંતુ આજના પેપરમાં તેની જગ્યાએ ડમી યુવક ગોઠવાયો હતો. મેહેનત કરો, શોર્ટકટથી ભવિષ્ય બગડશે: શિક્ષણ અધિકારી આ ઘટના અંગે DEO ડો.રાજેશ્રી ટંડેલએ જણાવ્યું કે, “હવે તમામ પરીક્ષાઓ સીસીટીવીની દેખરેખ હેઠળ અને ચુસ્ત સુરક્ષા વચ્ચે લેવાય છે, જેમાં ગેરરીતિ કરનારાઓ આબાદ પકડાઈ જ જાય છે. વિદ્યાર્થીઓને અનુરોધ છે કે આવી ગેરરીતિઓથી દૂર રહી માત્ર મહેનત પર ભરોસો રાખે. આવા શોર્ટકટથી તમારું અને તમને મદદ કરનાર બંનેનું ભવિષ્ય કાયમ માટે અંધકારમય બની જાય છે.” ​નવા કાયદા હેઠળ જેલના સળિયા ગણવાનો વારો આવશે ​આ સમગ્ર મામલે પરીક્ષા કેન્દ્ર દ્વારા રોજકામ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પકડાયેલા ડમી પરીક્ષાર્થી વિરૂદ્ધ 'ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) અધિનિયમ 2023' ની કલમ 2(ક), 8 અને 12 અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કાયદા હેઠળ કડક સજા અને દંડની જોગવાઈ હોવાથી ડમી પરીક્ષાર્થી અને અસલી વિદ્યાર્થી બંને માટે મુશ્કેલીઓ વધશે તે નક્કી છે. હાલમાં વલસાડ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલે દિલ્હીમાં રિક્ષા ડ્રાઇવરો સાથે ભોજન કર્યુ:પાર્કમાં અડધો કલાક બેસીને તેમની આવક, વધતા ખર્ચાઓ વિશે જાણ્યું; રાહુલે કહ્યું- સંસદમાં તમારા મુદ્દા ઉઠાવીશ
    Next Article
    ખેડૂતોના પ્રશ્નોને લઈ કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિનું મહા આંદોલન:15 જૂને 1111 ટ્રેક્ટર સાથે ખેડૂતો શાંતિપુરાથી ગાંધીનગર કૂચ કરશે, રસ્તા રોકો આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment